________________
અનુભવ સંજીવની
૧૧૩ પ્રવૃત્તિ થાય છે, ૨. તેમજ નિશ્ચયનું પ્રતિપાદન પણ થાય છે. તેથી તે પોતાના સ્થાને હોવા યોગ્ય છે, ત્યાં તેનો નિષેધ કર્તવ્ય નથી. પરંતુ સ્વયંના આરાધન કાળે તો તેનો પણ નિષેધ થઈને જ, સાધકને અનુભૂતિમાં પહોંચાય છે, જે અધિક મૂલ્યવાન છે અને મુખ્ય છે. (૪૨૩)
સ્વાનુભવમાં – સુમંતા - સર્વ તરફ એક જ્ઞાન ઘન (અનંત જ્ઞાનમય) આત્મા–પોતે જ છે. એમ નિર્વિકલ્પભાવે સ્વાનુભવ છે. તેને ભેદથી એમ સમજાવાય છે કે શુદ્ધ સ્વભાવનું અવલંબન છે અને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનને અનુભવ છે, પરંતુ જ્ઞાન અને આત્માનો ભેદ અનુભવાતો નથી. કારણ કે આત્મા સ્વભાવે સર્વતઃ એક વિજ્ઞાનઘનપણે છે, તેથી જ તે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે | અનુભવાય છે. તેમજ જ્ઞાન (પર્યાય) અને આત્મ (દ્રવ્ય) નો ભેદ પણ અનુભવાતો નથીઅનુભવભાવમાં તો આત્મામાં આત્માને નિશળપણે સ્થાપીને, નિર્વિકલ્પ થઈને, અભેદભાવે સ્વાનુભવ છે.
(૪૨૪)
Vઆવો સ્વાનુભવ, ભાવશ્રુતજ્ઞાનરૂપ છે; તેથી સર્વને સુગમ છે. વીતરાગી સંતોએ અતિ સુગમ શૈલીમાં જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે –એમ કહીને ગુણ-ગુણીની અભેદદષ્ટિમાં આવતું અભેદ સ્વરૂપ, પોતાના સર્વ પર્યાયોમાં એકરૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, અને પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ વિકૃત ભાવોથી ભિન્ન, પોતાનું સ્વરૂપ – તેનું અનુભવન, તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે, તેમ કહ્યું, કારણ કે સમસ્ત દ્રવ્યશ્રુતના ઉપદેશબોધમાં આથી આગળ હવે કાંઈ ઉપદેશવાનું રહેતું નથી – આવો અનુભવ સંપ્રાપ્ત થયે, આત્માના સર્વ ગુણો ખીલી જાય છે. તેથી અનુભવમાં સર્વ ઉપદેશનો સાર પ્રાપ્ત છે. તેથી આખું જિનશાસન તેમાં સમાવેશ પામી ગયું–તે યથાર્થ છે. તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. (૪૨૫)
જગતના જીવો, સાધારણ (પ્રાપ્ત) સંયોગોની ઉપાધિમાંથી મુક્ત થઈ / છૂટીને આત્મા પ્રત્યે પોતાના ભાવને વાળી શકતા નથી. તેટલું વજન સર્વથા ભિન્ન' એટલે સાવ નકામા' સંયોગ ઉપર રહે છે. પરંતુ જો ઓળખાણ થાય તો, આત્મા એટલો મહાન પદાર્થ છે કે જેની પાસે આખું જગત સડેલા તૃણ જેવું છે. તેથી જ્ઞાનીનું વજન આત્મા ઉપરથી ખસીને બીજા કોઈ સંયોગો ઉપર જતું નથી. ભાવમાં પોતાની મહાનતા ઘટતી નથી, તેથી જ શ્રુતમાં આત્માની ઓળખાણનું વિશિષ્ટ મહત્વ દર્શાવ્યું છે.
(૪૨૬)
જગતના અન્ય દર્શનમાં ઉપદેશબોધ અનેક પ્રકારે છે. જૈન દર્શનમાં પણ ઉપદેશ અનેક ભેદે નિરૂપણ કરેલ છે, તો પણ બન્નેમાં ઘણો તફાવત છે. તે નીચે પ્રમાણે મુખ્યપણે જાણવા