________________
૧૦૪
અનુભવ સંજીવની V બહારમાં સર્વ દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે ભિન્ન છું, તેથી કોઈ પર' ની ચિંતા-ભય આદિ કોઈ પરિણામને શું અવકાશ છે ?
આ અંતરમાં, હું પોતે અતિશય પ્રકાશમાન પરમ ચૈતન્ય જયોતિ, શાશ્વત, પૂર્ણ આનંદાદિ સર્વગુણ સંપન્ન છું. જે સ્વસંવેદન વડે ગ્રહણ થાવ છું. (ભેદજ્ઞાન પૂર્વક). ૩ શાંતિ (૩૮૬)
જેના હૃદયમાં ગણધરદેવ જેવો મહાવિવેક પ્રગટ થયો છે, જે આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વનો નાશ કરે છે, જે પોતાના જ્ઞાન, સુખ, સમ્યકત્વ આદિ સ્વભાવને ધારણ કરે છે, જે સ્વ-પર તત્ત્વનો વિભાગ કરી, નિર્મળ જ્ઞાનનો પ્રકાશ કરે છે અને આત્મબળ વધારવાનો પ્રયત્ન) પુરુષાર્થ કરે છે, તે–તેવો સમકિતી ભવ સમુદ્રથી પાર થાય છે; બીજાને પાર થવામાં કારણ થાય છે.
(૩૮૭)
અપૂર્વ અતિશય આત્મરસપૂર્વક ઉત્પન્ન ભાવશ્રુતજ્ઞાનના સદ્ભાવથી, અભેદ સ્વરૂપજ્ઞાન પરથી અત્યંત વિરક્ત હોવાથી, તેમાં પરદ્રવ્યને ‘હું પણે અનુભવ કરવાની યોગ્યતા’ નો નાશ થઈ જવાથી, ધર્માત્મા ઉદયને વેદતા નથી. આવું ધર્મીનું અંતરંગ વંદનીય છે. પરમાત્મપદ પ્રત્યે જેનો વર્ષોલ્લાસ ગતિમાન છે, તે અવશ્ય અલ્પકાળમાં પરમાત્મદશાને પહોંચશે, તેમ થવામાં તેમના સહાયક (આધાર) પણ પરમાત્મા જ છે. તેથી સંદેહનો અવકાશ કેમ રહે?
(૩૮૮)
સ્વરૂપપ્રાપ્તિની ભાવના જેને થઈ છે, તે આત્માર્થી જીવ સંસારથી ભયભીત છે, અને આત્માનુભવને અતિશય દુર્લભ અમૃત-પાન જાણી, તેના પુરુષાર્થમાં સાવધાન થાય છે, અને સ્વીકાર્ય/ પ્રયોજનનું જરાય વિસ્મરણ થવા દેતા નથી. તેથી કયાંય અટકતા નથી. પોતાના મહાન ધ્યેય માટે કટીબદ્ધ થઈ જાય છે, તેવા આત્માર્થી આ કાળમાં ધન્ય છે ! સપુરુષની કૃપાદૃષ્ટિ ને તે પ્રાપ્ત થયા છે.
(૩૮૯)
| સર્વને બાદ કરતાં સર્વ શૈયાકારોને, જે અબાધ્ય અનુભવ રહે, તે આત્મા છે- ભગવાન આત્મા છે. આમ પોતે અનુભૂતિ સ્વરૂપ છે, પ્રગટ છે, અત્યંત પ્રગટ છે કેમકે સ્વસંવેદન પ્રગટપણે અનુભવાય છે. અંતરમાં સર્વ પ્રદેશ અનંત અમૃત ભરેલું છે. પોતે અમૃતકુંભ છે. હે જીવ ! આ અમૃત સરોવરને છલકાવ !!
(૩૯૭)
દઢ મોક્ષેચ્છા, એ રૂપ જે પાત્રતા, તે આવ્યા વિના જીવની પ્રવૃત્તિમાં, સમજણમાં યથાર્થતાયથાર્થ દૃષ્ટિકોણ પ્રાપ્ત થતો નથી; અને તે થયા વિના આગળની કોઈ વાતની અપેક્ષા રાખવામાં