________________
૧૧૨
અનુભવ સંજીવની
દૃષ્ટિ તે શાયકની દૃષ્ટિ છે અથવા સત્ય સ્વરૂપની દૃષ્ટિ છે. તેમાં કર્તા-કર્મ આદિ કારકોના ભેદો વિલય થઈ જાય છે, અને શાશ્વત પ્રગટ સ્વયં પ્રત્યક્ષ પ્રકાશમાન જયોતિ, એવા એક અખંડ ભાવ સ્વરૂપ પ્રતિભાસે છે. આવો પોતે શુદ્ધાત્મા છે. (સ.સાર. ગાઃ૬) (૪૧૯)
/ જ્ઞાન જાણવારૂપ ભાવે પરિણમે છે, અને વેદવા અર્થાત્ અનુભવ ભાવે પણ પરિણમે છે. ત્યાં જ્ઞાનની સ્વપરપ્રકાશક શક્તિમાં, માત્ર જાણવારૂપ ભાવની વાત છે, કારણ કે જ્ઞાન પરને વેદી શકતું નથી. પર શેયાકાર જ્ઞાનને પરપ્રકાશક જ્ઞાન કહે છે, ત્યારે પણ પોતે પરથી ભિન્ન જ્ઞાયકપણે જણાયો એટલે વેદાયો, તેમ લેવાનું છે. અને તેથી જ આ પ્રકારે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે. અન્ય રીતે ભિન્નતા થઈ શકતી નથી, અર્થાત્ ભિન્નતાનો વિચાર/ વિકલ્પ થવો તેમાં ભિન્નતા થતી નથી. (સ.સાર. ગાઃ૬)
(૪૨૦)
જ્ઞાન જ્ઞાનને જાણે, અન્યને જાણતું નથી; જ્ઞાન અન્યનું નથી – વગેરે પ્રકારે કથન આવે છે, ત્યાં પણ, જ્ઞાનવેદન અર્થાત્ અનુભવ કહેવા ધારે છે, તેમ સમજવા યોગ્ય છે. તેમ જ જ્ઞાન જ્ઞાનને જાણે છે, તેમાં એક જ્ઞાનની પર્યાય, થઈ ગયેલી, બીજી જ્ઞાનની પર્યાયને જાણે છે, તેમ કહેવાનો અભિપ્રાય નથી, પરંતુ ઉત્પન્ન વર્તમાન જ્ઞાન સ્વયં, પોતાને સ્વ-રૂપે વેદતું ઉત્પન્ન થાય છે.(પરલક્ષના અભાવમાં) ત્રિકાળીના લશે. આમ ત્રિકાળીના જ્ઞાનનું સ્વપણે વેદન, તે જ સ્વસન્મુખતા અથવા અંતર્મુખતા છે. આ જ ભાવાત્મક રહસ્ય છે. (૪૨૧)
આત્મકલ્યાણ રૂપ પ્રયોજન સિદ્ધ થવા અર્થે, નિશ્ચય શુદ્ધ આત્માની મુખ્યતા કરાવીને નિશ્ચયનય / દ્રવ્યાર્થિકનયથી નિરૂપણ કરવામાં આવેલ છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે પર્યાયાર્થિક નયના વિષયને ગૌણ કરાવી નિરૂપણ કરવામાં આવેલ છે. આવા જિનવચનમાં (આ પ્રકારે મુખ્યતા - ગૌણતા પૂર્વક) જે ૨મે છે, તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; ત્યારે પ્રમાણની પ્રાપ્તિ પણ યથાર્થ થાય છે, અર્થાત્ શુદ્ધ / ગુણ સ્વરૂપની ઉપાદેયતામાં, અશુદ્ધ અંશનો નિષેધ છે, તે યથાર્થ છે. (૪૨૨)
વ્યવહારનય દ્વારા
વ્યવહારી જનોને નિશ્ચય – સ્વરૂપનું પ્રતિપાન થતું હોવાથી, તેનાથી તીર્થની પ્રવૃત્તિ થાય છે, જે સહજપણે મોક્ષમાર્ગમાં વિચરતા જીવોને હોય છે એવા તે ધર્માત્મા નિશ્ચયનય દ્વારા તત્ત્વની પ્રાપ્તિ કરે છે. આથી ફલિત થાય છે કે ધર્મ તીર્થની પ્રવૃત્તિમાં / પ્રભાવનામાં, નિશ્ચયનું પ્રતિપાદન થતું હોય તો જ તે યથાર્થ પ્રવૃત્તિ છે, અન્યથા ધર્માત્મા જેવી પ્રવૃત્તિ કરાતી હોય તો પણ તેમાં યથાર્થતા હોતી નથી. આમ વ્યવહારનયથી ૧. ધર્મ—તીર્થની
–
-