________________
અનુભવ સંજીવની
સમસ્ત જિન શાસન કહીને, બહુમાન કર્યું છે.
૧૯૯
(૭૨૭)
*
આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય અવિનાભાવિપણે હોય જ છે. સર્વ સ્વરૂપજ્ઞાની ધર્માત્મા ઉદય પ્રત્યે ઉદાસીન ભાવે સહજ વર્તે છે. તેમણે સુખ આત્મામાં જોયું છે. પુદ્ગલ સંયોગ સુખથી રહિત - શૂન્ય જણાય છે. તેથી પુણ્યયોગે પણ સહજ ત્યાગી દશામાં તેઓ વર્તી શકે છે, વા વર્તે છે; એવો ત્યાગ તે તેમનું ઐશ્વર્ય સ્પષ્ટપણે વ્યક્ત કરે છે, અને તે તેમની અંતરંગ દશા સાથે સુસંગત છે. તેમજ બીજા મુમુક્ષુને પણ ઉપકારભૂત છે. તેમ જાણી શ્રી ભગવાને ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે કે જે અકર્તાપણે કર્તવ્ય છે.
(૭૨૮)
ટે
ત્યાગનું ઉત્કૃષ્ટપણું હોવા છતાં જેને ઈન્દ્રિયવૃત્તિઓ શાંત થઈ નથી, અથવા વારંવાર તેવી
વૃત્તિ જોર કરે છે, અથવા મોહગર્ભિત, માનગર્ભિત કે લોભગર્ભિતપણાને લીધે, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે હજી ત્યાગ કરવાને યોગ્ય નથી, એવા મંદ વૈરાગ્યવાન જીવે ત્યાગ ન લેવો તેમ જૈન સિદ્ધાંત કહે છે, અર્થાત્ સિદ્ધાંતમાં ત્યાગનો એકાંત નથી. પરંતુ ત્યાગ ક્યા પ્રકારે થયો હોય તો ‘યથાર્થ ત્યાગ’ કહેવાય ? તે પ્રથમ વિચાર કરી, શક્તિ અને દેશકાળ અનુસાર ત્યાગ લેવો હિતાવહ
?
છે.
વળી, ત્યાગ લેનારને ‘સર્વથા’ અયાચકપણું ચિત્તમાં રહેવા યોગ્ય છે. જો ત્યાગી થયા પછી યાચકવૃત્તિ કે અપેક્ષાવૃત્તિ બીજા પ્રત્યે રહે, તો તેમાં જ્ઞાનીનો માર્ગ રહેતો નથી એમ સમજવા યોગ્ય છે.
ત્યાગ દશામાં સહજ વનવાસીપણું રહી શકે, તેવો તીવ્ર વૈરાગ્ય વર્તતો હોય અને સ્વરૂપના અનંત સામર્થ્યનો આધાર તીવ્ર પુરુષાર્થથી લઈ શકાતો હોય, તે ‘યથાર્થ ત્યાગ' ગણવા યોગ્ય છે.
(૭૨૯)
જિજ્ઞાસુ જીવે પાત્રતા | યથાર્થ મુમુક્ષુની ભૂમિકા અંગે વિચારતા, મુખ્ય બાબત, જે માર્ગાનુસારીપણું, તેનો વિચાર કરવા યોગ્ય છે. શ્રી જિને તેને સંક્ષેપમાં કહ્યું છે, કે જે જીવને સત્પુરુષની નિષ્કામભક્તિ પ્રાપ્ત થવામાં કોઈ બાધકભાવ થઈ આવતો ન હોય, અર્થાત્ સત્પુરુષની ભક્તિ પ્રાપ્ત થવાની સારી એવી યોગ્યતા પ્રગટ હોઈ, તેવા ‘ગુણો’ વાળાને ‘માર્ગાનુસારી’ ગણવા યોગ્ય છે.
‘બીજરુચિ સમ્યક્ત્વ’ અર્થાત્ સત્પુરુષની (ઓળખાણપૂર્વક) સ્વચ્છંદ નિરોધપણે, આજ્ઞારુચિરૂપે નિષ્કામ ભક્તિનું કારણ ઉક્ત માર્ગાનુસારીપણું થાય છે.
‘બીજરુચિ સમ્યક્ત્વ’ સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિનું -- તે રૂપ સમ્યક્ત્વ સન્મુખનું કારણ