________________
૨૬૬
અનુભવ સંજીવની - ૨. અભિપ્રાયપૂર્વકનો દોષ અક્ષમ્ય છે, નહિ તો ક્ષમ્ય છે.
- ૩. અભિપ્રાયમાં જ્યાં સ્વભાવની અધિકતા થઈ, (ઓળખાણ થવાથી) ત્યાં અન્ય પદાર્થ પ્રત્યેના વિકલ્પ | પરિણામ વિરામ પામવા સહજ છે, કારણ કે પરની અધિકતા છૂટી જાય છે.
(૫૬)
જે જે બાહ્ય સાધનરૂપ નિમિત્તો છે, તે પ્રતિ (સત્સંગ, શાસ્ત્ર અધ્યયન) ની પ્રવૃત્તિ કરતાં, તેમજ અંતરંગ સાધનરૂપ પરિણામોની મુખ્યતા થવાથી, સાધન પોતાના સ્વસ્થાનમાં સાધનરૂપે રહેતું નથી, પરંતુ તે સાધ્યના સ્થાનમાં આવી જાય છે, તેથી સાધ્ય છૂટી જાય છે. . આ સાધનનો વિપર્યાસ છે. સાધ્યના લક્ષે સાધન ગૌણ રહેવું ઘટે છે.
(૯૫૭)
સ્વાનુભવ વિના, શાસ્ત્રની અનુભવના ઊંડાણની વાત ખ્યાલમાં આવે નહિ. તે ઊંડાણની જિજ્ઞાસા રહેવી ઘટે, મુમુક્ષુ જો તેવી જિજ્ઞાસા છોડીને, માત્ર અપેક્ષાઓ સમજી લ્ય, તો તેમાં ધારણામાં ફસાઈ જવાનું થાય, તે માટે જાગૃત રહેવું ઘટે. તેથી અનુભવી મહાત્માઓના શાસ્ત્ર - પ્રવચનો, અનુભવના ઊંડાણમાં જવા અર્થે ઉપકારી જાણી, તે દૃષ્ટિએ અવગાહન કરવા યોગ્ય છે. પાત્રતા / યોગ્યતા અનુસાર ઊંડાણમાં જઈ શકાય છે.
(૯૫૮)
વર્તમાન પરિણામ ઉપરની દૃષ્ટિ જૂઠી છે . પૂ. સોગાનીજી-૩૫૮) વર્તમાન પરિણામ જેવો / જેટલો હું એવી શ્રદ્ધા તે જૂઠી શ્રદ્ધા છે. કારણકે ખરેખર પોતે તેવો નથી, તેટલો જ નથી, ક્ષણિક નથી, અપૂર્ણ નથી.
સત્યદૃષ્ટિએ પોતે પૂર્ણ અને કૃતકૃત્ય ત્રિકાળ હોવાથી, કરુ-કરુ ની આકુળતા અને અભિપ્રાય મટે છે.
(૯૫૯)
પર્યાયદૃષ્ટિને લીધે પરિણામ ઉપર પક્કડ રહે છે. જે સ્વરૂપની અનંત અગાધ શક્તિને ભૂલવાનું કારણ છે. તેથી પરિણામમાત્રને ગૌણ કરીને સ્વરૂપને સંભાળવું ઘટે છે. શક્તિને ભૂલવાથી દીનતા આવે છે અને તે આગળ વધીને સંયોગોની અપેક્ષાવૃત્તિ જન્માવી સમસ્ત સંસારને ઉત્પન્ન કરે છે. તેથી સમસ્ત સંસારનું મૂળ પર્યાયદૃષ્ટિ જ છે.
(૯૬૦)
જૂન - ૧૯૯૨ ‘મિથ્યાત્વમાં દિશાભ્રમરૂપ છે . આ દિશાની પ્રધાનતાથી મિથ્યાત્વનો ઉલ્લેખ છે. (શ્રીમદ્ ૭૬૮).