________________
૩૩૮
અનુભવ સંજીવની સમાધાનઃ જડ પર્યાયમાં આત્મબુદ્ધિ-તીવ્રરસથી સુખબુદ્ધિના પરિણામ સેવનથી આત્મા જડત્વ દશાને પામે છે. ત્યારે જીવની અશાંતિની પરિણતિ થઈ જાય છે અને એવી “અબોધદશાને પામે છે કે પ્રગટપણે આત્મબોધ દાતાર મળવા છતાં, પરમશાંતપદસ્વરૂપ આત્માને પ્રગટ બતાવનાર મળવા છતાં, તેની અસર જીવને થતી નથી. તેમ છતાં, જીવ પુરુષાર્થ કરે તો અવશ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે.
(૧૨૫૩)
&
વસ્તુ, સ્વરૂપે અનેક અપેક્ષિત અને નિરપેક્ષ ધર્મ સંપન્ન છે. જિનાગમ દ્વારા તે જાણી શકાય છે, તથાપિ તે જાણવા કાળે, આત્મહિતનો દૃષ્ટિકોણ – મુખ્યતા – રહે તો જ તે સ્વરૂપ-જ્ઞાન સાર્થક–ઉપકારી છે. અન્યદૃષ્ટિથી જાણતા અનર્થ થાય છે –થઈ જાય છે. (૧૨૫૪)
જે માણસમાત્રનું ધ્યાન નિરંતર સુખપ્રાપ્તિનું વર્તે છે, માનેલુ–કલ્પેલુ સુખનું ધ્યાન સહજ રહે છે, છૂટી શકતું નથી. તો પછી જે જ્ઞાની પુરુષને પોતાનું અનંત સુખધામ પ્રત્યક્ષ છે, તેને અહોરાત્ર તેનું જ ધ્યાન રહે તેમાં શું આશ્ચર્ય છે ?
જે મુમુક્ષુની વિચાર દશામાં સંસાર-દુઃખથી નિવૃત્ત થઈ આત્મ-સુખની પ્રાપ્તિનો ખ્યાલ આવ્યો હોય છે, તે આત્મસુખ ઈચ્છે છે. તો પણ પૂર્વ સંસ્કારિત વિપરીત પરિણતિ જો બળવાન હોય છે, તો તે મૂંઝાય છે, – મૂંઝાવુ પડે છે. એ તીવ્ર થાય તો, તેમાંથી માર્ગની શોધ જાગે છે. અને ત્યારે જ માર્ગ મળે છે.
(૧૨૫૫)
આત્મોન્નતિના પ્રશસ્ત ક્રમમાં આવવા માટે જીવન-વલણ થાય, તો તે ક્રમનું બીજ રોપાય. તેવી છેવટ સુધીની પાત્રતા પામનારાં પાત્રોની આ કાળે વહુ ન્યૂનતા છે. છેવટ સુધીની પાત્રતા એટલે તે પાત્રતાને લીધે, જીવ ઉન્નતિક્રમમાં અવશ્ય પ્રવેશ કરશે અને આત્મશ્રેય પામશે. આવી યોગ્યતાવાન જીવ પ્રત્યે જ્ઞાની પુરુષને ભાવ રહે છે, પ્રસન્નતા આવે છે. (૧૨૫૬)
/ આત્મા સ્વરૂપથી અવાચ્ય છે – તેના ભાનમાં નામના, કીર્તિ, પ્રશંસાનો મોહ ઉદ્ભવતો નથી. તેમ પ્રશંસા આદિથી મને લાભ દેખાતો નથી.
(૧૨૫૭)
- ત્રિકાળી સ્વરૂપની સમજણ, કેવળ બહિર્મુખ – પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાન વડે કર્તવ્ય નથી. પરંતુ જ્ઞાન સ્વયં પોતા પ્રત્યે વળીને અર્થાત્ લક્ષણથી અને વેદનથી સ્વરૂપ સમજે તો વિધિ સહિત સ્વરૂપ સમજાય, નહિતો અધ્યાત્મ-તત્ત્વની આગમ અનુકૂળ સમજ પણ અવિધિએ થવાથી, વિધિથી અજાણપણું રહે.