________________
અનુભવ સંજીવની
૪૩૫ રાગ જે જ્ઞાનવેદનને આચ્છાદિત કરતો હતો તેનો અભાવ થવાથી સ્વસંવેદન પ્રગટપણે અનુભવાય છે. પરાવલંબનકાળે રાગ ઉત્પન્ન થતો હોવાથી જ્ઞાન વેદન આચ્છાદિત રહે છે, ઢંકાયેલુ રહે છે, તિરોભૂત રહે છે. પરંતુ પોતાના સ્વરૂપને ઓળખીને જ્યાં અવલંબવામાં આવે છે, ત્યાં એકાગ્રતા
સ્વરૂપમાં થાય છે. અંતરમાં સુખ છે, તે કારણથી એકાગ્રતા થાય છે અને તે વખતે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો નથી. ત્યારે આત્માને સુખ, શાંતિ અને આનંદ સહિત સ્વસંવેદન પ્રદેશ પ્રદેશ અનુભવાય છે. આવી સ્વાનુભૂતિ ભવ નાશક છે.
(૧૭૨૬)
| mP
"Vજિજ્ઞાસા - મને મોક્ષમાર્ગ પ્રત્યે આગળ વધવાના ભાવ બહુ આવે છે, ઉદયમાં પરિણામ બહુ ખેંચાઈને તીવ્ર થતા નથી અને તત્વની સમજણથી સમાધાન પણ આવે છે. ઉદય સમયે થોડું અવલોકન પણ ચાલે છે. છતાં પણ આગળ વધાતુ નથી. – એ નક્કી છે, તો કેવા પ્રકારે અવરોધ થતો હશે, તે પકડાતુ નથી, તો શું કરવું ?
સમાધાન :- પરમાર્થમાં અવરોધ કરનારા કારણરૂપ અનેક પ્રકારના પરિણામો છે. તે અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે છે. તેમાંથી કેટલાક અવરોધરૂપ ભાવો તેના ઉપાય સાથે અત્રે વિચાર્યા છે. તેમાં –
૧ સ્વચ્છેદ, પૂર્વગ્રહે, પરલક્ષ, વિભાવ પરિણતિ, પ્રતિબંધ, પ્રકૃતિ દોષ, અને સંયોગોમાં પોતાપણું, આધારબુદ્ધિ, સુખબુદ્ધિ, કિર્તાબુદ્ધિ, વિ. પરિણામો મુખ્ય છે. સંક્ષેપમાં, તે ભાવોને નીચે વર્ણવ્યા છે, જેથી અનુભવ સાથે મેળવી શકાય.
સ્વચ્છંદ : જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી અનેક પ્રકારે જીવને સ્વચ્છંદ થઈ જાય છે. આ બહુ મોટો દોષ પરિભ્રમણનું કારણ છે. (૧) ધર્મસાધન પોતાની રુચિ / કલ્પના પ્રમાણે કરવું, (૨) તેમજ તીવ્રરસવાળા શુભાશુભ ભાવો થવા. (૩) અંતર આત્માના અવાજની અવગણના થવી – વગેરે સ્વચ્છંદના પ્રકારો છે.
પૂર્વગ્રહ : જીવે અનેક પ્રકારે મિથ્યા / વિપરીત અભિપ્રાયો બાંધી રાખ્યા છે, જેનો આગ્રહ રહેવો તેમજ કોઈપણ વ્યક્તિની અયોગ્યતાનો નિશ્ચય તે રૂ૫ શલ્ય, જે પુરુષાર્થ . સંવેગને રોકે
વિભાવપરિણતિ ઃ પૂર્વે વિભાવભાવો, ઉદય કાર્યોમાં, અતિરસપૂર્વક કરેલા હોવાથી તેની પરિણતિ થઈ ગઈ હોય છે. જે સ્વભાવ રસથી, ભાવનાથી વિરૂદ્ધ પરિણતિ થવાથી મટે છે. આ પ્રકારનો અવરોધ જીવની જાણમાં પ્રાયઃ આવતો નથી. તેથી તેનો ઉપાય (જે ઉપર કહ્યો તેપણ સૂઝ તો નથી અને મૂંઝવણ રહે છે. તોપણ ખંતથી ધીરજપૂર્વક પ્રયાસ કર્તવ્ય છે.
પ્રતિબંધ : કુટુંબ, સમાજ, અને શરીરની મુખ્યતામાં આત્મસાધન સત્સંગાદિ ગૌણ થવા, તેને પરિભ્રમણનું કારણ જાણી, ઉદયમાં પ્રયોગ કરી નબળા પાડવા ઘટે, તો જ માર્ગ પ્રત્યે આગળ