________________
૪૮૪
અનુભવ સંજીવની
(
ચેતનાને જ સદાય ભાવવી. ( જ્ઞાનમાત્રને અનુભવવું – ચેતવું તે જ્ઞાન ચેતના છે.) સમયસાર ગા. ૩૮૮-૮૯ ઉપરથી
(૧૯૨૭)
શુભ પરિણામનું મમત્વ શ્રદ્ધાનની વિપરીતતાનું સુચક છે. કારણકે શુભ પરિણામ પરાશ્રિત પરિણામ છે. આત્મા જેણે જાણ્યો છે, તેને આત્મસ્વરૂપનો જ મહિમા હોય, પરાશ્રિત એવા શુભ પરિણામનો નહિ, તેથી શુભ પરિણામના મહિમા વાળાએ આત્માને જાણ્યો નથી તેમ આપો આપ સિદ્ધ થાય છે.
(૧૯૨૮)
સ્વભાવ તરફના ‘સર્વ ઉદ્યમ વિના સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. ચાલુ પરિણતિમાં તેવો પુરુષાર્થ થતાં જ અનુભવ હોય અન્યથા નહિ.
(૧૯૨૯)
Imp
V પર્યાયમાં વિકાર હોવા છતાં, તેનો અભાવ કહેવો - એ અપૂર્વ અંતર દૃષ્ટિની વાત છે. શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દષ્ટિ હોય તેને જ તે સમજાય તેવી છે. પૂ. ગુરુદેવશ્રી.
(૧૯૩૦)
-
૨૮ જ્ઞાનમાં પરદ્રવ્યનું પ્રતિભાસન હોવા છતાં, આત્માને સ્વદ્રવ્યરૂપે અવલોકવામાં જ્ઞાની નિપુણ (પ્રવિણ) છે, તેથી જ્ઞાની વિશુદ્ધ જ્ઞાને પૂર્ણ થઈ જીવે છે, અર્થાત્ જ્ઞાન (પોતે) નાશ ન અનુભવતા પૂર્ણતા થવા અર્થે વધે છે. ‘સમયસાર’કળશ-૨૫૨ ઉપરથી
(૧૯૩૧)
*
જ્ઞાન સ્વભાવના વારંવાર અભ્યાસ વડે વિકારી ભાવનું એકત્વ છૂટી શકે છે. જ્ઞાનીને તો વિકાર – પરસ્વરૂપે– જ્ઞાનમાં ભાસતો હોવાથી, એટલે કે વિકારનું જ્ઞાન ભુતાર્થ સ્વભાવ આશ્રિત થતું હોવાથી, જ્ઞાન પોતે વિકારરૂપ થતું નથી. જ્ઞાનનો સ્વભાવ સહજપણે પરથી ઉદાસીન રહેવાનો
છે.
(૧૯૩૨)
—
સ્વરૂપની તીવ્ર સાવધાની આવ્યા વગર પરથી ભિન્ન પડવાનું સંભવતુ નથી – તેથી આત્માર્થીએ તે પ્રકારનો સર્વ ઉદ્યમ ‘ખાસ' કર્તવ્ય છે.
(૧૯૩૩)
જીજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ. - પૂ. ગુરુદેવશ્રી.
(૧૯૩૪)