________________
અનુભવ સંજીવની
૧૯૭
મહત્વ પણ નથી, પરંતુ સહજ ઉદાસીન છે; તેમનું સાતિશય ગાંભીર્ય પરમ આશ્ચર્યકારી છે.
(૭૨૧)
સહજ પુરુષાર્થ પ્રગટ થાય તે કઈ રીતે બને ? (પુરુષાર્થ કરવાના વિકલ્પમાં કર્તાપણું થાય છે, તેવી સમજપૂર્વક આ પ્રશ્ન છે.)
સમાધાન :- સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે (તે વિકલ્પનો વિષય નથી.) તેથી સ્વસન્મુખ થઈને, સ્વયંના પ્રત્યક્ષપણાને ગ્રહણ કરવું - તન્મયભાવે અથવા ભાવમાં સ્વરૂપની પ્રૠતાને અવલોકતાં, પ્રત્યક્ષ વેદનમાં નિજાવલંબનનું બળ સહજ આવી જાય છે સ્વરૂપની મહાનતા પ્રત્યક્ષ થતાં, વીર્યનો ઉછાળો આવી જાય છે. સુખ નિધાનને દેખતાં જ તેમાં લીન થવાનું – થંભી જવાનું સહજ આવેગ સહિત થાય, અત્યંત આત્મરસથી થાય. તે પુરુષાર્થનું સ્વરૂપ છે. પોતાનો કેવળીસ્વરૂપ રૂપે/ ભાવે અનુભવ થતાં, અન્યત્ર સર્વમાંથી અહંમભાવ છૂટી જાય છે.
(૭૨૨)
આત્મામાં અનેક ધર્મ હોવાથી, અને પરિણામમાં પણ હિનાધિકપણું થતું હોવાથી, તે સંબંધીના વક્તવ્યમાં યથાર્થ જ્ઞાનપૂર્વક કહેનારને કાંઈપણ અપેક્ષા અને મર્યાદા હોય છે, તે યથાયોગ્યપણે સમજવી જોઈએ. તેમાં પણ ઉદ્દેશ્યની પ્રધાનતા છૂટવી ન જોઈએ, મૂળ પ્રયોજન સિદ્ધ થવાના ઉદ્દેશ્યપૂર્વક, અધ્યાત્મના સિદ્ધાંતો કહ્યાં હોય, ત્યાં અન્ય (આગમની) અપેક્ષા વચ્ચે વિચારતાં મૂળ ઉદ્દેશ્ય - રહસ્યની પ્રાપ્તિમાં તેવું અપેક્ષા જ્ઞાન / વિચાર બાધક થાય છે. તેથી ચારેય અનુયોગ સંબંધી અપેક્ષાઓથી પર, અધ્યાત્મ તત્ત્વ છે, તેમ જાણી, સ્વ આશ્રયની મુખ્યતા થવી, એવો ઉદ્દેશ્ય અધ્યાત્મ—વચનોમાં અવલોકન થવા યોગ્ય છે.
એ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે આ માર્ગ અનુભવ જ્ઞાનનો છે. તેથી માત્ર વિચારની ભૂમિકામાં સમ્મત કરીને અટકી જવાય, તે યોગ્ય નથી અથવા સમજણને જ્ઞાન પ્રાપ્તિ માની લેવી નહિ.
(૭૨૩)
વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા, પરમકરુણાશીલ મહાપુરુષનો યોગ પ્રાપ્ત થવો અતિશય દુર્લભ છે. તે મહાપુરુષના ગુણ અતિશયથી, સમ્યક્દશાથી સમાગમ પ્રાપ્ત, પાત્ર મુમુક્ષુજીવની વૃત્તિ સ્વરૂપ પ્રત્યે વળે છે. શુદ્ધ વૃત્તિમાન અર્થાત્ શુકલ અંતઃકરણથી આત્મહિતના કામી મુમુક્ષુને તે પુરુષની અત્યંતરદશાની પરીક્ષા થઈ, પ્રતીતિ આવે છે, ત્યારે પરમ વિનયની પ્રાપ્તિ થાય છે; અને તે પુરુષનાં વચનો આગમ સ્વરૂપ ભાસે છે. પ્રત્યક્ષ વચન યોગ બળવાન ઉપકારી છે. પરંતુ તેવો પ્રત્યક્ષયોગ નિરંતર ન રહે તેથી, તેમના વચનોની અનુપ્રેક્ષા અર્થે શાસ્ત્ર સાધન છે. તો પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને તે ઉપકારી થાય છે; જેમણે પ્રત્યક્ષ સત્સંગ ઉપાસી શ્રુતનું રહસ્ય જાણ્યું હોય;