________________
૬૬
અનુભવ સંજીવની કઈ રીતે થઈ શકે ? તે મનુષ્યપણું માત્ર દેહાર્થમાં જ વ્યતીત કરવામાં આવે તો તે અવિચારીપણું પણ સામાન્ય નથી જ, અથવા તે સર્વાધિક અવિચારીપણું છે.
(૨૨૪)
જાન્યુઆરી - ૧૯૮૮ આત્મભાવના' એ અધ્યાત્મની પાયાની ચીજ છે. કારણકે અનાત્મરસ તોડવામાં આ સિવાઈ બીજું સાધન નથી; અથવા આત્મભાવના' તે આત્મરસ ઉત્પન્ન થવાનું સ્વયં સાધન છે; જે અનાદિના વિભાવ રસને શાંત કરે છે–તોડે છે. તેથી સર્વ જ્ઞાનીઓએ તેનું મહત્વ દર્શાવ્યું છે. (૨૨૫)
- કોઈપણ પર્યાય, બીજી પર્યાયનું કાર્ય કરવા સમર્થ નથી. કારણ બન્ને વચ્ચે વ્યતિરેક છે. ભિન્નતા છે. તેથી પરિણતિને અંદર વાળવાનો ભાવ-વિકલ્પ તે પણ પરિણતિને અંતર્મુખ થવાનો ઉપાય-કારણ થઇ શકે નહીં. વિલ્પમાં સ્વરૂપનો અનુભવ કરવાની શક્તિ પણ નથી, પરંતુ પર્યાય માત્ર હું નથી, હું તો ધ્રુવ પરમ સ્વભાવ છું એમ અંતર તત્ત્વ ઉપર જોર જતાં પર્યાય અંદર સહજ વળી જાય છે.આ વિધિનું રહસ્ય છે.
(૨૨૬)
vસ-શ્રુતમાં ઠામ-ઠામ જીવના દોષ ટાળવાના પ્રયોજનથી અને ગુણ પ્રકટ કરવાના પ્રયોજનથી બોધ વચનો વિધિ-નિષેધરૂપે કહેલાં છે; પરંતુ સર્વ કષાયાદિ દોષોથી મોટો દોષ પર્યાયમાં એકત્વ' અર્થાત્ મિથ્યાતરૂપ પર્યાય બુદ્ધિ છે. તે સર્વ દોષોનો અભાવ થવાનું પ્રયોજન સિદ્ધ થવા માટે, પરિણામના અભાવ સ્વભાવમાં-ત્રિકાળી ધ્રુવમાં હું પણાથી સ્થાપન થવું દ્રવ્ય-સ્વભાવની દષ્ટિ થવી, કે જેમાં વિધિ-નિષેધનો લય થઈ જાય અને પરિણામમાત્રનું કર્તુત્વ નાશ પામે, પરિણામ પ્રત્યેનો રસ મટે, એકત્વ મટે, તે પ્રકારે દ્રવ્યભાવે વિધિ-નિષેધના ધંધનો અભાવ થઈ જ્ઞાતાદૃષ્ટાભાવે સ્થિરત્વ સહજ થાય-તે છે.
(૨૨૭)
ફેબ્રુઆરી-૧૯૮૮ v પર્યાયમાં સંતુષ્ટપણું પર્યાયબુદ્ધિ / દર્શનમોહને તીવ્ર કરે છે. તેથી કોઈપણ પ્રકારે તેમ થવા યોગ્ય નથી અથવા મુમુક્ષુજીવે તે પ્રત્યે જાગૃત રહેવું આવશ્યક છે. કારણ કે કોઈપણ પર્યાયમાં અટકવું નહિ તે પુરુષની શિખામણ છે, આજ્ઞા છે. જ્યાં સુધી પર્યાયમાં ઠીકપણું રહે ત્યાં સુધી સ્વભાવને અવલંબી શકે નહિ.
મુમુક્ષુ જીવને તત્ત્વ વિચારની ભૂમિકામાં પણ - ઉદય કાળે, પર્યાયાર્થિક નય-વિચારથી માત્ર વિકલ્પથી સમાધાન રહેતાં જો સંતુષ્ટપણું રહે અને મંદ કષાય થતાં પર્યાયમાં સંતુષ્ટપણું આવે તો અટક થઈને દર્શનમોહ વૃદ્ધિગત થાય. તેથી તેવા પ્રકારમાં વિચારથી) સમાધાન થતાં સ્વભાવલક્ષી