________________
૨૯૪
અનુભવ સંજીવની
મુમુક્ષુ આત્માર્થીએ શાસ્ત્ર સ્વાધ્યાય, સ્વરૂપ-લક્ષ થવાના ઉદ્દેશ્યથી કરવા યોગ્ય છે; જેથી અનાદિ વિપર્યાસરૂપ નિર્ણય બદલાય અથવા દેહાર્થનું લક્ષ છૂટે. સ્વરૂપ લક્ષ થતાં નિજ અનંત જ્ઞાન અને સુખરૂપ સામર્થ્ય લક્ષ ગોચર થાય; દેહ તે હું' એવું લક્ષ મટે; પર્યાય ભાવો ગૌણ થાય; સ્વરૂપ-મહિમા અને ચૈતન્યવીર્ય ઉછળે.
(૩૪૩)
-
અનંતકાળથી નિરંતર બહિર્ભાવમાં વર્તતા જીવને, પરલક્ષી જ્ઞાનમાં અંતરની દિશા સૂઝતી નથી; તેથી અંતર્મુખ થઈ શકાતું નથી. બાહ્યક્રિયારૂપ પરલક્ષી જ્ઞાન અંતર્મુખ થવાનું સાધન પણ નથી. (છતાં સાધન માનવું તે ભ્રમ છે.) અંતર્મુખ થવું તે કળા છે અને તે માત્ર નિજ-અવલોકન દ્વારા જ સધાય છે. જ્ઞાન પોતામાં સ્વભાવના / વેદનના આધારે નિર્ણય કરે, ત્યારે અંતરની દિશાસૂઝ આવે છે. અંતરંગમાં અનુભવ દૃષ્ટિની સૂક્ષ્મતાપૂર્વક ‘સ્વ’પણું થાય – સ્વરસ ભાવે—ત્યાં સ્વભાવ
આવિર્ભાવ પામે.
(૩૪૪)
શાસન / સમાજને મુખ્ય કરીને, આત્મા અને આત્મકાર્યને ગૌણ કરી શકાય નહિ. આત્મા મુખ્ય રાખીને (આત્મલક્ષ છોડ્યા વિના) ગૌણપણે શાસનનું કાર્ય કરવું પડતું હોય તો ધીરજ અને સાવધાનીપૂર્વક કરવા યોગ્ય છે; નહિતો સ્તુતિ-નિંદાના પ્રયત્ન અર્થે દેહાદિની પ્રવૃત્તિ થઈ જશે; તેમજ નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવા જતાં આત્માને આવરણ આવશે; આ અવિચારીપણું
છે.
(૩૪૫)
પરમાર્થનાં લક્ષે થતા વહેવારમાં પરમાર્થની નિમિત્તતા છે. તે જ યથાર્થ વ્યવહાર યથાસ્થાને હોવા યોગ્ય છે. પરંતુ પરમાર્થનાં લક્ષ વગરના વ્યવહારમાં વ્યવહારની માન્યતા થતાં વ્યવહાર સંબંધી અભિનિવેશ થાય છે. તે પ્રકારને નિષેધવા અર્થે શાસ્ત્ર અને સત્પુરુષ શુભ-ક્રિયા આદિનો નિષેધ કરે છે. અથવા નિશ્ચયસ્વરૂપના અવલંબનનું બળ પ્રગટ કરવાના હેતુથી (પણ) ઉર્ધ્વ ભૂમિકામાં આરૂઢ થવા અર્થે પણ તેવો નિષેધાત્મક ઉપદેશ / ભાવ થવા યોગ્ય છે.
(૩૪૬)
અનંત લાભ–સ્વરૂપના લક્ષે, અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ વડે વારંવાર સતત જોવું. આ અંતરમાં સ્વરૂપ સન્મુખ થવાનો પ્રયત્ન છે. જેથી દર્શનમોહનો રસ એકદમ ઘટતો જાય છે. આ સમ્યક્ત્વ થવાનું મૂળ કારણ / ઉપાય છે. (પ. સાર. – ૯૦૧) આ અભ્યાસ તે ભેદજ્ઞાનનો અભ્યાસ છે, પરલક્ષ છોડવાનો પુરુષાર્થ છે. પર્યાયનું લક્ષ પણ છોડીને વર્તમાનમાં હું આ જ છું.' એમ દ્રવ્યની પ્રતીતિ (ભાવ) જોરથી થતાં સ્વઆશ્રય ભાવ થાય. ઉપરોક્ત ‘સહજ પ્રયત્ન’ મૂળ કારણરૂપ છે.
(૩૪૭)
-