________________
૨૦૦
અનુભવ સંજીવની
થાય છે, કે જે નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક્ત્વનું અનન્ય અને નિશ્ચય કારણ છે. આમ જિન વચનમાં, અનંત ભવ છેદક કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનનું મૂળ નજરે ચડે છે. તે અર્થે તે વચનને નમસ્કાર હો !! (૭૩૦)
મુમુક્ષુજીવે દર્શનમોહની પ્રબળતાનો વિશેષપણે વિચાર કર્તવ્ય છે. વર્તમાનમાં ક્ષયોપશમભાવમાં સમજવાની શક્તિ હોવાથી, પારમર્થિક વિષયની સમજણ થઈ શકે છે; છતાં પણ તે વિષયનું મૂલ્ય, દર્શનમોહને લીધે ભાસતું નથી, અથવા દર્શનમોહને લીધે, આત્મકલ્યાણમાં પ્રતિબંધક ભાવોથી થતું નુકસાન ભાસતું નથી. તેથી પારમાર્થિક લાભ ખરેખર દેખાતો નથી લાભ દેખાય તો પરમાર્થ ૨સ વધે, અને સમજણને પણ અનુભવગોચર કરવા પ્રયાસ થાય. અંતરથી (સમજેલા વિષયનો) પ્રયાસ ચાલુ થતો નથી, વા ઉપડતો નથી; તેનું કારણ, દર્શનમોહથી ઉત્પન્ન - ઉઘાડમાં સંતોષ છે. સ્વલક્ષી જ્ઞાનમાં આવો મિથ્યા સંતોષ આવતો નથી. પરંતુ પ્રયત્નરૂપ અભ્યાસ (વારંવાર પ્રયત્ન થવો તે) ચાલુ થાય છે. આ વિષયમાં સ્વલક્ષે વિશેષ ઊંડાણથી વિચારવા યોગ્ય છે, કે જેથી દર્શનમોહમંદ પડે.
(૭૩૧)
સત્પુરુષની ઓળખાણ થવી તે મુમુક્ષુજીવને નિર્વાણપદનું કારણ છે, તે નિઃસંદેહ છે. તેથી સત્પુરુષની ઓળખાણનું આવું મહત્વ જાણી, ઓળખવા પ્રત્યે, ઉત્કૃષ્ટ મુમુક્ષુતા સંપ્રાપ્ત કરી, તથારૂપ પાત્રતા ગ્રહણ કરી, પ્રયાસ કર્તવ્ય છે. આ વિષયમાં ઓળખવાની રીત અને જ્ઞાનદશામાં ઓળખાતા લક્ષણો આ મહત્વના બે મુદ્દા છે. જે લક્ષણો દ્વારા તેમને ઓળખી શકાય છે, તે નીચે પ્રમાણે
છે.
જ્ઞાનીપુરુષની દશામાં જે સમગ્રપણે જ્ઞાનીપણું છે, માત્ર તેને જ ઓળખવાનો દૃષ્ટિકોણ જેણે સાધ્ય કર્યો છે, તે તે રીતે જ્ઞાનદશામાં રહેલી વિલક્ષણતાને પારખી શકે છે, અર્થાત્ જ્ઞાનીપણા સિવાય બીજું કાંઈ-સંયોગ લક્ષી જોવું નથી. તેવી રીતે ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા/ ભાવના હોવી આવશ્યક છે. ભાવ જ્ઞાનીપણું જણાય તેવા ત્રણ બાહ્ય સાધન, જે જ્ઞાનીપુરુષના સંયોગમાં છે, તેમાં મુખ્ય તેમની વાણી, મુદ્રા, અને નેત્ર દ્વારા તેમના ભાવો જણાય છે, તેમાં પ્રથમ વાણી દ્વારા ઓળખાણ થયા બાદ, મુદ્રા અને નેત્ર દ્વારા તેમનો ઉપશમભાવ ગ્રહણ થઈ શકવા યોગ્ય છે
૧. સત્પુરુષની વાણી અને ચેષ્ટા વડે દેહાદિથી ભિન્નપણું, અને સ્વરૂપ ચૈતન્યમાં આત્માપણું વ્યક્ત થતું લક્ષણ છે.
૨. પદાર્થ દર્શન હોવાને લીધે, વિરૂદ્ધ ધર્મયુક્ત પદાર્થનું નિરૂપણ અવિરોધપણે વ્યક્ત થાય
છે.
૩. વાણીમાં અકષાય સ્વભાવ ઉપરની ભીંસથી નીકળતી વાણી, અંતર્મુખી પુરુષાર્થની ઝલકવાળી