________________
અનુભવ સંજીવની તે જ આત્મા છે.” – પૂ. ગુરુદેવશ્રી. આવો પ્રતીતિરૂપ વિચાર સાધક છે, અને અનુભવનો ભાવ સાધ્ય છે.
૨-૩-૮૭ (૨૬) “જ્ઞાનશક્તિથી કેવલજ્ઞાનરૂપ, ગુપ્ત, નિજરૂપ તેને પ્રતીતિમાં વ્યક્ત કરે ત્યારે પરિણતિએ કેવલજ્ઞાનની પ્રતીતિ-રુચિ-શ્રદ્ધાભાવ કરી, નિશ્ચય કર્યો. ગુપ્તના વ્યક્ત શ્રદ્ધાનથી તે વ્યક્ત થઇ જાય છે.”
વ્યક્ત જ્ઞાનમાં સ્વભાવ અંશ વડે અનંત જ્ઞાનસામર્થ્ય / કેવળજ્ઞાનરૂપ પોતાનું સ્વરૂપ પ્રતીતિમાં ત્યે, તો પરિણતિમાં રુચિપૂર્વકનો નિશ્ચય થાય–તેનો સંક્ષેપ આ કે–ગુપ્ત એટલે સામર્થરૂપ સ્વરૂપ, શ્રદ્ધા જ્ઞાનમાં વિષય) વ્યક્ત થતાં, તેનું વ્યક્ત પરિણમન થવા લાગે છે.
(૨૭) “સ્વસંવેદનમાં જાતિરૂપથી પોતાનું સ્વરૂપ કેવલજ્ઞાનમાં બરાબર જામ્યું.”
પ્રથમ સ્વસંવેદન થતાં, સ્વસંવેદન અનુભવની પ્રત્યક્ષતાની જાતિથી પૂર્ણ સ્વસંવેદનરૂપ / કેવલજ્ઞાનરૂપ પોતાનું સ્વરૂપ બરાબર જણાયું / પ્રતીત થયું.
(૨૮) “નિશ્ચયનય પરમાત્મા છે.”
શુદ્ધ ઉપયોગમાં નિજ પરમાત્મપદનો પોતા સ્વરૂપે અનુભવ થયો, તેથી અનુભવે ત્યાં પોતે પરમાત્મારૂપે અનુભવાયો.
૪-૩-૮૭ (૨૯) “શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે, અર્થ સાધક છે. જ્ઞાનરસ સાધ્ય છે.”
શબ્દ દ્વારા અર્થ એટલે પદાર્થનો ભાવ સમજાય છે. આત્મ પદાર્થનું સ્વરૂપે ભાવભાસન થતાં, જ્ઞાનરસ / આત્મરસ, સહજ ઉત્પન્ન થાય છે. યથાર્થતામાં આ પ્રકારે શબ્દ નિમિત્તે આત્મરસની સિદ્ધિ છે. અયથાર્થ પ્રકાર હોય ત્યાં આમ થતું નથી.
(૩૦) દ્રવ્યશ્રુતનું સમ્યફ અવગાહન સાધક છે, ભાવકૃત સાધ્ય છે. ભાવશ્રુત સાધક છે, કેવળજ્ઞાન સાધ્ય છે.”
પરમાગમરૂપી દ્રવ્યશ્રુતનું સમ્યક એટલે આત્મલક્ષી અવગાહન અર્થાત્ ઊંડું અવલોકન થતાં ભાવશ્રુત પ્રગટ થાય છે. દા.ત. ‘જ્ઞાન તે આત્મા’ આ નિગ્રંથ પ્રવચનનું સમ્યક અવગાહન એટલે જ્ઞાન સ્વસમ્મુખ થઈ નિજમાં નિજને અવલોકે–અસ્તિત્વને ગ્રહે ત્યાં ભાવકૃત થાય. આવું ભાવકૃત જ્ઞાનની સર્વ શક્તિના અવલંબને પ્રગટેલું હોવાથી આગળ વધીને કેવલજ્ઞાન-સર્વજ્ઞાનરૂપ પરિણમશે.
(૩૧) “શાસ્ત્રનું સમ્યક્ અવગાહન સાધક છે, શ્રદ્ધાળુણજ્ઞતા સાધ્ય છે.”
આત્મલક્ષી પરિણામ વડે વિવિક્ષિત આત્મસ્વરૂપનું યથાર્થ અવગાહન (આશ્રય) થાય તો આત્મશ્રદ્ધાન પ્રગટ થાય. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે.