________________
૯૧
અનુભવ સંજીવની હંમેશા દોષનો અભિપ્રાયપૂર્વક) પક્ષપાત . બચાવ કરે છે. તેવું આમાં નથી.
(૩૨૮)
V શરીરાદિ પુગલ-અન્ય વિષયો ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. જ્યારે આત્મા પોતે સ્વસંવેદન– જ્ઞાનથી જણાય છે. તેથી એમ સમજવું ઘટે છે કે :- સ્વસંવેદન જ્ઞાન સિવાઈ બીજી રીતે આત્માને પોતાને જાણવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. (શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી આત્માને જાણવાનો પ્રયત્ન ન કરવો જોઈએ) - આમ વિધિની ભૂલ ન રહે તે લક્ષમાં લેવા યોગ્ય છે. તેમજ આગમ જ્ઞાન અને સ્વસંવેદન જ્ઞાન વચ્ચેનું અંતર સમજવા યોગ્ય છે. ચારેય અનુયોગના આગમો મૂળમાં સ્વસંવેદન કરાવવાના હેતુથી, સ્વસંવેદનનો અને સ્વસંવેદનવંત ધર્માત્માનો મહિમા પ્રસિદ્ધપણે કરે છે. તેથી પણ આ વિષયનું - અધ્યાત્મનું રહસ્ય ગ્રહણ કરવા યોગ્ય, પ્રગટ થાય છે. (૩૨૯)
અહો ! દેવ, ગુરુ, ધર્મ તો જગતમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી તો ધર્મ શાસન પ્રવર્તે છે. લૌકિક કારણથી જીવ તેમાં શિથિલતા રાખે અથવા ગૌણ કરે કે અભિપ્રાયમાં વિપરીતતા ગ્રહે, તે જીવ અત્યંત હીન સત્વ થયો હોવાને લીધે, આત્મ-ધર્મનો અધિકારી નથી. તેને આત્મધર્મ પ્રગટ થઈ શકતો નથી. પ્રાયઃ તેવી યોગ્યતાવાળો જીવ ગૃહિત મિથ્યાત્વમાં આવી જાય છે, જે અધ:પતન કરાવે છે.
(૩૩૦)
(રાગ અને જ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન કરતાં જ્ઞાનવડે રાગનો નિષેધ કરાય છે. જેમાં રાગ રસ તૂટતો જાય છે. આ પ્રકારે રાગરસ ઘટતાં અવિનાભાવપણે દર્શનમોહનો રસ પણ ગળે છે; જેમ જેમ મિથ્યાત્વ પરિણામની શક્તિ હીન થાય છે, તેમ તેમ જ્ઞાનબળ વૃદ્ધિગત થાય છે. આત્મરસ વધે છે અને ફળ સ્વરૂપે દર્શનમોહ નિર્બળ થઈને દબાવા યોગ્ય એટલે કે ઉપશમ થવા યોગ્ય સ્થિતિએ પહોંચતા શુદ્ધોપયોગ થાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યક્દર્શન થાય છે.
(૩૩૧)
શ્રીગુરુ વારંવાર પરમ કરુણા કરી કહે છે, કેમકે, જીવ અનાદિથી અજ્ઞાન / ભ્રમમાં ખેંચી ગયો છે. દર્શનમોહની અત્યંત નિબિડ ગાંઠ પડી છે. તેથી સ્વપદની ભૂલ થઈ છે અર્થાત્ સ્વરૂપ સૂઝતું નથી, પરપદ - દેહપદમાં નિજપદ ભાસે છે. તે સ્થિતિમાં ભેદજ્ઞાન એકમાત્ર ઉપાય છે. ભેદજ્ઞાનથી અમૃતરસ પીએ તો અનંતગુણ નિધાનની અનંત શક્તિનો મહિમા પ્રગટ અનુભવગોચર થાય. શ્રીગુરુના સર્વ કથનનું મૂળ આ છે.
(૩૩૨)