________________
અનુભવ સંજીવની
ડિસેમ્બર
૧૯૮૭
ન વિધિ :- જ્ઞાન વડે સ્વયંની (પૂર્ણ સામર્થ્યની) પ્રત્યક્ષતાનું અવલોકન થતાં, તેમાં ‘હું છું’- એમ નિજપદનું આસ્તિક્ય થતાં અર્થાત્ નિજ સત્તાના અવલંબનની ભીંસ થતાં તે રૂપ પુરુષાર્થ દ્વારા અનુપમ પદની લીનતા થાય. (આમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થતાં પુરુષાર્થ વડે સ્થિરતા (ચારિત્ર) થયું.) બધું સાથે જ છે. (૨૧૮)
પ્રશ્ન :- જ્ઞાનની વિશુદ્ધતા કેમ થાય ?
સમાધાન :- સ્વસંવેદનથી જ્ઞાનની વિશુદ્ધતા થાય.
પ્રશ્ન :- સ્વસંવેદન કેમ થાય ?
૬૫
-
સમાધાન :- નિજ અનંત જ્ઞાનની પ્રતીતિ થતાં થાય. (પરમાં-રાગમાં હું પણાની પ્રતીતિથી જ્ઞાન મલિન થાય.) (એકદેશ) આંશિક સ્વસંવેદન સર્વ-પૂર્ણ સંવેદનનું અંગ છે. કારણ છે (તેથી) તે મોક્ષમાર્ગ છે.
પોતામાં સર્વજ્ઞપણાનો / સર્વજ્ઞશક્તિનો અનુભવ, પ્રતીતિ સહિત થતાં, સ્વસંવેદન ઊપજે. (૨૧૯)
✓
આત્મ સ્વભાવ સામર્થ્યરૂપે હોવાથી ગુપ્તતત્ત્વ છે; તેથી જ્ઞાનમાં ગ્રહણ થવું કઠિન છે; પરંતુ અસંભવ નથી. વળી, આ સ્વભાવ સામર્થ્યની વિશેષતા એ છે કે શુદ્ધ સ્વરૂપે વ્યક્ત થવું’ એવો પોતાનો સ્વભાવ છે. તે જો વ્યક્તપણે ભાવવામાં આવે તો તે (પરિણામરૂપે) વ્યક્ત થાય. અથવા સ્વભાવની ‘વ્યક્તપણે’ભાવનારૂપ પરિણામની તન્મયતા / તદાકારતા તે જ સહજ સ્વભાવની અભિવ્યક્તિ છે.
(૨૨૦)
← અંતર જ્ઞાનાભ્યાસમાં / (જ્ઞાન તે હું એમ) જ્ઞાનરસને પ્રત્યક્ષ વેદતાં, સ્વાનુભવ ઉપજે - આ વિધિ છે.
(૨૨૧)
v
અંતરમાં નિજ પ્રયોજન સધાય, તેવા કારણથી પ્રશ્ન ઊઠે, તે યોગ્ય જિજ્ઞાસા છે. તેથી પ્રાપ્ત સમાધાન વડે લાભ થાય છે. પરંતુ પરલક્ષી (પ્રયોજન વિનાના) તર્ક-વિતર્કથી પ્રશ્ન થવો તે સાચું જિજ્ઞાસુપણું નથી. તેવા તર્કનું સમાધાન પ્રાયઃ પોતાને લાભકર્તા સંભવતુ નથી. (૨૨૨)
ધર્મી અંતરમાં ઊંડે ઊંડે નિર્વિકલ્પ જ્ઞાનરસમાં વિચરે છે, આત્મરસમાં સરાબોર છે. રાગ રસવાળાને તેની કલ્પના પણ સંભવ નથી.
(૨૨૩)
~ જે મનુષ્યપણાનો સદ્ઉપયોગ સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે થાય / થઈ શકે, તેનું મૂલ્ય / મહિમા