________________
३४०
અનુભવ સંજીવની સ્વરૂપ-દષ્ટિ થયા પછી જીવ યથાયોગ્ય ઉપશમભાવ' પામે છે. પ્રથમ ઉપશમ સમ્યગ્દર્શન થતાં, આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે કારણ કે પોતે બન્નેથી પર છે એવું દર્શન પ્રગટયું છે.
(૧૨૬૩)
V જે પ્રાણીઓ ભવિષ્યજ્ઞાન (જ્યોતિષાદિય, ચમત્કાર, સિદ્ધિઓ, વગેરેમાં રસ ધે છે તેઓ મોહાધીન છે. તેઓને પારમાર્થિક પાત્રતા આવવી પણ દુર્લભ છે. મુમુક્ષુ તેનું સ્મરણ પણ ન કરે.
(૧૨૬૪)
/ જીવે કરવાનું તો આટલું જ છે, કે જ્ઞાનમાં સામાન્યમાં રહેલા જ્ઞાન-વેદનને અવલોકવાનું છે. માત્ર આટલુ કરવામાં પુરુષાર્થ કેમ ચાલતો નથી ! ક્યાં રોકાવું થાય છે, તેની ઊંડી ગવેષણા કર્તવ્ય છે.
જ્ઞાનની નિર્લેપતા અને અસંગતા પ્રગટ અનુભવગોચર છે, તેને અવલોકવાથી જ્ઞાનમાત્રનું સ્વરૂપ ભાસ્યમાન થાય છે. અકષાયભાવે, કષાયના સંયોગમાં અનંતકાળ રહેવા છતાં, જ્ઞાન ત્રિકાળ જે ભિન્ન જ રહ્યું છે તે સુખ સ્વરૂપે ભાસે તો ચૈતન્ય વીર્યમાં અપૂર્વ ઉછાળો આવે. (૧૨૬૫)
- પૂર્ણતાના લક્ષમાં સાધ્ય નિશ્ચિત છે. તેથી સાધનની યથાર્થતા ઉત્પન્ન હોય છે. અન્યથા કોઈપણ પ્રકારે કોઈ / અનેક સાધનમાં યથાર્થતા ઉત્પન્ન હોતી નથી. તેથી પ્રાયઃ જે તે સાધન અભિનિવેષનું કારણ બને છે. સાધનની યથાર્થતા થવા અર્થે પ્રથમથી જ પૂર્ણતારૂપ સાધ્ય લક્ષમાં રહેવું ઘટે.
(૧૨૬૬)
પ્રશ્ન : સત્પરુષને ઓળખનાર જીવ પૂર્વભૂમિકામાં કેવા પ્રકારના પરિણામવાળો હોય છે?
સમાધાન : જેને જન્મ-મરણથી છૂટવાનું લક્ષ થયું હોય, અને તે અર્થે જે અનુભવી પુરુષને શોધતો હોય, તેને સર્વાર્પણબુદ્ધિએ સત્સંગ ઉપાસવાની પૂર્વ તૈયારીરૂપ પાત્રતા હોવાથી, તેવો જીવ નિજ પ્રયોજનની મુખ્યતાએ તીક્ષ્ણદષ્ટિ અને અપૂર્વ જિજ્ઞાસા વડે પુરુષને ઓળખે છે.
(૧૨૬૭)
છે જેને અંતરમાં સ્વભાવ-વિભાવની ભિન્નતા વર્તે છે અથવા પર્યાયથી પણ ભિન્ન એવા દ્રવ્યની દૃષ્ટિ વર્તે છે, તેને બીજા જીવોના દોષ મુખ્ય થતા જ નથી, કારણકે દોષ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. તેથી દ્રવ્યની મુખ્ય દૃષ્ટિમાં, દ્રવ્યને ભૂલેલાના દોષને, પોતે દ્રવ્યથી ભિન્ન જુએ છે. ત્યાં દોષના જ્ઞાતાપણાપૂર્વક, એક અંશે દોષનો નિષેધ વર્તવા છતાં, સામા જીવના પ્રભુ આત્માનો અનાદર