________________
૧૧૦
અનુભવ સંજીવની અપ્રમત્તઆદિ ઉપરના ગુણસ્થાને પ્રમાદનો અભાવ હોવાથી, તે ગુણસ્થાનવર્તી જીવને આહાર સંજ્ઞાનો અભાવ હોય છે, અર્થાત્ તેમને ચાર સંજ્ઞામાંથી પ્રથમની આહારસંજ્ઞા હોતી નથી. કારણ કે આહાર સંજ્ઞાના કારણભૂત જે અશાતાવેદનીયની ઉદીરણા, તેની બુચ્છિત્તિ તો પ્રમત્ત ગુણસ્થાનમાં જ થઈ છે; તેથી તે કારણના અભાવને લીધે કાર્યનો પણ અભાવ થાય છે. તો પછી તેરમા ગુણસ્થાને તો આહાર કેવી રીતે સંભવે ?)
બાકીની જે ત્રણ સંજ્ઞા છે, તે પણ મુનિરાજને ઉપચાર માત્ર છે, કેમકે તે ત્રણ સંજ્ઞાના નિમિત્તભૂત કર્મનો ઉદય હોય છે, તેટલી અપેક્ષા ઉદય માત્ર પુરતી છે; તો પણ ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા અપ્રમાદી જીવને કાર્યરૂપે હોતી નથી. (કારણ કે ત્યાં કાર્યરૂપે નિર્વિકલ્પ ધ્યાનદશા વર્તે છે.) (ગોમ્મસાર ગા. ૧૩૯)
(૪૧૨).
એ સામાન્યતઃ મુમુક્ષુ જીવ, ધર્મ / સ્વકલ્યાણની ભાવના લઈ, સન્માર્ગ પ્રતિ વળે છે, તે જો અંતરની ખરી ભાવનાપૂર્વક પ્રવેશ થયો હોય, તો પૂર્ણતાના ધ્યેયનો દઢ નિશ્ચય અવશ્ય કરે, અને જો તેમ કરે તો તત્ત્વના અભ્યાસ-ચિંતન-મંથન કાળે સ્વરૂપ-નિશ્ચય પ્રથમ સહજ કરે, પરંતુ અન્યથા ઉપાય ન કરે. યથાર્થ સ્વરૂપ લક્ષ કરી, મોક્ષમાર્ગના પુરુષાર્થમાં ઉદ્યમવંત થાય અને ભવ-ભ્રમણથી છૂટે. પરંતુ સામાન્ય ભાવનાથી પ્રવેશ થયેલા મુમુક્ષુને જો પૂર્ણતાનું ધ્યેય ન બંધાય તો પ્રાયઃ ભાવનામાં આગળ વધી શકે નહિ, અથવા ભાવના મોળી પડી જાય (કાળે કરીને). તેથી ધ્યેય તો અવશ્ય શીધ્ર બાંધી લેવું જ જોઈએ; અથવા ધ્યેય બાંધવાપૂર્વક પ્રવેશ થઈ ભાવના-પ્રધાન પરિણામો થાય તો અવશ્ય આગળ વધાય જ, (સ્વરૂપ નિશ્ચય અને પુરુષાર્થ પ્રત્યે), આમ યથાર્થ શરૂઆત મુમુક્ષુ દશામાં થવી ઘટે.
(૪૧૩)
ષ્ટિ વે નિર્ધાય પૂજી શુદ્ધિ કરી હુ હૈ” પૂ. સોનીની દ્ર. દ. પ્રકાશ ૪૮૦) – આ વચનામૃતમાં સમ્યક્રદર્શનનું સામર્થ્ય દર્શાવ્યું છે. જેમ બીજમાં વૃક્ષ જોવામાં આવે છે, તેમ સ્વરૂપદષ્ટિમાં પૂર્ણ શુદ્ધિ ભરી છે તેવો જ્ઞાનમાં નિર્ણય થાય છે, દૃષ્ટિના ગર્ભમાં મોક્ષ દેખાય છે, તેથી સમ્યકજ્ઞાનમાં દૃષ્ટિનો મહિમા આવે છે. આમ સમ્યક્દર્શનમાં અનંતુ ઊંડાણ છે; તે મપાય છે. બીજું દ્રવ્યદૃષ્ટિની ખૂબી પણ દૃષ્ટિના નિર્ણયમાં સમજાય છે, કે જે પૂર્ણ શુદ્ધિની એકાંત ઉપાદેયતા સ્વરૂપે છે, અને તેના યથાર્થ નિર્ણયના ગર્ભમાં પણ પૂર્ણ શુદ્ધિ પ્રગટ થાય તેવું સત્વ રહેલું છે. આવું ઉક્ત વચનામૃતમાં રહસ્ય છે; તે વચનને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (૪૧૪)
નવેમ્બર - ૧૯૮૯ શાસનની અવનતિ થઈ રહી છે, તે ઉન્નતિ થાય તેવો વિકલ્પ, પરમ કારુણ્યવૃત્તિને લીધે,