________________
૬૪
અનુભવ સંજીવની રહેતું નથી. જેને ચિંતા નથી–તે જ ચિંતા નિરોધરૂપ ધ્યાનદશામાં આરૂઢ થઈ શકે અથવા ચિંતા વિનાના જીવને જ ઉપયોગ નિવૃત્ત થઈને ચૈતન્યસ્વરૂપમાં લાગે; કારણ કે નિર્વિકલ્પ સમાધિભાવને બાધક ઉપાધિ / ચિંતા છે, તે જતાં શિવપંથરૂપ સમાધિ સુગમ થાય.
ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ નિજસ્વરૂપમાં, બાહ્ય ઉપાધિથી મુક્ત થઈ, ઉપયોગ આવે. સ્વરૂપાકાર થાય ત્યાં નિજાનંદ ઊપજે. સ્વરૂપમાં પણ સમભાવ, તે સમાધિ છે, તે જ કલ્યાણ છે, નિજધર્મ
(૩૯) “ભાવશ્રુત-શ્રુતમાં સ્વરૂપ અનુભવકરણને કહ્યું દા.ત.) પરમાત્મા ઉપાદેય કહ્યો, તે જ રૂપ ભાવ તે ભાવશ્રુત રસ, તેને પી.” ૧ (શ્રતમાં સ્વરૂપ અર્થાત્ સ્વભાવનો અનુભર કરવો તેને ભાવશ્રુત કહેવું)
દ્રવ્યશ્રુતના વાગ્યનો અનુભવ કરવો, અર્થાત્ પરમાત્મા ઉપાદેય છે. તેવા દ્રવ્યશ્રત દ્વારા નિજ પરમાત્માની ઉપાદેયતા (અર્થાત્ નિજ પરમેશ્વર પદનો સાક્ષાત્ અનુભવ તે જ સમ્યક ઉપાદેયતા છે અથવા સ્વાનુભવકાળે પરમપદ ઉપાદેય થાય છે.) સાક્ષાત્ ઉપાદેયતા ભાવમાં થવી તે ભાવક્રુત છે. અર્થાત્ શ્રુતજ્ઞાનમાં અમેદસ્વરૂપનો સ્વભાવનો અનુભવ કરવો તે ભાવસૃત છે. જ્ઞાનમાં જ્ઞાનને સ્વપણે વેદવું, તે ભાવકૃત છે; તે નિજરસ છે. તેનો રુચિથી પરમ પ્રેમથી આસ્વાદ કરવા યોગ્ય
(૪૦) “એકદેશ ઉપયોગ શુદ્ધ કરી, સ્વરૂપશક્તિને જ્ઞાનવારમાં જાણન લક્ષણ વડે જાણે.”
આ સ્વરૂપને જાણવાની વિધિનું વિધાન છે. દર્શનમોહનો રસ કપાતાં, આત્માર્થી જીવને ભૂમિકાની જ્ઞાનમાં નિર્મળતા (અર્થાત્ જ્ઞાનમાં ભૂમિકાની નિર્મળતા . સમક્તિની પૂર્વ ભૂમિકા = એકદેશ ઉપયોગની શુદ્ધતા) થતાં, નિજ ઉપયોગ દ્વારમાં સ્વરૂપશક્તિને જાણન લક્ષણ વડે જાણે; ત્યાં લક્ષ્ય-લક્ષણ અભેદ વેદનમાં આવે, અને સ્વરૂપ શક્તિ વ્યક્ત-પ્રગટ થાય.
૧૪-૩-૮૭ | (૪૧) જે જે ઉપયોગ ઊઠે છે, તે હું છું”
ઉપયોગ મારા પ્રદેશ / ક્ષેત્રમાંથી સ્વયં, સહજ થયા કરે છે. ઇન્દ્રિયના આધાર વિના, વિકલ્પ કર્યા વિના. એવો નિશ્ચય ભાવનામાં કરે, તો તે તરે ને તરે જ.
ઉપરોક્ત વચનમાં જ્ઞાનદ્વારા સ્વરૂપમાં પોતાપણાનો ભાવ કેવી રીતે કરવો તેનું પ્રયોગ પદ્ધતિથી વિધાન છે–એવો ઇન્દ્રિય રહિત જ્ઞાન ભાવ તે હું છું. એવી સ્વરૂપભાવના તરવાનો ઉપાય છે. આત્મભાવનાપૂર્વક જ્ઞાનોપયોગને અનુસરીને અસ્તિત્વને દઢતાથી અને ભાવનાથી હું હું પરિણામ વડે ભાવતાં આત્મરસ વૃદ્ધિગત થાય છે; અન્યરસ તૂટે છે. આ જ તરવાનો ઉપાય છે. આ જ સ્વાનુભવનો ઉપાય છે. સકળ સંત, મહંત, ભગવંત અનુભવમાં લાગેલા છે; સ્વાનુભવથી પરમાત્મા થવાય છે; અનંત કલ્યાણ સધાય છે; તેથી તેનો અનંત મહિમા છે.
....રૂતિ-અનુભવ-પ્રકાશ ...