________________
૪૩૬
અનુભવ સંજીવની
પ્રકૃતિદોષ : અંદરમાં સંચિત કર્મનો ઉદય આવતાં સ્વરૂપની અથવા આત્મકલ્યાણની સાવધાનીના અભાવમાં જીવને કષાયરસ તીવ્ર થઈ જાય છે. જે અકષાય સ્વભાવથી વિરૂદ્ધ છે. તે મટાડવાનું મુખ્ય સાધન આત્મજાગૃતિરૂપ અવલોકન છે. અવલોકનથી કષાયરસ ગળે છે.
પરલક્ષ : આ જ્ઞાનનો (અનાદિ) મોટો દોષ છે, જે સ્વાધ્યાય અને સત્સંગને નિષ્ફળ કરે છે અને પરરુચિને ઉગ્ર કરે છે અને તેને લીધે બીજાં અનેક દોષો ઉત્પન્ન થાય છે. આ દોષને કારણે જીવ ‘હું સમજું છું' તેવી ભ્રાંતિમાં રહે છે. અને સ્વલક્ષે વિચાર / પ્રયોગ કરી શકતો નથી. સ્વલક્ષ અને આત્માર્થીતા દ્વારા તે મટાડવા યોગ્ય છે
વધાય.
:
પોતાપણું (પરમાં) ઃ પ્રારબ્ધયોગે પ્રાપ્ત સામગ્રી – સચેત, અચેત પદાર્થો-માં જીવ નિજબુદ્ધિ કરી પરિભ્રમણના કારણને સેવે છે. જીવને સંસારમાં આવા પરિણામો તદ્દન સહજ થઈ ગયા છે. જેથી ‘આત્મકલ્યાણ થવામાં તેનો ઘણો મોટો અવરોધ છે, તેનો ખ્યાલ શુદ્ધાં આવતો નથી. તેથી તેને દૂર કરવાનો ઉપાય પણ સમજાતો નથી. તો પછી તે અંગેનો પુરુષાર્થ કેમ કરે ? આ દોષથી મિથ્યાત્વ–દર્શનમોહ ગાઢ થતો જાય છે અને જીવને મુમુક્ષુતાના ક્રમમાં પ્રવેશ પામવો દુર્લભ / કઠિન થઈ પડે છે. આવું પોતાપણું આત્મહિતનો કાળ હોવાથી, કાળોનાગ અને ભયંકર અજગર જેવો ભયાનક ભાસે અને આત્મકલ્યાણની તીવ્ર ભાવના અંતરથી જાગે તો પોતાપણું મટવાનો પ્રયાસ થાય અને પરમાર્થમાર્ગમાં આગળ વધાય. આ પ્રકારે પોતાપણું પાતળું થવા યોગ્ય છે.
આધારબુદ્ધિ : જીવે અનાદિથી નિજ શાશ્વત - ધ્રુવ તત્ત્વનો આધાર નહિ લીધો હોવાથી, સહજ પરની આધારબુદ્ધિ ચાલુ છે. શરીર, કુટુંબ સંપત્તિ, આહાર, પાણી વગેરેમાં આધાર ગ્રહણ કરે છે અને તે અતિ પ્રગાઢ થઈ છે. તેને તોડવામાં પ્રથમ જ જીવની હિંમત ચાલતી નથી જીવ પાછો પડી જાય છે, આગળ વધી શકતો નથી પરંતુ સ્વરૂપને ઓળખી, તેને બદલી શકાય છે. તે પહેલાં, સત્પુરુષ શ્રીગુરુનો આધાર મળે તો તે સુગમ થાય છે, તે સિવાઈ અન્ય ઉપાય નથી.
સુખબુદ્ધિ : જીવને અનાદિ ભ્રાંતિવશ પાંચ ઈન્દ્રિય-વિષયમાં અને અનુકુળતામાં સુખબુદ્ધિ છે અને પ્રાપ્ત સામગ્રીમાં સુખાભાસમાં સુખાનુભવ કરી કરી, તેમાં – સુખબુદ્ધિમાં, જીવ દઢતા કરી રહ્યો છે, અને અનંત, અચિંત્ય સુખધામ–એવા નિજ સ્વરૂપથી દૂર થઈ રહ્યો છે અને સુખથી વંચીત રહેવાથી અતૃપ્ત દશામાં અટકી જઈ, ફરી ફરી સુખ માટે ઝાંવા નાખે છે. પરંતુ ગુરુકૃપાથી સ્વરૂપ ઓળખે, સત્પરમાનંદ સ્વરૂપનો નિશ્ચય થાય, તો સ્વરૂપમાં સુખબુદ્ધિ થઈ આ મિથ્યા
અભિપ્રાય મટે.
કર્તબુદ્ધિ : અનાદિથી જીવને રાગ અને પરનુ કર્તાપણું છે. જેનાં મૂળ ઘણાં ઊંડા છે. આ પ્રકારનો માર્ગ-અવરોધ મટવો અતિ દુર્લભ છે. પરંતુ યથાક્રમે જીવ જો ભેદજ્ઞાનના પ્રયોગે ચડે તો સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે ત્યારે જ કદંબુદ્ધિનો અભાવ થઈ માર્ગ પ્રાપ્તિ થાય છે. (૧૭૨૭)
-