________________
અનુભવ સંજીવની
૨૩૩ અનાત્મભાવ જુદા પાડવાની પ્રક્રિયા / પ્રયોગ હોતો નથી. છતાં બુદ્ધિપૂર્વકની ભૂલ / ભ્રમ થાય, ત્યાં જ્ઞાન ધૂળ થઈ જાય છે. અંતરમાં વિવેક થતો નથી. સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી.
(૮૨૯)
ક
પોતાના સ્વક્ષેત્રમાં પોતાના અનંત સામર્થ્યની હયાતી પ્રત્યક્ષ જણાય ત્યાં આનંદની ઉત્પત્તિ કેમ ન થાય? વળી, અનંત સામર્થ્યમાં અનંત આનંદનું સામર્થ્ય પણ મોજૂદ છે, જેનો પરમાનંદપણે પરિણમવાનો સ્વભાવ છે. તેથી તેના સ્વીકારમાં તત્કાળ આનંદનું પરિણમન થઈ જાય છે; એટલું જ નહિ, તે આનંદની મસ્તી ચડે છે. તેથી તે મસ્તીને લીધે, આનંદની વાત આવ્યા વિના રહેતી નથી.
જીવને સ્વભાવથી જ આનંદ જેવું આકર્ષણનું બીજું કોઈ કારણ જગતમાં નથી. (૮૩૦)
પરિણામની સાવધાની રાખવાથી પરિણામ સુધરતા નથી, પરંતુ સ્વરૂપની સાવધાની પરિણામ કરે છે. તેથી તે પરિણામ સ્વયં સુધરી જાય છે, સ્વરૂપમય થવાને લીધે, પરિણામનું લક્ષ ન હોવા છતાં પણ તેમાં સહજ સુધાર અનુભવગોચર થાય છે. પછી પરિણામની ચિંતા કરવાની રહેતી નથી. સ્વરૂપની સંભાળ થતાં, બધું સહજપણે યથાર્થ છે. ત્રિકાળીને કોઈ હાનિ પહોંચાડી શકે તેમ નથી. દ્રવ્યદૃષ્ટિમાં સાધક – બાધકપણાની દરકાર સમક્ષણે રહેતી નથી. તે અપૂર્વ ઘટના છે.
(૮૩૧)
અધ્યાત્મનો વિષય અંતર-અનુભવનો છે, સ્વરૂપ-આશ્રયે અધ્યાત્મની પ્રાપ્તિ છે. તેથી તેની સમજણ માત્ર પરલક્ષી બહિર્મુખ જ્ઞાનથી યથાર્થપણે થતી નથી. પરંતુ સ્વસમ્મુખતા વિના માત્ર કલ્પના પ્રાયઃ થઈ આવે છે. અસલી સમજણ આવે નહિ. તેમ વિચારણામાં પ્રથમથી જ લક્ષમાં રહે – તો માત્ર વિચારને લંબાવીને આગળ વધવાની ચેષ્ટા ન થાય; અને તેવો ભૂલવાળો અભિપ્રાય પણ ન બંધાય. સ્વસમ્મુખતા વિના અધ્યાત્મમાં પ્રવેશ નથી, – પ્રગતિ થવાનું તો પછીની વાત
| (૮૩૨)
જેની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે, તે જ્ઞાની છે.” - પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી. ઉક્ત વચનામૃત ચર્ચા દરમ્યાન જ્ઞાનીની ઓળખાણ થવા સંબંધી સ્પષ્ટીકરણ આપતાં પૂ. શ્રી એ પ્રકાણ્યું હતું. આ જ્ઞાની પુરુષનું અંતરંગનું લક્ષણ–નિશ્ચય લક્ષણ છે. એટલે કે જે જ્ઞાની છે, તેને નિરંતર પોતામાં અનંત શાંતિ વિદ્યમાન છે, તેનું ભાન રહે છે. પોતાની અવ્યાબાધ શાંતિની