________________
અનુભવ સંજીવની
૯૫ V એક ચૈતન્ય સ્વભાવ સિવાય, બીજે ક્યાંય મીઠાશ અર્થાત્ રસ / મહિમા રહી ગયેલ હશે તો તે ચૈતન્યરસ ઉપજવા નહિ દે, ચૈતન્યરસ ઉપજવામાં, તે મીઠાશ વિદન કરશે, તે તીર્ણપણે લક્ષમાં રાખવા યોગ્ય છે. પરમાં રહી ગયેલ મીઠાશ, એ પરિણતિ છે, જે ઉદય તે પ્રકારના વિષયનો) વખતે ઉપયોગ રૂપ થાય છે, અને તેથી પુષ્ટ થાય છે. સ્વ-સન્મુખના પ્રયાસમાં આ પ્રકારે ખાસ બાધક છે; તેથી આત્માર્થીએ આ બહુ મોટું નુકસાન સમજી, જાગૃત થવું – આત્માર્થીએ ચેતી જવું.
(૩૪૮)
જ ભગવાન આત્માના અનંતમાં ભાગના જઘન્ય આનંદની એક ક્ષણની લહેજતમાં– અમૃતરસની મીઠાશ આગળ – ત્રણ લોકના સુખ વિષ જેવાં લાગે, તુચ્છ લાગે; એવો પોતે છે; તેનો અંતરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ; તેના માટે ગાંડા થવું જોઈએ. પરમાત્મ સ્વરૂપની ધુન ચડે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ. અને તે વિના પ્રગટે નહીં.
(૩૪૯)
જુલાઈ-૧૯૮૯ આત્મસ્વરૂપ સ્વભાવ અનંત ગંભીર છે. જેટલી અનંત ગંભીર સ્વ-વસ્તુ છે, તેટલી ભાસ્યા વિના યથાર્થ સહજ મહિમા આવે નહિ. પરંતુ પોતાના સ્વભાવની ગંભીરતા ભાસતાં સવિકલ્પ જ્ઞાનમાં એવો મહિમા આવે કે એ મહિમા વૃદ્ધિગત થઈને વિકલ્પને ઓળંગી જાય છે. વિકલ્પને રોકવો પડતો નથી, પરંતુ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. એવો નિર્વિકલ્પ ભાવનો આવિર્ભાવ થાય છે, ત્યાં સહજ અતિન્દ્રિય આનંદનો સ્વાનુભવ થાય છે.
(૩૫)
/ મોહભાવનો અનુભવ કરનાર સંસારીજીવને એમ લાગે છે, કે તેનો નાશ કરવો એ સહેલું નથી. સંસારના આ રોગનો નાશ કરવાનો ઉપાય પણ જ્ઞાની-ગુરુ સિવાઈ, બીજે ક્યાંય નથી. તેથી લોકપ્રસિદ્ધ માન્યતા એવી છે કે આ અસાધ્ય રોગ છે, તેથી બહુભાગ જીવ તેને મટાડવાનો પ્રયત્ન જ નથી, તેવા પૂર્વગ્રહ વડે, આ ઉપાયથી દૂર રહે છે, અજાણ્યા રહે છે. જે કોઈ જીવો, આ ઉપાય કરવા જેવો છે” એમ વિચારે છે; તેમાંથી કોઈ વિરલ જીવ, મોહ નાશ કરે છે. તો પણ શ્રી ગુરુએ અનંત કૃપા કરીને, મોહનો તત્કાળ (શીર્ઘ નાશ કરવાનો ઉપાય આ બતાવ્યો છે કે ભાઈ ! તારું તત્ત્વ હાજરા હજુર છે, તેનું લક્ષ કર ! –પૂ. ગુરુદેવશ્રી – આ આત્મા પ્રત્યક્ષ છેસ્વસંવેદન પ્રત્યક્ષ છે; તેને દેખ ! તે દેખતાં જ આત્મ સિદ્ધિ છે. અર્થાત્ તત્કાળ મોહનો અભાવ થઈ જશે નક્કી. તેથી પ્રમાદ છોડીને, સ્વસમ્મુખનો તત્ પુરુષાર્થ કર ! નિર્વાણના કારણભૂત આ ઉપાય જિનેન્દ્રનો માર્ગ છે, તે માર્ગ-સંપત્તિને પ્રાપ્ત સંતોને પુનઃ પુનઃ વંદન હો ! (૩૫૧)