________________
અનુભવ સંજીવની
૧૦૫
આવે તો તે વ્યર્થ જ છે. એમ પ્રથમ ખચીત નિશ્ચય આવ્યા વિના સત્ પ્રાપ્તિ માટે કાલ્પનીક ઉપાય જીવ કરવા લાગે છે. અનંત કાળમાં, અનંત ઉપાયો કર્યા, પરંતુ મૂળમાં / પાયામાં જે કરવા યોગ્ય હતું, તે વિના જ આગળની વાતો - તત્ત્વાભ્યાસ વગેરે કરતાં, માર્ગને બદલે ઉન્માર્ગ જ સધાયો. તેથી ઉપરનો કહેલો / આપેલો પુરુષનો મંત્ર' સમજી, તેનું મૂલ્ય થવું ઘટે છે.
ઉપરોક્ત પાત્રતાવાન જીવ સજીવનમૂર્તિ-સપુરુષને શોધે છે, અથવા ઓળખે છે, કે જેના વચનના બળે જીવ નિર્વાણમાર્ગને પામે છે.
(૩૯૧)
જેણે અંતરંગમાં અલોકિક, અદ્ભુત, સાક્ષાત, મૂર્તિમંત નિજ સિદ્ધપદને જોયું, તેને જગતના રમ્ય (?) પદાર્થો પ્રિય લાગતા નથી. પદાર્થો મોહક લાગતા નથી. કારણ કે તે ભવ્ય-જીવનું હૃદય સિદ્ધ-સ્વરૂપના રસથી ભરાઈ ગયું છે, તેને સમસ્ત જગત તૃણવત્ છે. સંયોગમાં શરીર છે, તેને ખાલી ખોખુ જાણે છે. ઉદયીકભાવ આવી પડેલી ઉપાધિ, નેત્ર પાસે ઉકરડો ઉપડાવવા જેવો બોજો થઈ પડે છે. તેથી તેમાં આત્મભાવે રસ કેમ આવે ? તે તો આત્મારામમાં નિજ રસથી રમી રહેવા ચાહે છે, ધન્ય છે તેઓને !
(૩૯૨)
છે ! આત્મદેવ ! સ્વયંના જ્ઞાન બાગમાં રમો, ક્રિડા કરો વા કરોઅન્યથી શું પ્રયોજન છે? અલૌકિક ગુણ-વૈભવનું અચિંત્ય રમણીય ધામ ! અદ્વિતીય પરમ પદાર્થ જયવંત વર્તા! જયવંત વર્તે !! તે (પદાર્થ) - પદના દર્શાવનારા સદ્ગુરુ, નિષ્કારણ કરુણામૂર્તિ સપુરુષ-પરમ પુરુષદિવ્યમૂર્તિ પરમાત્મા જયવંત વર્તો ! ત્રિકાળ જયવંત વર્તો !
(૩૯૩)
ઑક્ટોબર-૧૯૮૯ આંશિક સ્વસંવેદન, પૂર્ણ સ્વસંવેદનના અંગભૂત છે, એક જ જાતનું છે. આ જ્ઞાનથી જ્ઞાનનું વેદન તે આત્માનુભવ છે. તેમાં–જ્ઞાનવેદનમાં આત્મા વેદ્યો જાય છે; વેદાઈ રહ્યો છે. આ સાધક અવસ્થામાં મોક્ષમાર્ગ છે, અને આ જ સિદ્ધ અવસ્થામાં મોક્ષ છે. અહીં કેવળ સ્વરૂપનું જ વેદન છે. તેથી સંક્ષેપમાં તેનો “જ્ઞાનમાત્ર થી વ્યપદેશ છે.
(૩૯૪)
જેમાં સુખ નથી, એવા પુલ પર્યાયોમાં, જીવને મિથ્યા કલ્પનાથી સુખાભિલાષા થાય છે, તે વ્યર્થ ફુરણા કેવળ દુઃખરૂપ જ છે. આ શું જીવને ઉન્મત્ત અવસ્થાની પ્રાપ્તિ નથી ? આ અનાદિ ભ્રાંતિ ટાળવા, વાસ્તવિક વસ્તુ સ્વરૂપ અવલોકવું અર્થાત્ જડનું સુખ રહિતપણું અને જીવનું જ્ઞાનમાત્ર પણું, અવલોકતાં ભ્રાંતિનો વિલય થાય.
(૩૫)