________________
અનુભવ સંજીવની
૧૯૫ / અનંત સંસારના ક્ષય કરવાવાળો, અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરાવવાવાળો, શ્રી તીર્થંકરદેવથી પ્રવાહિત સદોપદેશની પ્રાપ્તિ થઈ, સમજણ થઈ, તો તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો ઘટે. જો જીવનમાં ઉતારવાનો પ્રયાસ ન થાય તો તેનું મૂલ્યાંકન થયું નહિ પરંતુ ઉપેક્ષા થઈ, તેથી પરમોત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો, ઉપેક્ષા થઈ. મોહને લીધે આવો અપરાધ થવાથી, તે ઉપદેશની ધારણા અલ્પકાળમાં નાશ પામી જશે. તેથી પરમ ગંભીરતા પૂર્વક, ઉપદેશનો જેને યોગ થયો છે, તેણે અપૂર્વભાવે, અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે ફરી ફરીને આવી તક સાંપડતી નથી. મોહવશ જીવ પ્રયત્ન કરવાનું ભૂલે છે. પરંતુ આ પ્રમાદ (પ્રયત્ન ચાલુ ન થવો) જીવના અવિચારીપણાની પ્રસિદ્ધિ છે. તેથી હે ભવ્ય ! જાગૃત થા ! જાગૃત થા !! (૭૧૫)
જ્ઞાનમાં સકળ શેય પ્રતિભાસે તો જ્ઞાન નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. તે નિર્મળતાને દર્શાવવા પરણેયથી કહેવું પડે, તેવી પરની અપેક્ષાથી કથન હોવાથી, તે ઉપચાર સંજ્ઞા થઈ, પરંતુ વસ્તુની શક્તિ તો ખરેખર છે. વસ્તુ-શક્તિ ઉપચાર કેમ હોય ? વ્યવહાર કથન પરને લીધે થયું. શક્તિ તો વસ્તુનું નિશ્ચય સ્વરૂપ છે, સહજ શુદ્ધભાવરૂપ છે. ૪૭ શક્તિમાં સ્વચ્છત્વ શક્તિનું સ્વરૂપ
અમૂર્તિક આત્મ-પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે.” એવી પરિભાષાથી કહેલ છે.
પરંતુ જ્ઞાન પરનું વેલ્ક નથી તેથી કેવળ સ્વસંવેદક છે. પરંતુ તેમજ પરનું જ્ઞાયક નથી, તેમ માનતા મહાદોષ થાય. કારણ સ્વની સ્થાપના પરનાં સ્થાપન વિના થઈ શકે નહિ. જો પરની સ્થાપનાની અપેક્ષા જ ન લેવામાં આવે તો સ્વનું સ્થાપન પણ થઈ શકે નહિ. (૭૧૬)
Vશાસ્ત્ર વાંચન અને શ્રવણના નિમિત્તથી તત્ત્વ અભ્યાસ કરનાર મુમુક્ષુ પ્રાયઃ બુદ્ધિગમ્ય વિષયોને વિચારતાં વિચારતાં જ આત્મ સ્વરૂપનો નિર્ણય કરે છે. જેમ ભૌતિક પદાર્થના વિજ્ઞાનને સમજી તેનો નિર્ણય કરે છે, તેમ જ આત્મસ્વરૂપ સંબંધી, દ્રવ્ય, ગુણ, પર્યાય, ધર્મ વગેરે વિચારી, નિર્ણય કરે છે, પરંતુ આત્મસ્વરૂપ મનાતીત અને વિકલ્પાતીત છે, તેમ જાણવા મળે છે, અને તે સંમત કરવા છતાં પણ, તે સ્વરૂપનો માનસિક નિર્ણય થાય, જે ખરેખર તો એક કલ્પના છે.) તેને યથાર્થ નિર્ણય સમજી બેસે છે. પરંતુ જ્યારે એવા નિર્ણયથી બીજા પ્રકારે કોઈ અનુભવી પુરુષની વાણી સામે આવે છે ત્યારે તેમનું કથન માન્ય થતું નથી, અથવા સમજાતું નથી. અને તે મૂંઝવણનું વા વિરોધનું નિમિત્ત બને છે. તેથી સ્વરૂપ નિર્ણય કરવાની આવી પદ્ધતિ યથાર્થ નહિ હોવાથી અનુભવ પદ્ધતિ વડે, જ્ઞાન લક્ષણ દ્વારા, સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ થાય તે પ્રકારે નિર્ણય કરવો જોઈએ, અને તે પહેલાં નિર્ણય કરવાને બદલે, મુમુક્ષુ જીવે જિજ્ઞાસામાં રહેવું સારું છે. અન્યથા સૂક્ષ્મ ગૃહિત મિથ્યાત્વમાં પ્રવેશ થઈ જાય છે, અને આગળ જતાં જ્ઞાનની સ્કૂળતા વધી જાય છે. (૭૧૭)