________________
અનુભવ સંજીવની
૯૯ વીતરાગ જિનેન્દ્રદેવની વીતરાગી મુદ્રા દેખીને–આવો હું પોતે જ છું –એમ નિઃસંદેહપણે પોતાનું નિશ્ચય સ્વરૂપ જુએ છે, તે જિનદર્શન કાળે યથાર્થ નિજદર્શન કરે છે. મોક્ષમાર્ગમાં વિચરનાર ધર્માત્મા આ પ્રકારના પારમાર્થિક આશયથી જિન-પ્રતિમાની સ્થાપના કરે છે.
(૩૬૭).
ચૈતન્ય સ્વભાવનું તેજ બેહદ છે; જે વિકલ્પો અત્યંત ચંચળ છે, સંખ્યાથી પુષ્કળ છે, અને જેની આડમાં મહાન ચૈતન્યસૂર્ય તેજ પુંજ અનાદિથી આચ્છાદિત થઈ ગયો છે; જેની ઈન્દ્રજાળરૂપ ભૂલભૂલામણીથી જીવ દિમૂઢ થઈ, ભ્રમિત થઈ રહ્યો છે; એવા વિકલ્પરૂપ તરંગો પણ જેના ફુરણ માત્રથી ભાગી જાય છે, તક્ષણ અલોપ થઈ જાય છે; તે તેજના પંજની . સ્વયંની મહાનતા કેવી? અભુતથી પણ અદ્ભુત છે આ ફુરણ તો માત્ર ચૈતન્યવીર્યનો અંકુર છે. મૂળ વસ્તુ પોતે તો અનંત શક્તિઓનો કંદ છે – અમાપ છે. તો પણ જ્ઞાનમાં મપાય છે ! (૩૬૮)
ઑગસ્ટ – ૧૯૮૯ ગ્રંથભેદ થવા અર્થે અપૂર્વ પુરુષાર્થ અપેક્ષિત છે; ત્યાં અધ્યાત્મ તત્ત્વની મુખ્યતા અને પ્રધાનતા થાય છે. જેઓ માત્ર શબ્દના ગુણદોષમાં રોકાય છે તે અધ્યાત્મ તત્ત્વને સમજી શકતા નથી. વળી જેઓ શાસ્ત્રને માત્ર યુક્તિપૂર્વક જ વિચારી, સમજી સંતુષ્ટ થાય છે, તેઓ પણ સદ્ગણને પ્રગટ કરી શકતા નથી. પરંતુ આત્મભાવનાથી પરિણતિ થતાં, પ્રાપ્તિ થવી સુગમ છે, તેવા ભાવનાવાનને અધ્યાત્મ પ્રધાન વચનો, ભાવના-વૃદ્ધિનું નિમિત્ત થાય છે, જેથી અંતરભેદ થાય છે.
(૩૬૯)
V જગતમાં મૃત્યુને સર્વાધિક દુઃખદાયક પ્રસંગ જાણી, અતિ દુઃખમયપણે અનુભવવામાં આવે છે. પરંતુ જ્ઞાની ધર્માત્મા તો એમ જાણે છે કે આ પ્રસંગ, વિશેષ આત્મહિત સાધવા માટેનો પ્રસંગ છે. જો એકવાર પણ સમભાવ વડે મૃત્યુકાળ ઉદયને વેદવામાં આવે તો નિર્વાણ વિશેષ નજીક થઈ જાય. તેથી મૃત્યકાળે સહજ ઉત્પન્ન સ્વરૂપ ભાવના વિશેષ લાભદાયક જાણી, મુમુક્ષુ જીવે, અભિપ્રાયમાં પહેલેથી જ તૈયાર રહેવું. ચૈતન્યની ચમત્કારી શક્તિનો લાભ લેવાની આ તક વિચિક્ષણ પુરુષ ગુમાવતો નથી.
(૩૭)
- અંતરંગની શુદ્ધિ વિના બાહ્યાચરણની શુદ્ધિ વિશ્વાસને યોગ્ય નથી–આ સિદ્ધાંત ક્યાંય પણ વિશ્વાસ મૂકવા માટે લક્ષમાં રાખવો. સ્વયંના વિકાસ માટે પણ બાહ્યશુદ્ધિ ઉપર વજન દેવું નહિ. પરંતુ અંતશુદ્ધિને જ મુખ્ય કરવી યોગ્ય છે.
(૩૭૧)