________________
૨૩૨
અનુભવ સંજીવની નહિ તો આત્મવંચના થઈ, ધ્યેય છૂટી, માર્ગાન્તર થઈ જતાં વાર નહિ લાગે. - આ બાબત બાહ્ય પ્રવૃત્તિના ઉદયવાળા જીવે, ખચીત મુખ્યપણે લક્ષમાં લેવા યોગ્ય છે.
તેથી માત્ર આત્મલક્ષી સત્સંગ કર્તવ્ય છે. સત્સંગના અભિપ્રાયવાળી બાહ્ય પ્રવૃત્તિ પ્રાયઃ અહિતનું કારણ થતી નથી.
(૮૨૬)
જ્ઞાન સામાન્યની મુખ્યતામાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતા સ્વસમ્મુખતા આવે છે. સ્વરૂપ લક્ષે આ પ્રકારે આવેલ સ્વસમ્મુખતામાં સ્વ-વેદન સહજપણે ઉત્પન્ન હોય છે. જે તારતમ્યતાએ વૃદ્ધિગત થઈ, સ્વસંવેદનને નિર્વિકલ્પતાએ પહોંચે છે. અહીં વિકલ્પ શાંત થવાનું કારણ – વેદનમાં વસ્તુ પ્રત્યક્ષ છે. જ્યાં જ્ઞાનનો વિષય પરોક્ષ હોય, ત્યાં જ વિકલ્પ થઈ, જ્ઞાન પ્રવર્તે, પરંતુ જ્યાં પોતે પોતાથી પ્રત્યક્ષ હોય, ત્યાં વિકલ્પની આવશ્યકતા કે અવકાશ નથી. તેમાં પણ નિર્વિકલ્પ – નિર્ભેદ અને સ્વયં પ્રત્યક્ષ હોય, ત્યાં સહજ એકાકારતા થતાં, વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, તે તે સ્વાભાવિક છે. અહો ! માર્ગની ગંભીરતા અને ગહનતા! અહો ! અહો!
(૮૨૭)
ગુરુગમ વિના, પાત્રતા વિના, મહાન પરમાગમોમાં પ્રતિપાદીત બોધ, કેવી રીતે છે ? કેવી યોગ્યતાવાળા જીવ માટે છે ? ક્યાં શું આશય છે ? ક્યાં કેટલી ગંભીરતા છે ? ક્યાં આગમની કઈ શૈલી છે ? એક જ ગ્રંથકર્તાની વિભિન્ન શેલી, વિભિન્ન આગમમાં હોવા પાછળ શું કારણ છે ? વગેરે સમજાતું નથી. તેથી અન્યથા ગ્રહણ થવાની સંભાવના રહે છે જેને લીધે લાભ થવાને બદલે નુકસાન થવાની સંભાવના રહે છે. અથવા વિપસ થાય તો, દર્શનમોહ અને નવી ભ્રાંતિ થાય તો મોટું નુકસાન પણ થઈ જાય છે. તેથી સત્પરુષની આજ્ઞાએ, ચરણ સમીપમાં આગમપરમાગમમાંથી શ્રુતની . આત્માની ઉપાસના કરવા યોગ્ય છે. ક્યો વિષય, ક્યા સ્તરનો, ક્યા સ્તરના જીવ માટે છે, તે સમજાયા વિના પણ અસ્થાને વિધિ નિષેધ થતાં, વિપર્યાસ થઈ જાય છે.
(૮૨૮)
સ્વભાવ અને વિભાવની ઓળખાણ વિના ભેદજ્ઞાન થઈ શકે નહિ. તેમ જ ભેદજ્ઞાન વિના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ શકે નહિ. માત્ર સ્વરૂપ ચિંતન (ભેદજ્ઞાન વગરનું) થી માનસિક શાંતિ કે આનંદને, આત્માનંદ કે આત્મશાંતિ થયાનું ભ્રમથી માનવામાં આવે, તો ગૃહિત મિથ્યાત્વ થાય. તેથી સ્વસમ્મુખતાના પ્રયત્ન વડે, ઉત્પન્ન શુદ્ધોપયોગમાં, સર્વ પ્રદેશથી અંતર્મુખ અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય, સમકાળે મિથ્યાત્વનો અભાવ થાય; તેની પહેલાં અને પછી સવિકલ્પ દશામાં, રાગનો કે જે માનસિક શાંતિ . શાતાના ઉદયરૂપ હોય છે, તથા બહિર્મુખ ભાવે હોય છે, તેનો નિષેધ વર્તતો હોય છે, તેવું લક્ષણ ભ્રામક દશામાં હોતું નથી. અર્થાત્ ભ્રમ હોય ત્યાં આત્મભાવ અને