________________
65
અનુભવ સંજીવની
પ્રયત્ન થવા યોગ્ય છે, જેથી પુરુષાર્થ ધર્મ પ્રગટે. ઉક્ત સમાધાન અથવા તત્ત્વ વિચારણાના કોઈપણ પ્રકાર સમયે “સ્વભાવ પ્રત્યયી પ્રયાસ' અથવા સ્વભાવનું લક્ષ રહેવું જ જોઈએ, ચાલુ જ રહેવો જોઈએ, નહિ તો પ્રયાસ / લક્ષ વિનાના પરિણમનને સાધન માનવાની ભૂલ થવાની ઘણી સંભાવના છે. સાધનની ભૂલ હોય ત્યાં ઇષ્ટ સાધ્ય સધાતું જ નથી. આ અફર સિદ્ધાંત છે, સર્વ કાળે. (૨૨૮)
માર્ચ - ૧૯૮૮
તત્ત્વ વિચારવાળા મુમુક્ષુ જીવે, મહત્વપૂર્ણ વિધિ-દર્શક, આ ધ્યાન ખેંચવા યોગ્ય વાત છે કેઃ માત્ર વિચારતા રહેવાથી સ્વરૂપ વિષે જાગૃતિ નથી આવતી, પરંતુ સ્વરૂપને હું પણે ગ્રહણ કરવાથી જાગૃતિ રહે છે - આવે છે. કારણકે વિચારમાં વસ્તુ પરોક્ષ રહે છે; પરંતુ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ તોરથી સ્વરૂપનું ગ્રહણ કરાય છે. તેથી નિજ અસ્તિત્વને - હયાતિને વેદવાનો અર્થાત્ વેદનથી ગ્રહણ કરવાનો પ્રયાસ શરૂ થવો જોઈએ. (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ - ૪૫૪ ઉપરથી).
(૨૨૯)
જ્યાં સુધી રાગમાં દુઃખ ન લાગે, ત્યાં સુધી જ્ઞાનમાં સુખ ન લાગે, આ નિયમ છે. તેથી જ જીવ રાગની મૈત્રી (એકત્વ) છોડી શકતો નથી અથવા રાગથી ખસી શકતો નથી. જેમ પોતાની ઇચ્છા વિરૂદ્ધના પ્રસંગથી જીવને આકુળતા થાય જ છે, તેમ રાગના સદ્ભાવમાં દુઃખ થતું નથી. તે રાગનું થવું જીવને ગોઠે છે, રુચે છે, સંમત છે, ઇચ્છા વિરૂદ્ધ નથી. અહીં રાગની અનુમોદનાનો (સૂક્ષ્મ) દોષ (પણ) હોવાથી મિથ્યાત્વ મટતું નથી, રાગનું એકત્વ તો ત્યાં છે જ.
(૨૩૦)
તત્ત્વનું શ્રવણ - ધારણા આત્મરુચિનું કારણ થાય છે. યથાર્થ ભાવે—સ્વલક્ષે થતાં જો આત્મરુચિ ન થાય / તીવ્ર ન થાય તો તે અયથાર્થભાવે / પરલક્ષે થયેલ ધારણા પ્રાયઃ નુકસાન કરે છે. રુચિ અંતરમાં પરિણમનનું કારણ થાય છે. ગુણની રુચિવાળો જીવ અનુકૂળતા-પ્રતિકૂળતાને અવગણી સ્વભાવને સાધે છે. રુચિ વગરનું ધારણા જ્ઞાન શુષ્ક હોઈ અનર્થ સાધક છે. ? (૨૩૧)
એપ્રિલ ૧૯૮૮ પરમ સત્’ની અપૂર્વતા ભાસે / ચોંટ લાગે અને
-
સમજણની યથાર્થતાનું લક્ષણ એ છે (અંતર વળવાનો) સહજ પ્રયાસ શરૂ થાય. (૨૩૨) v પરિણામમાં ઉત્પન્ન રસ તે પરિણામની વ્યક્ત શક્તિ છે. સ્વભાવનો રસ સ્વભાવ શક્તિને વૃદ્ધિગત કરે છે. વિભાવ રસ વિભાવભાવો (શક્તિને) વૃદ્વિગત કરે છે. તે ધ્યાનમાં / લક્ષમાં લેવા યોગ્ય છે.
(૨૩૩)