________________
૪૮૨
અનુભવ સંજીવની સુવ્યવસ્થિત) માર્ગદર્શન નિગ્રંથ પ્રવચનમાં રહેલું છે.
(૧૯૧૩)
આત્મા જે પદાર્થને શ્રી તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે જીવને પરમાર્થ (નિશ્ચય) સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યકત્વ છે, તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય, એમ શ્રી જિન કહે છે. - શ્રીમદ્જી.
સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહિ, ચિંતામાં સમતા રહે તો તે આત્મ ચિંતન જેવી છે. – શ્રીમદ્જી.
ભાવાર્થ :– “ચિંતામાં સમતા” લૌકિક પ્રકારે નહિ, પરંતુ સ્વરૂપ લક્ષ, ચિંતાનો વિષય છે જે, તેની સાથે સ્વરૂપનો અત્યંત અભાવ જાણી તેથી વિરક્તતા અનુભવવી- તે પ્રકારે સમતા આત્મ ચિંતન જેવી છે.
(૧૯૧૫)
અનેકાંત, વસ્તુને પરથી અસંગ બતાવે છે. સ્વ-રૂપના અસગપણાની સ્વતંત્ર શ્રદ્ધા, તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે. અનેકાન્ત વસ્તુને સ્વપણે સ’ બતાવે છે. સતુને અન્ય સામગ્રીની જરૂર નથી, પોતાનો નિર્ણય સત્ પ્રકાશવા માટે પર્યાપ્ત છે.
(૧૯૧૬)
જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે, જેમાં જ્ઞાનાદિ ઐશ્વર્ય છે, તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે, જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્માભણી દષ્ટિ થાય છે ત્યારે જ સર્વજ્ઞતા આદિ એશ્વર્ય આત્મામાં જણાય છે. ત્યારે આત્માનો ખરેખર મહિમા ધ્યેયરૂપ પરમાત્મ સ્વરૂપની દૃષ્ટિ. જ્ઞાન થાય અને સહજ સ્વરૂપ જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિને વારંવાર અવલંબી સ્થિર થઈ શુદ્ધતાને પામે.
(૧૯૧૭).
ક
અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવના અમૃત વહેતા મુક્યા છે. આચાર્ય દેવો ધર્મના સ્થંભ છે. જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધક દશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સત્યને જીવંત રાખ્યું છે. આચાર્યદેવનાં કથનમાં કેવળજ્ઞાનનાં ભણકાર વાગી રહ્યાં છે. આવી મહાન શાસ્ત્રોની રચના કરીને આચાર્યોએ ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય