________________
અનુભવ સંજીવની જ્ઞાનમાં રહેલાં જ્ઞાન-વેદનને સૂક્ષ્મપણે અનુભવના દૃષ્ટિકોણથી સ્વપણે જોવું સર્વકાળે, સર્વ પ્રસંગે . આ પ્રકારથી જ્ઞાન કે જે ઉર્વ (મુખ્ય) છે; તેને ઉર્ધ્વ જ રાખવું (ગૌણ થવા ન દેવું) જ્ઞાન ઉર્ધ્વ હોવા છતાં, ગૌણ થાય છે ((શેયની મુખ્યતા થવાથી ત્યાંથી જ વિપર્યાસ અને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે.
(૩૫૨)
* શાસ્ત્રથી થતું જ્ઞાન, શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, નયાર્થ વગેરે પ્રકારમાં વર્તતો ઉપયોગ સ્થળ ઉપયોગ છે, તેનાથી આત્મા જણાતો નથી. આત્માને જાણવા માટે ઉપયોગ સૂક્ષ્મ અનુભવદૃષ્ટિકોણવાળો હોય તો જ્ઞાન-વેદન ઉપરથી સૂક્ષ્મ અનુભૂતિસ્વરૂપ દ્રવ્ય . સ્વભાવને જાણી શકાય; નહિ તો અગિયાર અંગનું જ્ઞાન થઈ જાય, તો પણ ઉપયોગ સ્થળ છે, તે સૂક્ષ્મ નથી. (૩૫૩)
પોતાની અંદર આનંદનો સાગર’ ભર્યો છે; છતાં બહાર આનંદ મેળવવા, આનંદ સાગરને ભૂલીને બેભાન હોવાથી) ફાંફાં મારે – ઝાંવા નાખે, તેથી દુઃખ / આકુળતા ઉત્પન્ન થાય છે. પરંતુ સમ્યજ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી આનંદસાગરને – જેના એક સમયના અનુભવ આગળ ત્રણ ખંડનું રાજ્ય તુચ્છ છે–પકડી લે, તો પરિભ્રમણ ટળી જાય..
(૩૫૪)
ધારણામાં યથાર્થ જાણપણું હોવા છતાં, અંદરમાં અયથાર્થ પ્રયોજન હોય (દા.ત. અંદરમાં ઊંડે ઊંડે પર તરફના વલણમાં કયાંક મીઠાશ આવે, પરસત્તા અવલંબી જ્ઞાનમાં ક્યાંક વિશેષતા લાગે, બીજાને સમજાવતાં તેઓ રાજી થાય, તે ગમે; વગેરે) તો સમ્યક્દર્શન થાય નહિ અથવા અંતર્મુખ થઈ શકાય નહિ.
(૩૫૫)
મુમુક્ષુજીવની પૂર્વભૂમિકાનો પ્રકાર એવો છે કે જેમ કોઈનું મૃત્યુ થવાથી સર્વ ઉદયોનો સંબંધ પૂરો થઈ જાય છે; તેમ પોતે હયાત હોવા છતાં, એકવાર પરને માટે મરી જવું જોઈએ, ચારે બાજુથી ઉપયોગને સંકેલી લઈને, અંતર્મુખના, સ્વભાવ સન્મુખના પ્રયત્નમાં લાગવું જોઈએ. સર્વ સંયોગોમાંથી પોતાનો અધિકાર ઉઠાવી લેવો જોઈએ, અંતરથી. અણઉપયોગે પરેચ્છાચારી થઈ ઉદયમાં વર્તે તો ભાવ પ્રતિબંધ ટળે, અને તો માર્ગની સુગમતા થાય.
(૩૫૬)
પરમાત્મ તત્વરૂપ સ્વભાવને લક્ષમાં રાખવો, જેથી કોઈપણ ગુણના પરિણામ મર્યાદામાં રહેશે; સ્વભાવના લક્ષથી સ્વભાવનો સંગ–શુદ્ધોપયોગ – થશે, જેનું ફળ પ્રગટ પરમાત્મપણું છે. તેથી સ્વભાવનું લક્ષ છોડવા જેવું નથી.
(૩૫૭)