________________
૬૨
અનુભવ સંજીવની
૬-૩-૮૭
(૩૨) “સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયને જાણવું સાધક છે, નિર્વિકલ્પ નિજરસ પીવો તે સાધ્ય
છે.’’
આત્મસન્મુખતામાં આત્મા સર્વસ્વપણે ઉપાદેય જણાય છે, ત્યાં અન્ય સમસ્ત દ્રવ્ય-ભાવોથી સહજ ઉપેક્ષિત થઇ જવાય છે. નિર્વિકલ્પ સ્વરૂપ મહિમા વૃદ્ધિગત થતાં નિર્વિકલ્પ સ્વ-સંવેદન રસપાન થવા લાગે છે. તૃપ્તિનો અનુભવ થાય છે.
૯-૬-૮૭
(૩૩) “પરિણામ વસ્તુને વેદી સ્વરૂપ લાભ લે છે-વસ્તુમાં લીન થાય છે. સ્વરૂપનિવાસ પરિણામ જ કરે છે.”
પરિણામ નિજ સ્વરૂપનું (મારૂં) અવલંબન લઈ આનંદનો લાભ મેળવે છે, અને મારામાં લીન રહે છે . થાય છે, મારામાં મારો નિવાસ છે – તેવો પ્રગટ મારાપણાનો ભાવ પણ પરિણામ કરે છે. જો કે, પરિણામ તેવો ભાવ નહોતા કરતા ત્યારે પણ મારો નિવાસ મારામાં જ હતો અને છે તેમ જ રહેશે, પરંતુ પ્રગટ પરિણામ દ્વારા સ્વરૂપ નિવાસનો ભાવ થતાં સર્વ શુદ્ધતા થઈ. તે પહેલાં પરિણામ પોતે અશુદ્ધ રહેતા હતા અને તેમાં એકત્વની ભૂલ થતી હતી, તેથી સ્વરૂપ નિધાન હયાત (વિદ્યમાન) હોવા છતાં, ન હોવા બરાબર હતું.
(૩૪) ‘(દેવની) સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રાને દેખી સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે. (ભાવે.)''
આ જિનેન્દ્રદેવના દર્શનકાળે અંતરંગ સ્વરૂપ અવલોકન કરવા સંબંધિત વિધાન છે. કઈ વિધિથી જિનેન્દ્ર દર્શન કરવા યોગ્ય છે તેનું સુંદર અધ્યાત્મિક દિગ્દર્શન અહીં મળે છે.
વીતરાગ જિનદેવની મુદ્રામાં અંતર્મુખી સ્વસંવેદન ભાવના દર્શન કરતાં, નિજ સ્વસંવેદનરૂપ પોતાના સ્વરૂપની ભાવના ઊપજે છે. તેથી જ લોકમાં જિનેન્દ્રદેવની અકૃત્રિમ શાશ્વત અને કૃત્રિમ સ્થાપના પરંપરાએ અનાદિથી છે. તેમાં ઉપર્યુક્ત પારમાર્થિક રહસ્ય રહેલું છે.
(૩૫) “આ સ્થાપના ના નિમિત્તથી ત્રણકાલ ત્રણલોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે. તેથી સ્થાપના પરમ પૂજ્ય છે.''
દ્રવ્યજિન પણ ભાવિનયથી પૂજ્ય છે.”
—
(૩૬) “અનંત ગુણાત્મક વસ્તુ તોપણ જ્ઞાનમાત્ર જ છે.”
આત્મા-વસ્તુમાં અનંત ગુણો હોવા છતાં આત્મા જ્ઞાનમાત્ર’ જ છે, તેમ કહેવામાં ગૂઢ રહસ્ય રહેલું છે. ‘સમયસાર’ આદિ અનેક ગ્રંથોમાં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહ્યો છે. કારણ :
.(ઉક્ત પ્રકારે) સ.ક.૨૬૪
इत्यादि अनंतशक्ति सुनिर्भरोपि, ‘જ્ઞાનમાત્ર” મયતાં ન નાતિ માવમ...