________________
૪૩૪
અનુભવ સંજીવની
લાભ જેના નિમિત્તે થયો હોય તેનો દોષ ગૌણ થઈ જાય છે. એવું ગૌણ કરવું તે પોતાના લાભની વાત છે; લાભનું કારણ છે. આ પ્રકારે હિત અહિતની સૂઝ અંદરથી આવવી ઘટે, યથાર્થતાનું લક્ષણ છે.
તે
-
―――
(૧૭૨૨)
જિજ્ઞાસા : પોતાના અહમ્ને ચોંટ લાગે ત્યારે પરિણામ કેવા થાય ? અને પોતાની ભાવનાને ચોંટ લાગે ત્યારે પરિણામ કેવા થાય ? બંન્નેમાં શું ફરક છે ?
સમાધાન ઃ અહંકાર એ અવગુણ છે, જ્યારે ભાવના છે તે સદ્ગુણ છે. અહંકારને ચોંટ લાગે ત્યારે જીવને દ્વેષના પરિણામ થાય છે. જ્યારે ભાવનાને ઠેસ પહોંચે ત્યારે જીવ જાગૃત થઈ જાય છે. જેથી દ્વેષ ભાવ થતો નથી. અહંકારની ચોંટ લાગે ત્યારે નિમિત્તની મુખ્યતા થઈ, નિમિત્ત પ્રત્યે દ્વેષ થાય છે. ભાવનાને ચોંટ ભાવના વિરુદ્ધ પરિણામોથી લાગે છે. અહંકાર છે તે અનાત્મ દ્રવ્યમાં પોતાપણાના ભાવથી ઉત્પન્ન થાય છે. જ્યારે ભાવના આત્મામાં આત્માપણું કરાવે છે. ભાવના બે પ્રકારે છે – આત્મસ્વરૂપની મહિમારૂપ અને આત્મકલ્યાણની અભિલાષા રૂપ. (૧૭૨૩)
જિજ્ઞાસા : સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને પ્રયોજનની દૃષ્ટિને શું સંબંધ છે ?
સમાધાન ઃ ભાવના અને પ્રયોજનને કારણ - કાર્ય સંબંધ છે. જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે, તેને જ સર્વ ઉદય પ્રસંગોમાં પ્રયોજન સધાય તેવી મુખ્યતાવાળો દૃષ્ટિકોણ સહજ રહે છે. – આમ ભાવના કારણ છે અને પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય થવો તે કાર્ય છે. જો પ્રયોજનની દૃષ્ટિ જીવને ન હોય તો એમ સમજવા યોગ્ય છે કે જીવને ખરી ભાવના જ થઈ નથી.
(૧૭૨૪)
//પ્રશ્ન : સ્વરૂપનો નિર્ણય થાય છે અને સ્વરૂપ-લક્ષ થાય છે, તો તે બંન્ને વચ્ચે શું સંબંધ છે ?
આંગસ્ટ
સમાધાન : નિર્ણય એટલે સ્વરૂપની ઓળખાણ અથવા સ્વરૂપનો નિશ્ચય અને લક્ષ એટલે ઓળખાયેલું પરમ પ્રયોજનભૂત એવું નિજ સ્વરૂપ જ્ઞાનમાંથી ન ખસવું તે એવું લક્ષ સ્વરૂપના નિર્ણયથી થાય છે. તેથી નિર્ણય કારણ છે અને લક્ષ થવું તે કાર્ય છે. બંન્ને એક જ કાળે સમકાળે થાય
છે.
(૧૭૨૫)
૧૯૯૮
// જિજ્ઞાસા : નિજાવલંબન અને સ્વસંવેદન અવિનાભાવી હોય છે ?
સમાધાન : નિર્વિકલ્પ આત્મસ્વરૂપનું અંતર અવલંબન એકાગ્રતાએ હોય છે. ત્યારે બુદ્ધિપૂર્વકનો