________________
૧૦૨
અનુભવ સંજીવની થાય છે. અહીંથી ગુણ પ્રગટવાનો અવકાશ થાય છે.
(૩૮૦)
- કોઈપણ સિદ્ધાંતનું યથાર્થપણે ગ્રહણ થાય તો જ પ્રયોજન–આત્મહિત સધાય; નહિ તો અનર્થ ઉપજે. અનાદિના મતિ-વિપર્યાસને લીધે, મુમુક્ષુની ભૂમિકા અતિ નાજુક હોવાથી માથે પુરુષ (તેથી જ) પરમ ઉપકારી મનાયા છે. પૂર્ણ નિર્દોષતાના ધ્યેય વિના, ઉપદેશ–વચનોની મર્યાદા સમજાતી નથી. તેથી જે તે વચન ઉપર (દેવો જોઈએ તે કરતાં ઓછો અથવા વધુ ભાર દેવાય છે જે અહિત થવાનું . અયથાર્થ ગ્રહણરૂપ કારણ બને છે. દા. ત. કૃપાળુદેવ શ્રીમદ્જીએ મત-મંડનખંડનમાં ન પડતાં, માધ્યસ્થભાવે રહી, તત્ત્વનું ગ્રહણ ગમે ત્યાંથી (!) કરવા બોધ્યું – તો તેની મર્યાદા ન સમજાઈ, તેથી પરમાર્થ માર્ગરૂપ જિનમત ત્રણે કાળે એક જ પ્રકારે છે, તે ગૌણ થઈ જવાથી, અન્ય મતનો સ્વીકાર, કુળધર્મના મમત્વ આદિ કારણથી ન છૂટવાને લીધે થવા લાગ્યો અને પરમ વીતરાગ દશા પ્રાપ્ત જિનેન્દ્ર (પ્રતિમા)ને શૃંગાર કરવા સંબંધિત વિવેક પણ ન રહ્યો.
બીજી બાજુ પૂ. ગુરુદેવશ્રીએ ગૃહિત મિથ્યાત્વથી જીવોને બચાવવા–એક દિગંબર મત જ સત્ય છે, તેવી સ્પષ્ટતા કરી, તો તત્ત્વને ન દેખીને, મત–મંડનખંડનની (મંડન-ખંડનનું દુષણ એ સંપ્રદાયબુદ્ધિની ઉપજ છે.) મુખ્યતા કરવામાં મુમુક્ષુ જીવને કેટલું જોખમ છે, તે વીસરાઈ ગયું, અને સપુરુષની (શ્રીમદ્જીની) મધ્યસ્થતાને શંકિત થઈ વિચારતાં જીવો અભક્તિના પરિણામ થઈ, સન્માર્ગથી અતિ દૂરવર્તી પરિણામમાં આવી ગયા છે
આવી વિદ્યમાન પરિસ્થિતિ, અનેક સિદ્ધાંતબોધ અને ઉપદેશબોધના વચનોમાંથી આવી પરિસ્થિતિ ઉપજે છે. જેથી પ્રત્યક્ષયોગનું મહત્વ વધુને વધુ આવતું જાય છે. પુરુષને માથે રાખવા સંબંધીનું કેટલું મહત્વ છે ? પ્રત્યક્ષયોગનું. તે માટે ફરી ફરી જાગૃત થવા પ્રેરે છે. (૩૮૧)
સપ્ટેમ્બર - ૧૯૮૯ / જિજ્ઞાસુ જીવો મળે શાસ્ત્ર સ્વાધ્યાય કાળે મુખ્યપણે પોતાનું લક્ષ આત્મલક્ષ હોવું યોગ્ય છે, તે આ પ્રકારે –
૧. ઉપદેશ વચનથી મુખ્યપણે પોતાના જીવને ઉપદેશ આપી અંતરમાં સંબોધવો.
૨. ભૂલ-દોષનું વર્ણન કરતાં, આ જીવે પોતે અનાદિથી આવા જ કારણોથી, માર્ગથી વંચિત રહેવા પામ્યો !
૩. જે માર્ગથી બીજાને છોડાવે, તેને પોતે કેમ સેવે ?
૪. જે વાત પોતાને સારી ન લાગે, લાગતી નથી, તે તમ-જિજ્ઞાસુને પણ નહિ જ રુચતી હોય, વિચારપૂર્વક માન્ય કરો.—વિ.
૫. પોતાના પ્રયોગ દ્વારા સમજાવે, અપરિણામી રહી ન બોલે (ઉપદેશ ન આપે)