________________
૧૯૬
અનુભવ સંજીવની અંતર્મુખ થવાનો માર્ગ ઉપાય, વાસ્તવમાં અતિ સૂક્ષ્મ અને રહસ્યભૂત છે, બહુભાગ વચન અગોચર છે. અતિ અલ્પમાત્રામાં જે વચનગોચર છે, તે દ્વારા અનુભવી પુરુષ, વચન ઉપરાંત ચેષ્ટા દ્વારા સમજાવે તોપણ તથારૂપ પાત્રતા અપેક્ષિત પાત્ર જીવને સમજમાં આવે, તો પ્રયોગ વડે આગળ વધી શકે. તો પછી નિરાશ્રયપણે અનાદિ અજાણ એવી આ લોકોત્તર કળાને જીવ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, તે પ્રત્યક્ષ સમજી શકાય તેમ છે. તેમ છતાં જે સ્વચ્છેદે પ્રયત્ન કરે . સદ્ગુરુ આશ્રય વિના, તે પ્રાયઃ પરિભ્રમણ વૃદ્ધિનું કારણ થવા સંભવ છે. આ કારણથી શ્રીગુરુનું ખાસ મહત્વ દર્શાવેલ છે.
(૭૧૮)
7 ગ્રંથ ગ્રંથોમાં શ્રીગુરુનું અતીવ મહત્વ ગાયું છે, તે યથાર્થ જ છે. કારણકે તે ભવરોગથી બચાવે છે. અનંત કરુણા કરીને બચાવે છે. તેથી સર્વદોષ રહિત શ્રીગુરુ જેવા આ જગતમાં કોઈ ઉપકારી નથી. તેવું સમજનારની પ્રતીતિ સંપૂર્ણ આજ્ઞાકિતપણું ઉત્પન્ન કરાવે છે. જેમ શરીર રોગથી . રોગની વેદનાથી છૂટવા મથતો રોગી વેદ્યની સુચનાઓનું જરાપણ ઉલ્લંઘન કરતો નથી, તો જ ભયંકર રોગ / વેદના મટશે, તેવી પ્રતીતિ દ્વારા પરેજી પાળવી સહજ છે. તેમ અનંત પરિભ્રમણના દુઃખની વાસ્તવિકતા સમજાય તો સ્વપ્નમાં પણ ગુરુ-આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પરંતુ મુક્તિનું કારણ જાણી ભક્તિ થાય, તો સ્વચ્છેદથી સહજ બચી જવાય, નહિ તો જીવનો સ્વછંદ રોકાય નહિ તેમ જાણવા યોગ્ય છે.
(૭૧૯)
સ્વરૂપ પ્રાપ્તિની રૂડી ભાવના જ્ઞાનને નિર્મળ કરે છે. મતિ મલિનતાને ગાળે છે, વક્રતાને મટાડે છે. પરિણામે પરમાત્મા સધાય છે, તેવો વિવેક ઉપજે છે, ત્યારે દ્રવ્ય કૃતનું સમ્યક અવગાહન થાય છે. સર્વ શ્રુતનું કેન્દ્રસ્થાન સર્વોત્કૃષ્ટ એવું પરમપદ છે. તે નિજપદ છે. તેમાં અનંત ચૈતન્ય – અમૃતરસ ભર્યો છે તેનાં સ્વસ્વાદરસરૂપ અનુભવને સ્વઆચરણ - સ્વરૂપ વિશ્રામ, સામ્યભાવરૂપ ધર્મ કહેલ છે. તે નિજ કલ્યાણથી તૃપ્તિ થાય છે, તે સુખરૂપ છે અને અનંત સુખનું મૂળ છે પછી ચપણ દુઃખ રહેતું નથી. તે સર્વનું મૂળ ભાવના છે કોઈપણ જીવ કોઈપણ કાળે તે ભાવનામાં આવી શકે છે. ભાવનાનું મહત્વ સમજાય તો સ્વ-પરની ભાવના વિરુદ્ધતા ન થાય. (૭૨૦)
એપ્રિલ - ૧૯૯૧ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ જેમાં સમાય છે, તેનાથી સમૃદ્ધ શુદ્ધોપયોગ છે, તેમ અંતર્દષ્ટિથી સમજાય છે. લબ્ધિ પ્રગટ થવા ન થવાનું તેમાં ગૌણ છે. બાહ્યદૃષ્ટિવાનને માત્ર પ્રગટ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિનું મહત્વ ભાસે છે પરંતુ અંતર્દૃષ્ટિ વડે પ્રત્યેક ધર્માત્માનું મહત્વ-મહાનતા સમજવા યોગ્ય છે જેમને શુદ્ધોપયોગમાં ઉક્ત સામર્થ્ય પ્રાપ્ત (થવા) છતાં, તેનો ગર્વ કે ગારવ નથી, અરે ! તેનું