________________
૧૦૮
અનુભવ સંજીવની
પરમતત્ત્વ / આત્મા ઈન્દ્રિયજ્ઞાનનો વિષય નથી, મનનો વિષય પણ નથી, તેથી મન દ્વારા વિચારવામાં આવે છે, ત્યાં સુધી આત્મા જણાતો નથી; માત્ર શરીરાદિ બાહ્ય પદાર્થો ઈન્દ્રિયોથી જણાય છે. આત્મા તો ખરેખર અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. તેમ જાણી, અન્યથા પ્રયત્નનો ત્યાગ કરી, મુમુક્ષુ જીવે ઉન્માર્ગથી બચવું અને સત્ય ઉપાય ગ્રહણ કરવો. (૪૦૩)
શુદ્ધ ચૈતન્યની એકાગ્રતાની પરિણામ-શ્રેણીએ ચડેલા સાધક જીવને, પરકાર્યની અલ્પ પણ ચિંતા, ઘણું મોટું વિદન કરે છે, તેવી વસ્તુ સ્થિતિ છે, તો પણ પૂર્વકર્મના ઉદયના ઘેરાવા વચ્ચે રહીને જેમણે સ્થિર રહી, પુરુષાર્થ પરાયણ રહીને, આત્મ ધ્યાનથી ચલાયમાન ન થયા, તેવા મહાત્માઓનું અલૌકિક પરાક્રમ આશ્ચર્ય સહિત આનંદ ઉપજાવે છે, નમસ્કાર છે, તેમની વીરતાને !! ખરેખર આવો જ જિનમાર્ગ છે !
(૪૦૪)
દેશના લબ્ધિ :- સ્વરૂપ-બોધ પરિણત આચાર્ય, સપુરુષનો પ્રત્યક્ષયોગ પ્રાપ્ત થતાં, તેમનાથી ઉપદિષ્ટ અર્થનું પ્રયોજનભૂત તત્ત્વનું ગ્રહણ, ધારણ, અને વિચારણાની શક્તિનો સમાગમ થાય, તેને દેશનાલબ્ધિ કહે છે. (ધ. પુ.૬)
(૪૦૫)
મોહનિંદ્રામાં જીવ અચેત જેવો રહે છે; સ્વરૂપની સંભાળ સ્વરૂપજાગૃતિ રહેતી નથી. જિનવચન અનુસાર ઉપદેશની ધારણા હોવા છતાં, પ્રમાદ અને પુરુષાર્થ હીનતા મિથ્યાત્વ દશામાં હોય જ છે. સમ્યકત્વભાવનાં સદ્ભાવમાં પુરુષાર્થ સહજ ઉત્પન્ન હોય છે, પુરુષાર્થહીનતા હોતી નથી; એવી અલૌકિક ચેતનાનો સંચાર રહે છે; તે જ જીવનું જીવન છે. તેના અભાવમાં વર્તતો મોહભાવ જ સંપૂર્ણ વિપત્તિઓનું મૂળ છે.
(૪૦૬)
જે જીવ ભવભયથી ડરે છે, તે આત્માર્થીજીવનું એક લક્ષણ છે. તે જીવને ગુરૂઆશા વા જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે, અને જેને ભવ-ભયનો ડર નથી, તેને જિનઆજ્ઞા / ગુરુ-આજ્ઞાનો ભંગ કરવો સહજ છે. તેથી જ આત્માર્થીજીવને પરિભ્રમણથી છૂટવાની ભાવના અથવા દઢ મોક્ષેચ્છા સૌ પ્રથમ પાયામાં હોય જ છે. જો આ પાયો ન હોય તો પ્રાયઃ આત્માર્થતા જ સ્થાન પામતી નથી. બહુ બહુ વિચારના / અનુભવના અંતે આ સિદ્ધ થયેલું સત્ય છે. (૪૦૭)
સ્વાધ્યાય પદ્ધતિ - વિપર્યાસનો ઉત્પાદક એવો દર્શનમોહ, તેનો ક્ષય કરવામાં શબ્દબ્રહ્મરૂપ સદ્ભુતની ઉપાસના, ભાવજ્ઞાનના અવલંબન વડે, સમ્યક પ્રકારે અભ્યાસવી; અર્થાત્ સતશ્રતના અભ્યાસ કાળે, તેનાં વાયરૂપ ભાવનું અવલંબન લેવું, અવધારવું – સમ્યક પ્રકારે લેવું એટલે