________________
અનુભવ સંજીવની
તે શ્રીગુરુની આજ્ઞાના પરમ અવલંબન વડે ભવસાગર તરી જાય છે. તેવો સ્વચ્છંદ નિરોધ થયો છે જેને, તેને આગમ અનર્થકારી થતા નથી.
(૭૨૪)
૧૯૮
એકમાત્ર આશ્રય કરવા યોગ્ય, દ્રવ્ય સ્વભાવ, વિકલ્પાતીત નિર્વિકલ્પ સ્વરૂપનો માત્ર વિકલ્પ વડે, મુમુક્ષુજીવ વારંવાર વિકલ્પથી ચિંતવન કરી (લક્ષ / ભાવભાસન થયા વિના) આશ્રય કરવા ધારે તોપણ થઈ શકે નહિ. પરંતુ સાધનની ભૂલ રહેવાથી માત્ર વિકલ્પમાં રોકાવું થાય; તેમજ કર્તાપણા સહિત વિકલ્પ ચાલવાથી, તેવુ જોર થવાથી, અકર્તા સ્વભાવથી દૂર-વિરૂદ્ધ ભાવ થઈ। પ્રયત્ન થઈ – મિથ્યા દઢતા થાય. પરંતુ દ્રવ્ય સ્વભાવના લક્ષે સહજ મહિમા આવતાં સ્વભાવનું જોર રહે, તો વિકલ્પ ઉપરથી લક્ષ બદલાવાના લીધે, નિર્વિકલ્પ સ્વભાવના લક્ષે, વિકલ્પનો અભાવ થવાનો અવસર આવે. (સ્વરૂપ આશ્રય થવાથી.)
(૭૨૫)
એકમાત્ર આત્મકલ્યાણના કામી એવા મુમુક્ષુજીવોએ પરસ્પર સત્સંગરૂપી કલ્પવૃક્ષનું અંતરની ભાવનાથી સિંચન અથવા ઉપાસના કરવા યોગ્ય છે. તેમાં ઉપદેશક પદ્ધતિ યોગ્ય નથી, કારણકે આ દશા તેવી પ્રવૃત્તિ માટે અધિકારી નથી. તેથી આત્માર્થી જીવે ભાવના અને જિજ્ઞાસાપૂર્વક, પરસ્પર મળી ભાવના વૃદ્ધિ થાય, સ્વરૂપ લક્ષ થાય, તે અર્થે પોતાના દોષોનું અવલોકન થયું હોય તે સંબંધી નિષ્પક્ષપણે વિચારણા કરવા યોગ્ય છે. તેમજ ઉપકારી એવા સર્વજ્ઞ તીર્થંકર દેવ, આચાર્ય આદિ શ્રીગુરુ, અને પરમ કરુણાશીલ સત્પુરુષોનાં ગુણગ્રામ, ભક્તિ, તેમના પ્રત્યે પ્રમોદભાવના, અવિરોધભાવના, આશ્રયભાવના દૃઢ વૈરાગ્ય સહિત કરવા યોગ્ય છે. અધ્યાત્મની રુચિ વધે તેવો વિષય મુખ્યપણે સત્સંગમાં પરસ્પર ચર્ચાવા યોગ્ય છે. સિદ્ધાંતબોધ પરમ ગંભીરતાથી, આત્મહિતનું મુખ્ય લક્ષ રાખી, ભાવનાથી ભીંજાયેલા અંતઃકરણપૂર્વક (સ્વચ્છંદ અને શુષ્કતા ઉત્પન્ન ન થવા અર્થે વિચારવા યોગ્ય છે. મતમતાંતરથી દૂર રહેવા યોગ્ય છે.
(૭૨૬)
*
વિધિનો વિષય પર્યાય સંબંધિત છે. ભૂતાર્થ ઘ્રુવતત્ત્વનો આશ્રય સહજ થવો (પર્યાય વડે) - તેવી વિધિનો પ્રારંભ થવા અર્થે સમયસાર ગા - ૧૫ અને તેની ટીકા અતિ મહત્વપૂર્ણ છે. વિષયને સુસ્પષ્ટ કરવા માટે આચાર્યદેવે પ્રતિપક્ષ સહિત નમકના દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યું છે. તેમાં વિશેષજ્ઞાન (શેયાકારવાળું) ના (જ્ઞેય લક્ષિત) આવિર્ભાવથી જ્ઞેય લુબ્ધતા થઈ, પરશેયનું અવલંબન લેવાય જાય છે, અને સામાન્ય જ્ઞાન તિરોભૂત થઈ જાય છે, તેમ કાર્યની વિપરીતતા જેમ થાય છે તે જ પદ્ધતિથી અવિપરીત કાર્ય થવામાં સામાન્ય એકાકાર જ્ઞાનનો - જ્ઞાનમાત્રનો - આવિર્ભાવ - (ધ્રુવના લક્ષપૂર્વક) કરતાં આત્માનો જ્ઞાન સ્વરૂપે અનુભવ થાય છે અર્થાત્ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી, (પરાશ્રય મટી) સ્વરૂપનો આશ્રય થઈ જાય છે. ત્યાં પર્યાય દષ્ટિનો અભાવ થાય છે. આવી જ્ઞાનાનુભૂતિને