________________
૧૦૬
અનુભવ સંજીવની જીવ જડની પ્રીતિ કરે, તો અવશ્ય દંડ ભોગવવો પડે છે. જો કે જડ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું નથી, તેમજ જડ પરમાણુ જીવને કાંઈ આમંત્રણ પણ આપતું નથી . આમ.) જીવના દંડ માટે જડ તો ખરેખર નિર્દોષ છે, તો પણ તેનો સંગ કરવા યોગ્ય નથી, તો પછી જે જીવો સ્વયં અપરાધી થઈ વર્તે છે, તેઓનો સંગ (કુસંગ) કરતાં જીવને અતિશય દંડ ભોગવવો પડે, તો તેમાં શું આશ્ચર્ય છે ? અર્થાત્ કુસંગથી અત્યંત સવાધાન રહી, પ્રવર્તવા યોગ્ય છે.
(૩૯૬)
ધર્માત્માની કથન શૈલીમાં આંતર-ધ્વનિ એવો હોય છે કે જીવ સ્વરૂપ બોધને અંગીકાર કરે *વા અવધારણ કરે. મુમુક્ષુજીવ પણ તથારૂપ અવધારવા પ્રયત્નશીલ રહે; પરંતુ એમ ન કરે કે સમજણ અને રકૃતિની મર્યાદામાં રહેતાં, તેનું અંગીકાર કરવાનું લક્ષ ન રહે; નહિ તો સમજણ, (કહેવા ધારેલો) વિષયની, અનુરૂપ થવા છતાં, અયથાર્થતા રહી જાય છે, જેનો ખ્યાલ, સમજનારને પોતાને રહેતો નથી. કારણ કે શેયને જાણવાની ક્ષયોપશમશકિત બન્નેની યથાર્થતા અને અયથાર્થતાવાળાની સરખી જ હોય છે. યથાર્થતા હોય તે હિત સાધવા લાગે છે, જ્યારે અયથાર્થતાવાળો માત્ર બુદ્ધિમાં ઘડ બેસાડે, સમજાયાથી સંતુષ્ટ થાય અને હિત સાધવામાં પ્રયત્ન શૂન્ય રહે. (૩૯૭)
સ્વ-સન્મુખતા, સ્વભાવ સન્મુખતામાં સમ્યકત્વ છે, તે અમૃત છે. સ્વભાવથી વિમુખતામાં રહી, કરેલાં સુકૃત પણ ઝેર સહિતના દૂધ જેવાં છે, પછી તે જ્ઞાન, તપશ્ચરણ, ધ્યાન, વ્રત, દાન, ઉપશમ (શાંતતા) વગેરે ગમે તે ન હોય ! પર્યાય મૂઢતાને લીધે તેનો મદ (અહંભાવ) નિવારી શકાશે નહિ.
(૩૯૮)
જેને સ્વરૂપ જ્ઞાન થયું છે, તેવા જ્ઞાની પુરુષને દ્રવ્યદૃષ્ટિને લીધે, ઊંચ-નીચ, માન-અપમાનની કલ્પના - (જેવી અજ્ઞાનદશામાં થાય છે તે નાશ પામી જાય છે. તેથી ગુણની દૃષ્ટિવાન એવા તે ધર્માત્માઓને ગુણ પ્રત્યે એટલે કે ગુણવાન પ્રત્યે પરમ આદર ભાવ રહે છે. જે અભિપ્રાયને લીધે ગુરુ-શિષ્યનો બાહ્ય સંબંધ ગૌણ થઈ, નીચેના ગુણસ્થાનનું લક્ષ ગૌણ થઈ, વંદન / નમસ્કાર કરવામાં આવે છે. તેવા પ્રસંગે, બાહ્ય દૃષ્ટિવાન જીવને વિકલ્પ થાય છે, પરંતુ અંતર્દૃષ્ટિથી વિચારતાં, કોઈ વિકલ્પ થવા યોગ્ય નથી. તેવી અલૌકિક, અદ્ભુતદશા-માન-અપમાનના લંદ રહિત- મોક્ષમાર્ગમાં ચાલનાર મહાત્માની હોય છે. આ બાબત, પરમાગમોમાં પ્રસિદ્ધ છે, કે નિગ્રંથ ભાવલિંગી સંતોએ સમ્યક દૃષ્ટિની ગુણ-પ્રશંસા કરી છે, શ્રીમદ્જીએ પૂ. સૌભાગ્યભાઈને, અને પૂ. ગુરુદેવે શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીને નમસ્કાર કહ્યા છે. તેનું અંતર રહસ્ય સમજી, મુમુક્ષુ જીવે, આ મનુષ્યપર્યાયમાં મુખ્ય પ્રતિબંધરૂપ “માન કષાયને સમ્યક પ્રકારે નિવારવા યોગ્ય છે. (૩૯૯)