________________
૧૧૪
અનુભવ સંજીવની
યોગ્ય છે :
અન્ય મતમાં પદાર્થ-દર્શન વિના, માત્ર બુદ્ધિગમ્ય દોષ – નિર્દોષતાની મર્યાદિત પ્રરૂપણા છે. પણ ઉપદેશનો આધાર પદાર્થવિજ્ઞાન નથી. તેથી યુક્તિ / કલ્પના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા ચાહે છે.
ત્યારે જેને દર્શનમાં સ્વ.પર પદાર્થના ગુણધર્મો અને પરિણમનના અનુભવ જ્ઞાનપૂર્વક અનેક વિધ પ્રકારે, છતાં સંકલનાબદ્ધ અને સ્વાનુભવના અતિન્દ્રિય અમર્યાદિત ભાવના લક્ષબિંદુપૂર્વક, સર્વ ભેદ-પ્રભેદરૂપ ઉપદેશ છે. તે ઉપરાંત વચનાતીત નિર્દોષ અવસ્થાને, કથંચિત વચનગોચર અદ્ભુત સુગમ શૈલીથી, પામી શકવા યોગ્ય નિમિત્તપણાએ અલંકૃત – શોભાયમાન હોવાને લીધે, તેવી વાણીની પૂજયતાને રોકી શકાતી નથી. અર્થાત્ ખચીત્ પૂજય ભાવ; યથાર્થ સમજણ થતાં, ઉપજી આવે છે, રોકી શકાય નહિ–તેવા પ્રકારે.)
(૪૨૭)
આત્મજ્ઞાન આ અનુભૂતિ છે તે જ હું છું એવું સ્વયંનું-પોતાનું નિર્વિકલ્પ અનુભવરૂપ જ્ઞાન.
આત્મદર્શન / શ્રદ્ધાન = ઉક્ત અનુભવમાં પોતાને જેવો જાણ્યો તેવો જ છું એવી નિર્વિકલ્પ પ્રતીતિ.
આત્મચારિત્ર = ઉક્ત શ્રદ્ધા–જ્ઞાનથી પરથી ભિન્ન પડીને, પરિણામ સ્વયંમાં ઠર્યું–સ્થિર થયું
આત્મસાધના = ઉક્ત શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનું એકતારૂપ પરિણમન-(સમકાળે થતું). (૪૨૮)
સત્સંગ સરળતા સહિત ઉપાસવામાં આવે તો નિશ્ચયે તેનું ફળ મુક્તપણું છે. જ્યાં સર્વાર્પણબુદ્ધિથી સન્દુરુષના ચરણમાં રહેવાનો નિશ્ચય છે, ત્યાં સરળતા સહજ છે. અન્યથા સત્સંગના યોગમાં પણ જાયે . અજાણ્યે અસરળતા થઈ જાય છે, જે સ્વ.પર અહિતનું કારણ થાય છે. આ વિષયમાં શ્રી સોભાગભાઈનું ઉદાહરણ મુમુક્ષુ જીવને ગવેષણીય અને ઉપકારભૂત થાય તેવું છે. જેમણે પોતાના પ્રાયઃ સર્વ પરિણામ અને પ્રવૃત્તિ વિષે અત્યંત સરળભાવે, સહજભાવે, કૃપાળુદેવને નિવેદન કરવાનું થયું, પરમ પાત્રતાને લીધે. મુમુક્ષુ જીવે આ લક્ષમાં લેવા યોગ્ય છે. (૪૨૯)
અંતર્મુખનો ચૈતન્યરસ / આત્મરસ યુક્ત સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થાય ?
સમાધાન :- ભેદજ્ઞાનથી યથાર્થપણે પોતાનું ભિન્ન જ્ઞાનમય સ્વરૂપ પ્રત્યક્ષ ઉદ્યોતપણા વડે અંતરંગમાં પ્રગટ પ્રકાશમાન પરમાર્થ સરૂપે, ભગવાન જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, તેમ જણાય. ત્યારે આત્મરસના વેગથી પરિણમન ખેંચાઈને અંતર્મુખ થાય, વ્યાપ્ય - વ્યાપકભાવે સ્વભાવમાં કેન્દ્રિત થાય.