________________
અનુભવ સંજીવની
૯૩
સ્વરૂપનો યથાર્થ નિર્ણય - અપૂર્વ નિર્ણયના ફળમાં સ્વાનુભવ થાય છે—કેવળજ્ઞાન થાય છે. આવો નિર્ણય કરવામાં રાગનો અંશતઃ અભાવ થાય છે, અર્થાત્ અંશતઃ રાગથી મુક્ત થઈને; વર્તમાન વર્તતા ચાલુ જ્ઞાનથી - વર્તતા જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન- સ્વભાવરૂપ ‘સ્વ’ નો જ્ઞાનની અધિકાઈમાં નિર્ણય થતાં, રાગની અધિકાઈ ત્યાં છૂટે છે તે અપૂર્વ છે. નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય, નિર્વિકલ્પદશાનું બળ / રસ / પુરુષાર્થ ઉત્પન્ન કરે છે. (તેથી) આ પ્રકારે કારણ - કાર્યની સંધિ છે. કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે.
(૩૩૮)
અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય સ્વભાવને, ચાલતી વિકારી પર્યાય, અપૂર્ણ પર્યાયની અપેક્ષા વિનાપર્યાય માત્રની અપેક્ષા વિના, સર્વસ્વરૂપે ગ્રહણ કરવું–તે દ્રવ્યદૃષ્ટિ છે; તે જ યથાર્થ દૃષ્ટિ છે. આવી દષ્ટિપૂર્વક મતિ-શ્રુત જ્ઞાનાદિ પર્યાય અંતર્મુખ થાય છે, તે પર્યાયમાં સાધક - સાધ્યના ભંગ પડે છે, પરંતુ દૃષ્ટિમાં અને દૃષ્ટિના વિષયમાં કોઈ ભંગ પડતો નથી !
(૩૩૯)
સ્વસંવેદન જ્ઞાન જ જેનો એક રસ છે, તે અચિંત્ય અને અપૂર્વ આત્મરસ છે, તે સમયસાર રૂપ આત્મસ્વભાવ, ધીર, અચંચળ, આત્મલીન પુરુષો દ્વારા જ આસ્વાદ્યમાન છે; અર્થાત્ અનુભવમાં આવવા યોગ્ય છે, અન્ય દ્વારા નહિ. તે અનુભવમાં સર્વપદ સર્વગુણ સમાય છે. નમસ્કાર હો પ્રત્યક્ષ સ્વ-સમયસારને !
(૩૪૦)
આ અનુભૂતિ છે તે જ હું છું' આ અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી પ્રયત્નપૂર્વક જ્ઞાનસામાન્યમાં નિજને જોવાનો પ્રયોગ છે. સ્વભાવ લક્ષે આ પ્રયોગ વારંવાર અપ્રમાદપણે કરવા યોગ્ય છે. આને જ સંક્ષેપમાં ‘જ્ઞાનમાત્ર’ થી કહેવામાં આવેલ છે. ધર્માત્માની આ આત્મજ્ઞાનરૂપ મુખ્યવૃત્તિ છે / જીવન છે. ‘અનુભવ' જ્ઞાન–સામાન્ય સિવાઈ બીજે કચાંય નથી; તેમ છતાં બીજે અનુભવ - અનુભવાય છે, તે મિથ્યાભ્રમ છે. તે સ્થૂળ ઉપયોગ સાથે અવિનાભાવી છે. તેથી જ્ઞાન સામાન્યરૂપ અનુભૂતિ - સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી જ ગ્રહણ થાય છે. (સા. સાર ૧૭/૧૮) (૩૪૧)
સ્વરૂપ નિશ્ચય થતાં સ્વરૂપ-લક્ષ થાય છે. જેથી સ્વરૂપ લક્ષમાંથી ખસતું નથી. સર્વ શાસ્ત્રનો બોધ આ લક્ષ થવા અર્થે કહેવામાં આવ્યો છે; કારણકે લક્ષના કારણથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં સ્વસંવેદન અને અતિન્દ્રિય આનંદના ફુવારા ફાટે છે.
લક્ષના કારણથી જ જ્ઞાનમાં જ્ઞાનના વેદનરૂપ જ્ઞાન સામાન્યનો અનુભવરૂપ - અનુભૂતિ છે, ‘તે જ હું છું' એમ સ્વઆશ્રયરૂપ જોર થઈ, સ્વભાવનો આશ્રય થાય છે.
(૩૪૨)
-