________________
અનુભવ સંજીવની
૬. વાણી અને ચેષ્ટામાં કૃત્રિમ હાવભાવ કરવા ન ઘટે.
૭. જે વાત કરે, તેમાં નિઃશંક હોય તે જ કરે. પોતે શંકામાં હોય, તેનું નિરૂપણ ન કરે.
૮. જે વિષયથી પોતે અજાણ હોય, તેનો સરળતાથી સ્વીકાર કરે
અજાણપણાનો.
૯. કદીપણ આત્મશ્લાઘા કે પરનિંદા ન કરે,
૧૦. પરંતુ આત્મહિતનો તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિકોણ રાખવો, જેથી અનેક પ્રકારનાં સંભવિત દોષો આપોઆપ સહજપણે જ નહિ થાય.
૧૧. કોઈ ઉપર આક્ષેપ ન કરવો.
૧૨. કોઈ ખાસ વ્યકિતને લક્ષમાં રાખીને વાંચન ન કરવું કોઈની ઈર્ષ્યા-નિંદા, હાંસી ન કરવા, કોઈની ગુપ્ત વાત ખુલ્લી ન કરવી.
૧૩. શાંતિ–પ્રેમભાવથી ચુત ન થવું.
૧૪. પોતાની દશા દેખી નિરૂપીત ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તેમ પોતે અંગીકાર
કરવો.
૧૫. શ્રોતાના મનોરંજન કરવાનો પ્રકાર હોવો ન ઘટે.
૧૦૩
(૩૮૨)
જેને સંસારનો છેદ કરવાનો ઉપાય જાણવા ન મળ્યો હોય, તે તો તેવો ઉપાય ન કરેન કરી શકે અને અન્ય સંસારિક કાર્યોનો ઉદ્યમ કર્યા કરે, પરંતુ અલૌકિક પુણ્યયોગે, જેને સંસારનો છેદ કરવાના ઉપાયનો શ્રીગુરુથી બોધ પ્રાપ્ત થાય, તો બુદ્ધિમાન પુરુષે વિના વિલંબે, તત્ સંબંધી પુરુષાર્થ કરવો ઉચિત છે; અન્ય કાર્યોમાં વ્યસ્ત રહી પ્રમાદ કરવો ઉચિત નથી. (૩૮૩)
જેમ અજ્ઞાનદશામાં, વિશેષ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થવાથી, જ્ઞેય પદાર્થમાં એકત્વ અથવા જ્ઞેયનો આશ્રય અનિવાર્યપણે થઈ જાય છે, તેમ જ્ઞાનદશામાં સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ થતાં સહજપણે સામાન્ય સ્વભાવનું ગ્રહણ-આશ્રય થઈ જાય છે, કારણ કે જેનો આશ્રય થઈ જાય છે, તેનું તે કાળે લક્ષ હોય છે. આમ જ્ઞાનથી જ સ્વ-પર પદાર્થનું ગ્રહણ છે.
(૩૮૪)
-
*
જ્ઞાનની બે મુખ્ય વિશેષતા છે એક સ્વ-પરનું પ્રકાશવું, બીજું માત્ર સ્વ’ નું વેદવું. જેમ સ્વરૂપ પ્રકાશન (સ્વરૂપ ગ્રહણ) કાળે, સ્વરૂપ અનુભવ છે, તેમ પરપ્રકાશનકાળે પરનું વેદન નથી અને નિજ-વેદનનો ત્યાગ નથી; તો પણ પર-વેદનના અધ્યાસ કાળે, ભેદજ્ઞાનના અભાવને લીધે, વેદકતા અધ્યાસિત પરિણામમાં રોકાઈ જવાથી અધ્યાસિત ભાવે પર વેદાય છે', તેવો મિથ્યાભાસ રહે છે જે સ્વ-સંવેદનને તિરોભૂત કરે છે, વા પ્રગટ થવા દેતું નથી; તેથી જ્ઞાન સામાન્યમાં વેદન / અનુભવનો દ્રષ્ટિકોણ સાધ્ય કરી, સ્વરૂપ ગ્રહણ કરવું. (૩૮૫)