________________
અનુભવ સંજીવની
૧૧૧
મહાપુરુષોને યથા સંભવ થઈ આવે. ત્યાં પ્રબળ જેનો દર્શનમોહ થયો છે, તેવા જીવો સ્વચ્છંદપ્રવૃત્તિને લીધે વેગે કરીને ઉન્માર્ગે ચાલે છે. અને તેના નિમિત્તે મૂળમાર્ગથી (શાસનમાં આવેલા) જીવો, કોટયાધિ જોજન દૂર થઈ જાય છે. તેમાં પણ વર્તમાન હૂંડાવસર્પીણી પોતાનું સ્વરૂપ બરાબર પ્રગટ કરે છે. તીવ્ર દર્શનમોહ વડે, સિદ્ધાંતમાં ફેરફાર કરી, શ્રુતિનો કોપ જાણે-અજાણે વહોરી લઈ, ભાવશ્રુતનું આવરણ ગાઢ કરી લ્યે છે, અને તીર્થંકરદેવની પરંપરા, તીર્થંકરદેવના નામે તોડે છે; ત્યારે નજર સામે ‘માતા’ની બેઈજ્જતિ થાય, તેથી વધુ વેદના ધર્માત્માને થાય છે – પરમાર્થદૃષ્ટિ ન હોય તો સમાધિનો નાશ થઈ જાય, તેવો આ વિકટ પ્રસંગ છે !
(૪૧૫)
સમયસાર - સ્વસ્વરૂપ શુદ્ધાત્મા કઈ રીતે પ્રકાશે ? અર્થાત્ પ્રગટ થાય ? કે ‘સ્વાનુભૂત્યા’ પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે. આવો આ સ્વયં અનુભૂતિ સ્વરૂપ પોતે છે. માત્ર અનુભવરૂપ’' છું–આમ સ્વરૂપ પ્રકાશનનો સંક્ષેપ છે. વિસ્તારમાં, અન્ય દ્રવ્ય-ભાવના અભાવ સ્વરૂપ અનુભવ અર્થાત્ જ્ઞાનવેદન છે; અને સ્વ - વેદનથી સ્વાનુભવ છે. તેનું - પર વેદનના અધ્યાસીત ભાવથી નિવૃત્ત થઈ, સન્મુખ થઈ, જ્ઞાન અન્ય જ્ઞાનથી જણાય તેમ નહિ, પરંતુ જ્ઞાન સ્વયંને, જ્ઞાન વેદનાને વેદે – અવલોકન થવું, તેવો સૂક્ષ્મ અને ગંભીર ભાવ આમાં છે. (૪૧૬)
=
આગમમાં કે અધ્યાત્મમાં સંતુલન ગુમાવીને, આભાસી થયેલ જીવને, તેની માન્યતાનો સીધો નિષેધ કરવાથી પ્રાયઃ તે જીવને સમ્યક્ પ્રકાર પણ સંમત થતો નથી. (કોઈ વિશિષ્ટ પાત્રતાવાન જીવને છોડીને), તેથી સત્પુરુષો તેવા પ્રસંગે સીધો નિષેધ કરવાને બદલે, માત્ર ‘આભાસ-રહિત’ વસ્તુ સ્વરૂપ સમ્યક્દષ્ટિકોણથી દર્શાવે છે; ત્યારે સંભવતઃ પાત્રતા અનુસાર વિપર્યાસ છૂટવાનો અવસર પ્રાપ્ત થાય છે. આવી પદ્ધતિને લીધે વિવાદ / ઘર્ષણમાં પડવાથી બચી જવાય છે. (૪૧૭)
પોતાનું કલ્યાણ ઈચ્છતા જીવોમાં પણ ક્વચિત્ કોઈક જ જીવ પરમાર્થને પ્રાપ્ત કરે છે, તેથી સંસારમાં બોધિ-દુર્લભપણું સ્પષ્ટતયા દશ્યમાન થાય છે. તો પણ જે સદા (સ્પષ્ટપણે) પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે આત્માનું સ્વભાવથી એકત્વ સ્વરૂપ, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે), તે અધ્યાસને લીધે તિરોભૂત થઈ ગયું હતું, તેથી પોતાને આત્મજ્ઞપણું ન હતું, તેમજ બીજા આત્માને જાણનારની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, બોધિ–દુર્લભત્વ હતું, તેમ સમજાય છે.
(૪૧૮)
*
જેમ દાહ્યાકારે પરિણમેલો અગ્નિ, અગ્નિ જ છે. તેમ શેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકભાવ તો જ્ઞાયકપણે જ જણાય, કેમકે જ્ઞેયાકાર અવસ્થામાં શાયકને જ્ઞેયકૃત અશુદ્ધિ થતી નથી. આવી