________________
અનુભવ સંજીવની
હોય છે.
૪. દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાને લીધે, અનુભવ ઉત્સાહ દશા વ્યક્ત થાય છે. ૫. આત્મરસથી સરાબોર વાણી આવે છે.
૬. સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું સૂક્ષ્મ રહસ્ય અર્થાત્ અનુભવ–વિધિનું રહસ્ય દ્વારા તત્સંબંધી મૂંઝવણનો ઉકેલ થવાથી તે લક્ષણનું ગ્રહણ થાય છે.
૭. નિજ સ્વરૂપની સર્વસ્વપણે ઉપાદેયતાનો આંતરધ્વનિ વાણીમાં રહેલો હોય છે.
૮. (પોતાના સ્વરૂપનું)ભાન સહિતપણું હોવાથી આત્મજાગૃતિ સુચક વાચનો, શ્રવણના કરનારને જાગૃતિમાં નિમિત્ત થાય છે.
૯. સ્વરૂપની પ્રયત્નતા, પ્રત્યક્ષ હોવાથી, આશય ભેદ વાણીમાં ઉત્પન્ન થાય છે. તેવો આશય પરોક્ષ વિચારથી ઉત્પન્ન વાણીમાં આવી શકતો નથી.
૧૦. સ્વરૂપ સુખની નિરાકૂળતાથી ઉત્પન્ન પરિતોષપણું, મુક્તપણું જ્ઞાનદશાને પ્રદર્શિત કરે છે.
૨૦૧
-
૧૧. મુખ્ય-ગૌણતા પ્રકરણ અનુસાર થવા છતાં, સંતુલન ગુમાવ્યા વિના, અનેકાંતિક વલણયુક્તપણું માત્ર જ્ઞાનદશામાં જ વર્તે છે.
૧૨. અલૌકિક સરળતાયુક્ત વ્યવહાર.
૧૩. સમ્યાનની મધ્યસ્થતાને લીધે નિષ્પક્ષપણું, ઈષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિનો અભાવ, સમતોલપણું-સમપણું.
-
૧૪. અંતરંગ નિસ્પૃહપણું – પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન - આધાર હોવાથી. ૧૫. નિર્ભયતા અવ્યાબાધ, શાશ્વત સ્વરૂપની પ્રતીતિ ભાવને લીધે.
-
-
૧૬. વર્તમાન ઉદયમાં, ઉદય-પ્રવૃત્તિથી પ્રાપ્ત ફળમાં ઉદાસીનપણું - નીરસપણું - નિઃસાર છે, તેમ લાગતું હોવાથી, કાર્યોમાં અસાવધાની, વિષયોમાં અપ્રયત્નદશા શાતાભાવ.
૧૭. નિષ્કામભાવે પરમ કારુણ્યવૃત્તિ, સર્વ જીવો પ્રત્યે પરમાર્થની પ્રાપ્તિ થવારૂપ ભાવના. ૧૮. બાહ્યાસ્યંતર નિગ્રંથ દશાની ભાવના, અચલિતપણે સ્વરૂપ સ્થિતિની ચાહના.
૧૯. લોકદષ્ટિ / લોકસંજ્ઞાના અભાવને લીધે નિર્માનતા અર્થાત્ માન-અપમાનની કલ્પનાનો અભાવ. પોતાની ગુરુતાને દબાવનાર.
૨૦. પવિત્રતા - નિર્વિકારતાના પ્રેમને લીધે ગુણ પ્રમોદપણું.
૨૧. કર્મ
નોકર્મરૂપ સમસ્ત પરનું માત્ર જ્ઞાતાપણું સાક્ષીભાવે, તે જ્ઞાનીનું લક્ષણ છે.
(૭૩૨)