________________
અનુભવ સંજીવની ૧. જ્ઞાનલક્ષણથી લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે, અને સ્વરૂપ નિશ્ચય થતાં આત્મસન્મુખતા થાય છે. તેમ જ જ્ઞાનદ્રારા અસ્તિત્વગ્રહણ થાય છે, પરથી અને રાગથી ભિન્નપણું થાય છે.
૨. જ્ઞાનદ્વારા સ્વસંવેદનરૂપ સ્વાનુભવ જ્ઞાનમાં જ થાય છે. તેમ જ પરિણતિમાં પણ જ્ઞાનવેદન પ્રધાન છે. અને દ્રવ્યની પ્રતીતિનું કારણ થાય છે.
૩. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણના પરિણમનને લક્ષણના સ્થાને રાખીને સ્વરૂપની ઓળખાણ થઈ શકતી નથી. કારણ વસ્તુ સ્વભાવનું પ્રસિદ્ધ, અવિકૃત, સાકારરૂપ, વેદનરૂપ પરિણમન બીજા કોઈ ગુણનું અજ્ઞાન અવસ્થામાં હોતું નથી.
૪. વળી સર્વ ગુણોના પરિણમનમાં જ્ઞાનની ઉર્ધ્વતા છે, તેથી જ્ઞાનની પ્રધાનતા અબાધિત છે.
૫. અંતર સાવધાનીરૂપ પુરુષાર્થના પરિણમનમાં પણ “જ્ઞાનમાત્રથી નિજનું અવલંબન મોક્ષમાર્ગમાં રહેલા સાધક જીવો પલકમાં લે છે. તેથી સાધન છે.
આમ ઓળખાણ, રુચિ સ્વાનુભવ, પુરુષાર્થ, પ્રતીત, ભેદજ્ઞાન આદિ દરેક સ્તરે “જ્ઞાનમાત્ર હું તેમ રહેતું હોવાથી જ્ઞાન પ્રધાન છે. અર્થાત્ પ્રયોજનભૂત વિષય-નિજ આત્મરૂપ અને તેની પ્રાપ્તિની વિધિ-એમ બન્ને-કે જે સર્વ શાસ્ત્રોનો તાત્પર્યભૂત વિષય છે, તેનો સંકેત એક મંત્ર-જ્ઞાનમાત્ર – માં મળે છે.
સમયસાર પરિશિષ્ટમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવે જ્ઞાનમાત્ર' ભાવને (અનેકાંતના પ્રકરણમાં અન્ય અનંત શક્તિ (અનેક ધર્મ વાન આત્મપદાર્થને દર્શાવે છે, તેમ સિદ્ધ કર્યું છે. તેથી સાધન જાણીને ‘જ્ઞાનમાત્ર ઉપર વજન દીધું છે.
૧૨-૩-૮૭ (૩૭) “ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો, પોતાનો ઉપયોગ છે.”
અહીં પણ જ્ઞાન સાધન છે, તેમ કહેલ છે. આત્મા ઉપયોગસ્વભાવી છે. તે વર્તમાન ઉપયોગથી સ્વભાવમાં આવતાં શુદ્ધતા થાય છે, રાગાદિમળનો નાશ થાય છે. ઉપયોગની જેમ જેમ શુદ્ધિ વિશેષ થાય તેમ તેમ મોક્ષમાર્ગમાં વૃદ્ધિ થઈ ઉપર ચડે. આ જિનેન્દ્ર પરમાત્માનો નિરાબાધ ઉપદેશ છે.
(૩૮) જે જીવ સમાધિ વાંછક છે, તે ઇષ્ટ અનિષ્ટનો સમાગમ મટાડી, રાગ-દ્વેષને છોડી, અન્ય ચિંતા મટાડી, ધ્યાનમાં મન ધરી, ચિસ્વરૂપમાં સમાધિ લગાવીને નિજાનંદને ભેટો; સ્વરૂપમાં વિતરાગતાથી જ્ઞાનભાવ થાય, ત્યારે સમાધિ ઉપજે.”
જેને ઉપાધિથી પરિમુક્ત થવું છે, તેણે સંયોગમાં (પરદ્રવ્યમાં) ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ મટાડીને (ત્યાગી દેવાથી રાગ-દ્વેષ મટી શકે છે. કોઈ પર પદાર્થ સારા કે ખરાબ નથી. તેમ છતાં વ્યામોહ / ભ્રમથી જે જીવને તેમાં ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય રહ્યો છે; જે સકળ રાગ-દ્વેષનું મૂળ છે, સર્વ ચિંતાનું મૂળ છે. જો જ્ઞાનમાં કોઈ પદાર્થ સારો-ખરાબ ભાસતો નથી–તો કોઈ ચિંતા થવાનું કારણ પણ