________________
૪૮૩
અનુભવ સંજીવની છે ! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે.–પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી (૧૯૧૮)
- આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાત નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. – શ્રીમજી
(૧૯૧૯)
સ્વભાવ સન્મુખતા, તથા તેની દઢ ઈચ્છા પણ તે દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદને ટાળે છે. – શ્રીમદ્જી .
(૧૯૨૦),
Vપ્રથમ શ્રદ્ધા કરે કે નયપક્ષના વિકલ્પ રહિત મારું સહજ સ્વરૂપ એકાકાર છે, એમ નિશંક થાય પછી વિકલ્પ હોય, તો પણ તે આગળ જવાનો છે, વિકલ્પ તોડશે અને સ્વભાવમાં જશે. – પૂ. ગુરુદેવશ્રી.
'(૧૯૨૧)
ઉક્ત (સર્વ જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમાત્મ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. તેમજ સહજજ્ઞાન, પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે, ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, સહજ જ્ઞાન સિવાઈ બીજું કાંઈ ઉપાદેય નથી. –નિયમસાર ગાથા-૧૨. (૧૯૨૨)
Vસંસારનાં કારણોથી આત્માનું ગોપન કરવું તે ગુપ્તિ છે.
(૧૯૨૩)
Vગુપ્તપાપથી માયા હોય છે, યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ તે લોભ છે. - નિયમસાર.
(૧૯૨૪)
V એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પરાગ રહે તે પરનાં પડખે જાય છે. -પૂ. ગુરુદેવશ્રી. (૧૯૨૫)
હે જીવ ! લૌકિક સંગ્રામની રુચી છોડી, ભાવ સંગ્રામને સંભાળ !!
(૧૯૨૬)
જ્ઞાન સિવાઈ અન્યભાવમાં હું પણું સ્વીકારવું તે અજ્ઞાન ચેતના છે કે જે અનંત સંસારનું બીજ છે, તેથી બધો જ અસભૂત વ્યવહાર મોક્ષમાર્ગથી બાહ્ય (વિમુખ) ગણવામાં આવ્યો છે – તેથી મોક્ષાર્થી પુરુષે તે અજ્ઞાન ભાવના ત્યાગની ભાવનાને દઢ થવા અર્થે સ્વભાવભૂત એવી જ્ઞાન