________________
૯૦
અનુભવ સંજીવની ભીખ માગે તે શું જરાય ઉચિત છે ? સ્વયંના પરમાનંદમયી સ્વરૂપને જોતાં, જગતની વિસ્મૃતિ થવી સહજ છે.
(૩૨૩)
V જ્ઞાન વિના અન્ય સાધન દ્વારા જે આત્માને શોધે છે, તે પ્રકાશ વિના સૂર્યને શોધવા ચાહે
(૩૨૪)
જેને શ્રીગુરુના વચનથી બોધ સ્વરૂપનો બોધ થઈ દર્શનમોહ અને અનંતાનુબંધીનો ઉપશમ થયો, તે જીવ પૂર્ણ મોક્ષદશાનો સાધક થયો, તેને સર્વાગ ઉપરના ગુણસ્થાનો ચઢવાની શક્તિ પ્રગટી ગઈ. આવી સમકિતની કળા સુહાવની છે. તેથી ક્યા આત્માર્થીને તેની પ્રાપ્તિની ભાવના ન હોય ! ન થાય !!
(૩૨૫).
એ શબ્દ શાસ્ત્રનો વિસ્તાર ઘણો છે. તેની સામે આયુ – સમય ઘણો થોડો છે. વળી શબ્દ શાસ્ત્રથી કાંઈ લાભ (મુક્તિ) થતો નથી. તેથી સમયનો વ્યય પ્રયોજનભૂત તત્વમાં પરિણામો લાગે તેમ થવા યોગ્ય છે. (૫. ચિંતામણી . ૨૮૮) અર્થાતુ શાસ્ત્ર અધ્યયનની મુખ્યતામાં પરમ તત્ત્વની ગણતા થઈ ન જાય તે ખાસ (શાસ્ત્ર અધ્યયન કરતા હોય તે મુમુક્ષુએ) લક્ષમાં રાખવું.
(૩૨૬)
અનેક વિધ પ્રકારથી ઉપદેશ / બોધનો વિસ્તાર છે. તેથી મોક્ષના અભિલાષી જીવને ઉપદેશ ગ્રહણ કરવામાં સ્વયંનો વિવેક હોવો તે માર્ગને વિષે અતિ મહત્વનો વિષય છે. વળી, એક જ જીવની પરિણામની યોગ્યતા સમય સમયની ભિન્ન ભિન્ન હોય છે. તેથી પણ જે તે સમયે તદ્યોગ્ય ઉપદેશને અંગીકાર કરવા સુયોગ્ય વિચારણાપૂર્વક વિચારવાન જીવ, યથાયોગ્ય સમજી, યથાર્થરૂપે પ્રવર્તે, તો જ આત્મહિત થાય. આમ હોવાથી માર્ગદષ્ટા સપુરુષરૂપ સદ્ગુરુ મળે તો તે પરમયોગ જાણી તેમના ચરણમાં સુગમપણે હિત સાધી શકાય છે. અન્યથા હિત સાધવું કઠીન છે. ધારણા થવી (ઉપદેશ વચનોની) સહેલી છે. તેથી સત્સંગનું મૂલ્ય સમજાય તેને તેની ગરજ ઉત્પન્ન થાય છે. ત્યાં આત્મહિત થવાની સંભાવના છે.
(૩૨૭)
- ધર્મી જીવ અન્ય ધર્માત્માના દોષોને પ્રગટ કરતા નથી. તેમાં દોષને ઉત્તેજન આપવાનો હેતુ કે દોષનો બચાવ – રક્ષણ કરવાનો હેતુ નથી. પરંતુ એક નો દોષ દેખી, સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ પ્રત્યે નિંદાનું–અનાસ્થાનું કારણ ન થાય તે જોવાનો પ્રધાન હેતુ હોય છે. કારણ ધર્મ. ધર્માત્મા પ્રત્યે પ્રીતિ - અનુરાગ છે અને તે સમદષ્ટિનું ઉપગુહન નામનું અંગ છે. મિથ્યાષ્ટિ