________________
૬૮
અનુભવ સંજીવની
મે - ૧૯૮૮
આત્મસ્વરૂપની ૫૨મ પવિત્રતા, શુદ્ધતા, સામર્થ્યની શાશ્વત અનંતતા, ધ્રુવતા, અખંડતા જ સમાધિ અને ધ્યાનનું કારણ છે. નિઃચંચળતાનું કારણ છે. આત્મસ્વરૂપ સ્વયં પરમ પ્રયોજનભૂત છે, તે સિવાઈ અન્ય દ્રવ્ય-ભાવ નિષ્પ્રયોજનભૂત છે. (તેમ છતાં) અપ્રયોજનભૂત પ્રત્યે વર્તનારા પરિણામ ચંચળતાના ઉત્પાદક છે, ચંચળતા મલિનતાની ઉત્પાદક છે. સ્વરૂપ ધ્યાની આ સારી રીતે જાણે છે. તેથી અસંગતાને ચાહે છે. અસંગ નિજ તત્ત્વની દૃષ્ટિ અસંગપણાની સાધક છે. જનપદ ત્યાગધ્યાનનું અંગ છે.
(૨૩૪)
✓ પ્રશસ્ત રાગ ભક્તિનું બહિરંગ છે, ‘સત્ત્વનું જ્ઞાન ભક્તિનું અંતરંગ છે, જેનાથી જગત અજાણ છે. - આ રહસ્ય સારભૂત છે. રાગ હેય છે અને ઉક્ત જ્ઞાન ઉપાદેય છે. જે મુમુક્ષુને સમકિતનું કારણ છે, તેમજ સર્વ સાધકને વિશેષે કરીને વર્તે છે. (– કૃપાળુ દેવ)
(૨૩૫)
૭ સત્પુરુષની ઓળખાણ થાય છે, ત્યારે તેમના હૃદયમાં બિરાજમાન પરમાત્માના દર્શન, મુમુક્ષુ જીવના જ્ઞાનનેત્રને થાય છે, જેથી અંતરંગ ભક્તિ પ્રગટ થાય છે. આ કારણથી નિજ પરમાત્માના દર્શનને યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ હોય છે. આ પ્રકારે ‘સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ' સહજ ઊપજે છે; જે અધ્યાત્મમાર્ગનું મૂળ રહસ્ય છે, જે સત્-પ્રાપ્તિનું નિયમથી કારણ છે.
(૨૩૬)
✓
દુઃખ ઇચ્છાના પ્રમાણમાં છે. ઇચ્છાનું મૂળ પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. દુઃખ પ્રતિકૂળ સંયોગ અનુસાર નથી. શાશ્વત ચૈતન્યરૂપ સ્વયંના અનુભવપૂર્વક પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણ સુદ્ધાનો ભય / દુ:ખ રહે નહિ, તે જ મુક્ત ભાવ છે.
(૨૩૭)
૭ કુળ-ક્રમથી ધર્મ થતો નથી. સંપ્રદાયબુદ્ધિ પાપની જનક છે. વીતરાગનો માર્ગ અનંત વિશાળ છે. ‘સર્વ જીવમાં સમબુદ્ધિ' સ્થાપવા યોગ્ય છે. અંતરમાં વળતા પહેલા સર્વ વિપર્યાસ છૂટવા ઘટે છે. કોઈ પ્રત્યે તિરસ્કારબુદ્ધિ ન હોય ! દુષ્ટવૃત્તિ માત્ર નિષિદ્ધ છે, વ્યક્તિ નહિ, વ્યક્તિ તો એક ‘આત્મા' છે જે પરમાર્થે, સ્વરૂપે કરીને પરમાત્મા છે.
(૨૩૮)
/ હયાતિ (અસ્તિત્વ)ને આધાર બુદ્ધિ સાથે સંબંધ છે. આત્મસ્વરૂપમાં રહેલું અનંત સુખ, તેની હયાતિ પ્રતીતમાં આવતાં, જીવને પોતાના સુખ માટે બીજાનો આધાર લેવાનું મટી જાય છે. જ્ઞાનવેદનથી સ્વભાવની અનંતતા - બેહદતાનું અસ્તિત્વ ગ્રહણ થતાં, સર્વ પ્રકારે દીનતા છૂટી જાય અને ચિદ્રસ ઉત્પન્ન થાય.
(૨૩૯)