________________
અનુભવ સંજીવની
મે - ૧૯૮૯ / પ્રશ્નઃ અજ્ઞાન ક્યાં સુધી વર્તે ?
ઉત્તરઃ જીવ જ્યાં સુધી પોતાને “જ્ઞાનમાત્ર સ્વરૂપે ન જુએ ત્યાં સુધી અજ્ઞાન વર્તે અર્થાત્ જ્ઞાનમય ભાવે પોતાને ન દેખ્યો, ત્યાં સુધી દુષ્પચિત્તથી જીવ સંકલ્પ – વિકલ્પમય થઈને અજ્ઞાનરૂપ વર્તે છે. પરંતુ ભિન્ન જ્ઞાનમય ભાવમાં, જે તે વિકલ્પ રહિત પોતે પ્રત્યક્ષ રહે છે, તેમ પવિત્ર સમ્યજ્ઞાન વર્તે છે.
(૩૩૩)
શબ્દાર્થનો ભાવ ભાસ્યા વિના કથનનો અભિપ્રાય પકડાય નહિ અથવા ઓળખાણ થાય નહિ. માત્ર શબ્દાર્થ કે ભાવાર્થથી હું જિનવચન અનુસાર માનું છું તેમ સમજી બેસવું ન જોઈએ; કેમકે ભાવ ભાસ્યા વિના જ્ઞાનમાં અન્યથાપણું થઈ જાય. તેથી ભાવભાસન માટે હેય – ઉપાદેય તત્વોની, ચાલતા પરિણમનમાં, પ્રયોગ કરીને પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઇએ . આ પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ કહેવાય છે.
(૩૩૪)
જૂન • ૧૯૮૯ અનંત ગુણ નિધાન પ્રભુ . સ્વમાં એકત્વભાવે રહેવું, એક સમયની વર્તમાન પર્યાય, રાગ, અને પરમાં એકત્વ ન કરવું . આ સર્વ ઉપદેશાબોધનો સંક્ષેપ છે. તદર્થ પુરુષાર્થ અપેક્ષિત છે. પુરુષાર્થીને પુરુષાર્થ . પર્યાયમાં હું પણું નથી–વજન નથી. કોઈપણ સ્થાનમાં / ભાવમાં એકત્વભાવે વર્તવાનો સ્વભાવ છે, તેને યથાયોગ્ય સ્થાનરૂપ કરવો.
(૩૩૫)
ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા હું એક સમયની ચાલતી સંસાર પર્યાયરૂપે થયો નથી . થતો નથી . આમ હોવા છતાં, નિજપદને ભૂલી, ચાલતી પર્યાયમાં . ધ્રુવત્વ, નિત્યત્વ કલ્પીને હું પણું થવું, તે જ મૂળ વિપર્યાય છે; નિજ પરમપદનો અનાદર છે; જેનું ફળ સંસારના સર્વ દુઃખો છે.
(૩૩૬)
પરલક્ષીજ્ઞાન ગુણ સાધક નથી, જડ છે, અવગુણનું કારણ છે; તેમ જાણી બહિર્મુખ વલણ છોડી, તેમાં સાધનની અપેક્ષાનો ત્યાગ કરી, અંતર્મુખ વલણ પલટાવવાની પ્રેરણા ગ્રહણ કરવા યોગ્ય છે; જે માત્ર અંતર અવલોકન દ્વારા, અંતર શોધ દ્વારા જ પલટાય છે. સ્વ-પર પદાર્થની ભિન્નતા, સ્વભાવ - વિભાવની ભિન્નતા પણ બહિર્મુખ વલણને છોડાવે છે, તેમજ મહા આશ્ચર્યકારી સ્વ સામર્થ્ય રૂ૫ અંત:તત્વ સ્વરૂપ પરમાત્મા પોતે અંતર્મુખ થવામાં પરિણામને સર્વોત્કૃષ્ટ આકર્ષણરૂપ છે.
(૩૩૭)