________________
૩૪૨
અનુભવ સંજીવની
સત્પુરુષના ‘પ્રત્યક્ષયોગ’નું સર્વાધિક મહત્વ એ છે કે, પ્રથમ સમકિતનું બીજ તે સિવાઈ વવાતું જ નથી. પ્રત્યક્ષયોગે જ વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ, અને સ્વચ્છંદ નિરોધરૂપ ભક્તિ ઉત્પન્ન થાય છે. તેથી જે બીજ વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે બીજ વિના જ વૃક્ષ અને ફળની આશા ધરે છે. આ અજ્ઞાનનો પ્રભાવ છે. અથવા કલ્પિત ઉપાયથી પ્રાપ્તિ ઈચ્છે છે.
-
(૧૨૭૬)
પ્રશ્ન : સૌ પ્રથમ, આત્મકલ્યાણ અર્થે વિવેક કેવા પ્રકારે ઉદ્ભવે ?
:
ઉત્તર ઃ જેને અંતરથી આત્મશ્રેય કરવું છે, તેને સત્પુરુષના ચરણની ભાવનારૂપ વિવેક ઉદ્ભવે અને સત્પુરુષની શોધ વર્તે.
(૧૨૭૭)
*
આત્મોન્નતિ ક્રમનો પ્રારંભ વાસ્તવિક શરૂઆત-થી માંડી ઉપર ઉપરની સર્વ ભૂમિકામાં સાધ્યને ત્વરાથી / શીઘ્રતાથી પહોંચવાની વૃત્તિ સહજ રહ્યા કરે. ‘પૂર્ણતાના લક્ષ’નું આ લક્ષણ છે, પરિણમનની યથાર્થતાનું ચિહ્ન છે.
(૧૨૭૮)
‘આરાધના’ આગમ અધ્યાત્મના અવિરોધ ભાવે થાય છે. અધ્યાત્મ ભાવોમાં યદ્યપિ વજન અધ્યાત્મ તત્ત્વ આત્મા ઉપર અધિકપણે હોય છે, તોપણ આગમ અનુસાર જ વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં હોય છે, રહે છે. ઉપર ઉપરથી વાંચન / શ્રવણ કરનારને તેમાં આગમ વિરૂદ્ધતા લાગે છે પરંતુ તેમાં આગમ સિદ્ધાંતનો વિરોધ કરવાનો અભિપ્રાય હોતો નથી, પરંતુ વજન વ્યક્ત થવાની પદ્ધતિ એવી જ હોય છે છતાં ભાવમાં સંતુલન જળવાઈ રહે છે. પરિણમનમાં આવું સમ્યક્ અનેકાંતનું સ્વરૂપ છે. આવા કથનનો હેતુ ન સમજાય તેને અન્યથા કલ્પના થાય છે. (૧૨૭૯)
-
-
-
પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીની વાણી ‘આશય’ ઉપરથી નિશ્ચિત થાય છે. તે આશયનો નિશ્ચય થવામાં સૂક્ષ્મ અનુભવ જ્ઞાન કામ કરે છે. અનુભવ વિનાનું જ્ઞાન શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ આદિ સાધી શકે છે, પરંતુ આશય સુધી પહોંચતું નથી. ‘આશય’ ગ્રહણ કરનારું જ્ઞાન, વાણી જે ભૂમિકામાંથી ઉદ્ગમ થઈ છે, તેના તળ સુધી પહોંચે છે. તેમજ ચારેય પડખે ફરી વળે છે. કારણ કે આ પ્રકારની જ્ઞાનની યોગ્યતા ‘વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ'ને હોય છે.
(૧૨૮૦)
ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન બહિર્મુખ હોવાથી આકુળતા ઉત્પન્ન કરે છે તેથી તેનાથી આત્મલાભ થતો નથી, પરંતુ શાસ્ત્ર જ્ઞાનમાં બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ન હોય તો તે જ્ઞાનમાં યથાર્થતા હોવા સંભવ છે. અને તેવી યથાર્થતાપૂર્વક તે જ્ઞાન વિકાસ પામી આગળ વધી સભ્યતા પામે