________________
અનુભવ સંજીવની
આવતો નથી. તેથી તેવો પ્રશસ્તદ્વેષ (= દોષનો નિષેધ) અસ્થાનના રાગનો રોધક છે.(૧૨૬૮)
-
અંતર્મુખ ભાવ એકાંતે ઉપાદેય છે,— તેવી અપેક્ષા લઈને બહિર્મુખી સર્વ પરિણામોનો નિષેધ આવે છે. તથાપિ અંતર્મુખ થવાના ક્રમનો – દર્શનમોહાદિની હાનિ પ્રાપ્ત થવી તેનો – અસ્વીકાર થવા અર્થે તે નથી. ઉન્નતિ–ક્રમમાં વર્તતો જીવ આદરપાત્ર છે, સત્કાર કરવા યોગ્ય છે. ઉન્નતિક્રમમાં બીજ રોપાય છે.
(૧૨૬૯)
૩૪૧
સ્વરૂપલક્ષના અભાવને લીધે, જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતાં, રાગ અને રાગના વિષયભૂત પરદ્રવ્યનો આશ્રય અને એકત્વ સહજ થાય છે, પરલક્ષી પરિણમનનું આવું સ્વરૂપ છે. પરંતુ સ્વરૂપ લક્ષ થતાં, સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતાં, ત્રિકાળી દ્રવ્યનો સહજ આશ્રય થઈ જાય આ સ્વરૂપ આશ્રયની વિધિ છે.
છે,
(૧૨૭૦)
જાન્યુઆરી
૧૯૯૪
લક્ષ યથાર્થ હોવાથી પરિણમનમાં સંતુલન જળવાઈ રહે છે. અન્યથા સંતુલન ગુમાઈ જાય છે. જેમ જેમ પ્રયોગનો મહાવરો (Practice) વિશેષ તેમ તેમ સંતુલન થવામાં સૂક્ષ્મતા અને ક્ષમતા વિશેષ હોય છે.
(૧૨૭૧)
V સ્વસંવેદનથી સ્વરૂપ સાવધાની થવી તે આરાધનાનું સ્વરૂપ છે.
-
--
(૧૨૭૨)
*
૫ પૂર્વે થઈ ગયેલ મહાજ્ઞાનીના અક્ષરદેહથી સંતુષ્ટ થઈ જે ‘પ્રત્યક્ષયોગ’ના મહત્વને ન સમજવાની ભૂલ કરે છે, તેને શુદ્ધ અંતઃકરણથી આત્મશ્રેય કરવાની વૃત્તિ નથી, ત્યાં પરમ સત્સંગનો અનાદર છે, જે જ્ઞાનીપુરુષની આજ્ઞા-વિરૂદ્ધતા છે.
(૧૨૭૩)
*
શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ અર્થે જે જીવ સત્સમાગમ કરે, તે અવશ્ય સફળ થાય જ છે આ સર્વ જ્ઞાનીઓનો અનુભવ છે.
(૧૨૭૪)
જ્યાં સુધી જગતનાં પદાર્થો અને પ્રસંગોની અધિકાઈ ભાસે છે, ત્યાં સુધી સત્પુરુષની ઓળખાણ કે સ્વરૂપની ઓળખાણ થવી અસંભવિત છે. અથવા જેને સ્વરૂપ કે સત્પુરુષની ઓળખાણ થાય, તે અન્ય સર્વને ગોણ કરે જ.
(૧૨૭૫)