________________
૩૩૯
અનુભવ સંજીવની
પ્રશ્ન : પહેલા તો પરલક્ષી જ્ઞાનથી જ સમજવાનું થાય છે ?
સમાધાન : પહેલેથી જ યથાર્થ વિધિમાં આવીને શા માટે ન સમજી શકાય ? અવિધિએ સમજવાનો પ્રયત્ન કરવાને બદલે સુવિધિએ સમજવાનો પ્રયત્ન કરવો ઘટે. માત્ર તેનું—વિધિનું વજન હોવું જોઈએ, જેથી તે અંગે કાળજી રહે. આત્મ સ્વરૂપનું વિધાન, શ્રીગુરુ તો વિધિપૂર્વક જ કરે છે, તે કેમ લક્ષમાં લેવાતું નથી ? જેમકે સ.સાર.ગા. ૧૫માં શ્રુતજ્ઞાન તે જ આત્મા છે.' અને ગા. ૧૮૩માં ‘૩પયોગ શુદ્ઘપ્પા’–એવું વિધાન છે. તે કથન વિધિથી જે અજાણ હોય તેને બેસે નહિ. શ્રીગુરુ જે પ્રયોગાત્મક વિધિએ કહે છે, તે જ પ્રયોગાત્મક વિધિએ ગ્રહણ કરવું – તે આજ્ઞાકારિતા છે.
(૧૨૫૮)
Vજેમ જડ ખાદ્ય પદાર્થનો સ્વાદ જુદો છે, અને જીવનું વેદન જુદું છે, પરસ્પર પર્યાયોમાં અભાવ છે, તેમ અશાતા વેદના અને જ્ઞાનવેદન જુદું છે. માત્ર ભિન્નપણાના અનુભવનો – અભ્યાસ જોઈએ. જ્ઞાનમાં સ્વપણું વેદાવું જોઈએ.
(૧૨૫૯)
સત્તા પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, કીર્તિ પ્રાપ્તિ, આદિનો નશો, મદિરાના નશા કરતાં પણ અત્યંત ભયંકર અને અનિષ્ટ છે. મદિરાનો નશો થોડા સમયમાં ઉતરી જાય છે અને માણસ ભાનમાં આવે છે, પરંતુ ઉપરોક્ત નશો પ્રાયઃ જીવન પર્યંત ઉતરવો કઠણ છે. કોઈ હળુકર્મી જીવને તેવો નશો, સન્માર્ગ પ્રાપ્તિની ભાવનાથી ઉતરે છે, ત્યારે તે અર્થે બહુ પરિશ્રમથી નિરામ થઈ શકે
છે.
(૧૨૬૦)
*
જે જીવ ધર્મ કરવામાં, કુળ, સંપ્રદાય, કે સમાજ – . પરંપરાથી અનુસરી પ્રવર્તે છે, તેને ખરેખર ધર્મબુદ્ધિ જ નથી, પરંતુ વિપરીત અભિપ્રાય છે.
(૧૨૬૧)
*
પ્રશ્ન : (જગતના) જીવોને આત્મ-કલ્યાણરૂપ મોક્ષમાર્ગ શા કારણથી દુર્લભ છે ? સમાધાન : જન્મ-મરણથી છૂટવાની જરૂરીયાત લાગતી નથી. તેથી મુક્ત થવાની રુચિનો અભાવ છે, ભવ-ભ્રમણનો ભય નથી. તેથી મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા સજીવન મૂર્તિની ખોજનો અભાવ વર્તે છે. કદાચ પૂર્વ પુણ્યયોગે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ થઈ જાય છે, તોપણ ઉપરોક્ત સ્થિતિને લીધે ઓળખાણ થતી નથી. ઓળખાણ વગરની ભક્તિ – પ્રેમરૂપ (સર્વાર્પણબુદ્ધિયુક્ત) હોતી નથી, તેથી ભક્તિ-પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય ડીગ્રીએ હોય છે. જ્ઞાન-સાધન વિના સાધ્ય કેમ સુલભ હોય ?
(૧૨૬૨)