________________
અનુભવ સંજીવની
૩૩૭ સર્વ આત્મ-ગુણોમાં, જ્ઞાનમાં સ્વરૂપ-ગ્રાહક શક્તિનું વિશિષ્ટપણું છે, તે પ્રયોગ દ્વારા સમજાય છે. જ્ઞાનમાં જ્ઞાન વડે સ્વરૂપ-ગ્રહણ થાય છે, ત્યારે તેવા જ્ઞાન પરિણમનમાં, શ્રદ્ધા અને ચારિત્ર થઈ જાય છે. તેથી જ જ્ઞાનની મુખ્યતાથી સ્વરૂપબોધ મુખ્યપણે પરમાગમોમાં પ્રવર્યો છે. જ્ઞાન અને આત્માનું વૈત મટી જાય, તેવો આશય–વિધિનું વિધાન “જ્ઞાન તે આત્મા છે. (૧૨૪૯)
જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાનની પ્રયોજના ધ્રુવતત્ત્વના આશ્રયની પ્રયોજક છે. અપરિણામી તત્વમાં આત્મબુદ્ધિ થતાં, આંશિક વિભાવની ચિંતા છૂટી સમ્યક ઉદાસીનતા આવે છે. - આ જ્ઞાનીઓનું હૃદય છે.
(૧૨૫૦)
ડિસેમ્બર - ૧૯૯૩ / માર્ગનો મર્મ પામ્યા વિના કદી કોઈને મોક્ષ મળતો નથી. પ્રશ્ન : માર્ગનો મર્મ પામવો એટલે શું ?
સમાધાન : પ્રત્યક્ષ સ્વરૂપના લક્ષે અભેદ ભાવે આત્મ-વેદન, વેદન ગમ્ય થવું તે યોગ્યતા થયે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ તદ્ વિષયક આત્મત્વ આપે છે, ત્યારે જ તે માર્ગ મળે છે.
જિજ્ઞાસા : યોગ્યતા થવી એટલે શું ?
સમાધાન : માર્ગની અપૂર્વ અંતર શોધ વર્તે, ત્યારે માર્ગ પ્રાપ્ત પુરુષની ઓળખાણ થઈ, તેઓ પ્રત્યે સર્વાર્પણબુદ્ધિએ અને એકમાત્ર આત્મલક્ષે વર્તાય
જિજ્ઞાસાઃ “આત્મત્વનું આપવું કેવી રીતે થાય ?
સમાધાન : સ્વરૂપ-પ્રત્યક્ષતામાં વર્તતા વર્તતા, તદ્ વિષયક નિર્દેશની ચેષ્ટા અને વાણી, તે ગ્રહણ થવાની યોગ્યતામાં નિમિત્ત થાય છે. જે સ્વરૂપ દર્શાવાય છે. તે પરમાર્થ) અનુભવાશે લક્ષ ગોચર થાય ત્યારે અંતર્મુખ થવાની વિધિ પમાય છે. અને સ્વસમ્મુખનો પ્રતિભાસ આવે છે. જે બીજરૂપ છે. બીજજ્ઞાન, આ રીતે જ્ઞાની પુરુષ આપતા હોય તેવું લાગે છે. (૧૨૫૧).
જે અર્થનું વર્ણન-કથન કરવામાં આવતું હોય, તે જ્ઞાનમાં ગ્રહણ થયા વિના, કથનને કે શ્રવણને વ્યવહાર એવુ સ્થાન પ્રાપ્ત થતું નથી. તેથી કહેનાર કે સાંભળનારે વિવિક્ષિત દ્રવ્ય-ભાવરૂપ અર્થને જ્ઞાનમાં ગ્રહણ (Visualise) કરી કહેવું વા સાંભળવું ઘટે છે– અન્યથા વિકલ્પ કલ્પના માત્ર થશે.
(૧૨૫૨)
પ્રશ્નઃ સંયોગોની સાનુકૂળતા હોવા 7 થવા છતાં, સંસારમાં જીવને અસુખ, અશાંતિ, મૂંઝવણનો દુઃખમય અનુભવી રહ્યા કરે છે, તેનું શું કારણ છે ?