________________
અનુભવ સંજીવની
૧૦૯ કે સ્વભાવ-સન્મુખતામાં રહીને, દઢ ભાવે રહીને, તત્ત્વતઃ સમસ્ત વસ્તુ જાણવી. આ સ્વાધ્યાય કરવાની યથાર્થ પદ્ધતિ છે.
(૪૦૮)
જેઓ મોક્ષમાર્ગી છે, તેઓ સદા સ્વાનુભવરસને દઢ કરે છે, ગાઢ કરે છે. ગ્રંથનું અધ્યયન કરતાં સ્વાનુભવનો જ પાઠ ભણે છે. જેમના વિચારમાં શાસ્ત્ર જ્ઞાન / સિદ્ધાંત જ્ઞાનના તરંગો / લહેરો ઊઠે છે, તેથી સિદ્ધાંતમાં પ્રવિણ-કુશળ છે, અને અધ્યાત્મવિદ્યાના પારગામી છે. તેઓ પવિત્ર હોવાથી પૂજનીય અને વંદનીય છે. ઉદયરૂપી કુતરા તો તેમની દૃષ્ટિ પડતાં જ ભાગવા લાગે છે, એવા જ્ઞાની જ્ઞાનરૂપી મદમસ્ત હાથી ઉપર બેઠેલા છે. (શ્રી બનારસીદાસ મોક્ષદ્વાર- ૩૧ના સ. સાર.)
તેમના જ્ઞાનતેજથી / પ્રકાશથી સંશય, વિમોહ અને વિભ્રમ નાશ પામ્યા છે. અજ્ઞાન અંધકાર દૂર થવાથી જ્ઞાન પ્રકાશમાં તેઓ બિરાજમાન છે.
(૪૦૯)
- દર્શનમોહની ચેષ્ટા - અનાત્મીય પદાર્થમાં આત્મબુદ્ધિ, રાગાદિમાં કર્તા બુદ્ધિ / સુખબુદ્ધિ, શેય તત્ત્વમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ, પરસત્તામાં / રાગમાં એકત્વબુદ્ધિ, પરની મુખ્યતા, વિભાવની રુચિ, દુઃખમાં સુખની પ્રતીતિ, કુદેવાદિની શ્રદ્ધા (કત, કારિત અનુમોદનાથી), વીતરાગી દેવાદિનો નિષેધ. (કૃત, કારિત અનુમોદનાથી)લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, કુસંગની રૂચિ, વિદ્યમાન સન્દુરુષની વિમુખતા / ઉપેક્ષા / અવર્ણવાદ, અપસિદ્ધાંત નિરૂપણ, જ્ઞાનના ઉઘાડની રૂચિ, મિથ્યા આગ્રહ, અહિતમાં હિતબુદ્ધિ, હિતરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ, અસરળતા (વક્રતા, હઠાગ્રહ), દોષનો પક્ષપાત, ગુણવાન પ્રત્યે માત્સર્ય, પર્યાયમાં એકત્વ / પર્યાયબુદ્ધિ (પર્યાયબુદ્ધિને લીધે, જ્ઞાન અથવા ચારિત્રગુણ વા વર્યાદિની ક્ષયોપશમ પર્યાય ઉપર વજન . અધિકાઈ . મુખ્યતા રહેવી.) ઉદય-ભાવમાં ચીકણા . રસયુક્ત પરિણામો, ભેદ પ્રધાનતા વા ભેદની રુચિ, અધ્યાત્મનો વ્યામોહ, મતાગ્રહ, વિપરીત અભિનિવેષપૂર્વક તત્ત્વનો સ્વીકાર (કલ્પિત અધિષ્ઠાન, કલ્પિત ધ્યેય), સ્વચ્છંદ વ્યવહારનો પક્ષ, સતધર્મ ને સ્વભાવની અરુચિ, કલ્પિત સાધનનો સ્વીકાર, આદિ.
(૪૧૦)
જે પાત્રતાવાન જીવને પુરુષનો જોગ થઈ જાય છે, અને તેથી મૂળ પદાર્થ પર લક્ષ જાય છે ને સંસારથી તરવાની કળા હાથ આવે છે ત્યારે તેને સર્વાર્પણ બુદ્ધિએ ભક્તિ ઊગે છે, અથવા છેવટની હદ સુધીની પરાભક્તિ ઊપજે છે. તે ઉપરાંત એમ સમજાય છે કે આ શ્રી ગુરુ ન મળ્યા હોત તો હું જેમ અનંતકાળથી સંસારમાં દુઃખી થઈ ભણું છું તેમ, હજી અહો ! કેટલા અનંત કાળ સુધી ભમતો રહેત? અહો ! અહો ! શ્રી ગુરુને ધન્ય છે ! કે જેમણે મને ડુબતો બચાવ્યો !! તેમનો અનુપમ ઉપકાર અવિસ્મરણીય રહે છે.
(૪૧૧)